SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] સાધક-સાધના ને સાઘ્ય રહસ્ય * મુનિશ્રી નિર્મલસાગરજી મહારાજ સાધકને સાધના દ્વારા સાધ્ય સુધી પહોંચવામાં અનેક અંતરાયો આવે છે. આ અંતરાયો અંદરના અને બહારના - બન્ને હોય છે; અને તે અટપટા અને ગૂઢ પણ હોય છે. આથી જ સાધક માટે સાઘ્ય રહસ્યરૂપ બની જાય છે. આ રહસ્યને ઉદ્ઘાટિત કરવાનું પ્રારંભિક-પ્રાથમિક કાર્ય આ લેખ દ્વારા સરળ અને સચોટ રીતે થયું છે, એટલું જ નહીં; પૂજ્ય મુનિશ્રી નિર્મલસાગરજી મહારાજે પ્રસ્તુત લેખમાં આ રહસ્યોની માર્મિક અને વિશદ છણાવટ દ્વારા સાધકને ઉપયોગી થઈ પડે એવા નિયમો અને વિઘ્નોનાં નિવારણની માર્ગદર્શિકા પણ પૂરી પાડી છે. મંત્રસાધનાની ભૂમિકા માટે આ લેખ પ્રાથમિક પણ સર્વોત્તમ છે. સંપાદક જીવન સફળ થાય તેવી વિચારણા જાગે અથવા વિચારણામાં બળ મળે તથા તેમાં પ્રેરક થઈ ઉપકારક થાય એવું માર્ગદર્શન અનેક ગ્રંથો દ્વારા તેમજ અનેક સજ્જન મહાપુરુષો દ્વારા પ્રાપ્ત થાય છે. આ રીતે અલગ અલગ પ્રકારના દષ્ટિકોણથી સમગ્ર આઘ્યાત્મિક જગત અતિ સમૃદ્ધ બનેલું જોઈ શકાય છે. ભૂતકાળમાં અનેક ઋષિઓએ તમાંથી નીકળી તેજપુંજમાં કેવી રીતે સમાવું તેની સાર્થક પ્રક્રિયાઓ બતાવેલી છે જ. સામ્પ્રતકાળમાં પણ અનેક યોગી-શ્રમણો-સાધકો પથદર્શક પ્રકાશ પાડવા સક્ષમ છે. પરમ અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરાવનાર ઘ્યાનમાર્ગની પ્રક્રિયા કરાલ કાળના પ્રભાવે પાતળી જરૂર હોય શકે; પણ પ્રકૃતિ 'અંતર્ જગત' ના પલ્લાને બરાબર રાખી શકે એવાં પાત્ર-વ્યકિતઓનાં મસ્તક પર પોતાનો વરદ્ હસ્ત રાખી સંસ્કૃતિનાશ અને ધર્મનાશ થવા દેતી નથી. સમયે સમયે ગંદા કીચડમાં થતાં કમળોનો આવિર્ભાવ પૂરા વિશ્વમાં સાચાં સૌંદર્ય અને સુવાસને ફેલાવી દે છે. [ ૧૫૭ વ્યકિતની સાધનામાં સહાયક થાય તે માટે પ્રસ્તુત ગ્રંથમાં અનેક વિદ્વાનો પ્રકાશ પાડશે એ વાત જાણી આનંદનો રોમાંચ અનુભવું છું. એક વાત નિશ્ચિત છે કે જે તે વિષયમાં આપણું જ્ઞાન જેટલું વિશાળ હશે તે તે વિષયની સિદ્ધિની સફળતા માટેની શકયતા પણ એટલી જ વધારે હશે. જૈન ધ્યાનપદ્ધતિ તથા મંત્રસિદ્ધિની ઐતિહાસિકતા જોતા સ્પષ્ટ રીતે ફલીભૂત થાય છે કે આ મહત્ત્વનું રહસ્યજ્ઞાન સાધુઓની સાધનામાં, મહાવ્રતોના પાલન તથા જ્ઞાનના વિશાળ સાગરને પીવા તથા પચાવવા માટે અતિ આવશ્યક હતું. ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીએ દીક્ષાની શરૂઆતનાં સાડા બાર વર્ષ સુધી નિઃસંગ રહી, બાહ્ય અને આંતરિક તપશ્ચર્યાયુકત ઘ્યાન વડે ચરાચર વિશ્વના સમસ્ત પદાર્થોને જણાવનારું સંપૂર્ણ જ્ઞાનકેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. આ જ વીરપરંપરામાં થયેલા શ્રી ભદ્રબાહુસ્વામીએ જ્ઞાનના સાગરને પાર પામવા હિમાલયની ગોદમાં (નેપાળમાં) બાર વર્ષનું મહાધ્યાન આદર્યુ હતું. કહેવાનું એ કે ઘ્યાનની પરંપરા અનાદિ છે તથા તેના વડે અશકય કાર્ય પણ શકય બને છે. એક જ પદાર્થમાં અંતર્મુહૂર્ત જેટલા સમય દરમિયાન વિચારોની એકાગ્રતાને છાપ્રસ્થિક ધ્યાન કહ્યું છે તથા મન, વચન અને કાયાના નિરોધને જિનેશ્વરનું ઘ્યાન કહ્યું છે. શુભ ઘ્યાન અર્થાત્ સારા વિચારોની સ્થિરતાથી શારીરિક, માનસિક તથા આત્મિક શકિત ક્રમશઃ વધે છે, સાધક ક્રમશઃ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. જ્યારે અશુભ ઘ્યાન અર્થાત્ ખરાબ મનોવિચારોના સ્થિરીકરણથી શકિતઓનો હ્રાસ થાય છે, પતન થાય છે. ઘ્યાન અને ધ્યેય અર્થાત્ જે ચિંતનીય, મનનીય તથા ઘ્વાવાને યોગ્ય જેને પ્રાપ્ત થયેલું છે તે ઘ્યાનસ્થ, એકાગ્ર ચિત્તવાળા અને તદ્રુપ ચેતનાવાળા મહર્ષિઓ આંતરિક ગુણોને રોકનારા સર્વ ક્લેશોનો ક્ષય કરનારા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy