SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ] તાંત્રિક સાધનામાં મંત્ર-સાધના (ચયન, પ્રકાર, દોષ, સંસ્કાર, શાપવિમોચન, ઉત્કીલનાદિ પૂર્વાંગો) * પ્રા.જનાર્દનભાઇ દવે (ભાગવતાચાર્ય) પ્રકૃતિનું આ વિરાટ તંત્ર સ્વયંનિર્મિત કાયદાઓ પર ચાલે છે, ગણિતના યંત્રની જેમ નિયમસર ચાલે છે. આ મહાશાસનનું પોતાનું એક વિશિષ્ટ બંધારણ છે. એ બંધારણો-સિદ્ધાંતો પર વિશ્વતંત્ર ચાલી રહ્યું છે. નિગોદમાંથી સિદ્ધશિલા તરફ લોકનું ઉત્થાન વહી રહ્યું છે. ઉત્થાનની આ પ્રક્રિયામાં શબ્દ, મંત્ર, લય, ધ્વનિ, અક્ષર, નાદ વગેરે મહત્ત્વનો ભાગ ભજવે છે. ભારતીય વાડ્મયમાં તંત્રોનું સ્થાન મહત્ત્વનું છે. તન અથવા મૈં ધાતુ પરથી તંત્ર શબ્દ આવ્યો છે. સર જોન વુડરોફ, પં. ગોપીનાથ કવિરાજજી, ડો. શ્રીમાલી વગેરે આ વાડ્મયના અનુભૂતિ પામેલા સિદ્ધ સાધકો છે. આ લેખમાં લેખકે મંત્રના પ્રકારો, મંત્રદીક્ષા, મંત્રની સાધના અને સાધનાનું માધુર્ય શું છે તેનું સુંદર નિરૂપણ કર્યું છે. મંત્રને પુષ્ટ કરવાનું કામ યંત્ર કરે છે. યંત્રમાં મંત્રાક્ષરો છે. એવા ગૂઢ વિષયો પર અહીં પ્રકાશ રેલાવ્યો છે. પૂરતી ગંભીરતાથી અને ધ્યાનપૂર્વક વાંચવાથી આ લેખ સૌકોઇને પથપ્રદર્શક બની રહે એવો છે. સંપાદક [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી 'મંત્ર' શબ્દનો અર્થ થાય છે ગુપ્ત મંત્રણાઓ-રહસ્યમય વાતચીત. પણ સાધનાનાં ક્ષેત્રમાં રહસ્યની સુરક્ષા અગત્યની વાત હોવા છતાં અહીં મંત્ર દ્વારા સાધક પોતાના ઇષ્ટ, પોતાના સાધ્ય સાથે સંબંધ જોડી, પોતાનાં દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણચતુષ્ટય અને તેના અંગભૂત પોતાનાં ઘર, દ્રવ્ય, પત્ની, પુત્રો ઇત્યાદિ સર્વ ઇષ્ટને સમર્પીને તેનો આશય સિદ્ધ કરે છે. મંત્ર પ્રાપ્ત કરવા માટે, મંત્રને જાગૃત કરવા માટે, તેના અનુષ્ઠાન માટે અનેક વિધિઓમાંથી પસાર થવું જરૂરી છે. દરેક મંત્ર ગુરુગમ્ય છે. તેનાં સાધનાવિધાનો પણ ગુરુગમ્ય છે. તેથી માત્ર ધંધાદારી વલણવાળા તાંત્રિકો કે માંત્રિકોનાં પુસ્તકોમાંથી ગમે તે મંત્ર વાંચીને તેના પ્રયોગો કરવામાં ઘણાં જોખમો રહેલાં છે. શ્રીગુરુદેવે પોતે જેની ઉપાસના કરી હોય તેવા જ મંત્રોનો તેઓ ઉપદેશ આપી શકે છે. તેમ છતાં સમર્થ મહાન ગુરુ પોતે જેની સાધના ન કરી હોય તેવા મંત્રો પણ સાધક શિષ્યોને પ્રસંગોપાત આપી શકે છે. સાત્ત્વિક મંત્રોમાં સાધક સાધનાના સર્વસાધારણ નિયમો પાળી તેને સિદ્ધ કરી શકે છે; પણ કેટલાક મંત્રો દેવતાઓને પ્રસન્ન કરવામાં મુશ્કેલ બને છે. આવા મંત્રનાં પ્રત્યેક સાધના-વિધાનો શ્રી સદ્ગુરુના સાન્નિધ્યમાં જ કરવાં જરૂરી છે. મંત્રોના પ્રકારો ઃ (૧) વૈદિક મંત્રો, (૨) પુરાણોક્ત મંત્રો, (૩) આગમોક્તમંત્રો, (૪) બીજસંપુટિત તાંત્રિક મંત્રો, (૫) પંચદેવોપાસનાના શુદ્ધ સાત્ત્વિક મંત્રો, (૬) શાબર મંત્રો, (૭) વૈતાલ, ભૈરવ વગેરેની ઉગ્ર સાધના ક૨વી પડે તેવા મંત્રો, (૮) દસ મહાવિદ્યાઓ - કાલી, તારા, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી ભુવનેશ્વરી, ષોડશી, માતંગી, ત્રિપુર ભૈરવી અને કમલાના વિશિષ્ટ મંત્રો તથા ૨કતકામી, મહિષમર્દિની, ત્રિપુરા, દુર્ગા, પ્રત્યગિરાના મંત્રો કે જે આવા કુલમાં જ ગણાય છે. દસ મહાવિદ્યાઓમાં બે કુળ છે ઃ કાલીકુળ અને શ્રીકુળ. શ્રીકાલીના પણ ઉગ્રકાલી, રુદ્રકાલી, નીલકાલી, સ્મશાનકાલી વગેરે અનેક ભિન્નભિન્ન સંપ્રદાયો છે. તેમાં મંત્રો, ઉપાસનાપદ્ધતિઓ, ધ્યાન આદિ સૌનાં અલગ અલગ છે. શ્રીવિદ્યા નામથી પ્રસિદ્ધ શ્રી લલિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy