SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી જીવનની ઉન્નતિમાં સહાયક છે, પરંતુ આજે તે અંગેના જાણકારો બહુ રહ્યા નથી. વળી, તે અંગેનું શાસ્ત્રીય સાહિત્ય પણ ઓછું મળતું હોઈ એ વિષેની માહિતી પણ અલ્પ પ્રમાણમાં મળે છે. મંત્રવિશારદો કહે છે કે જેમ દેહ અને આત્મા ઓતપ્રોત હોવાથી તેમાં અભેદ પ્રર્વતે છે, તેમ યંત્ર અને મંત્રદેવતા પણ પરસ્પર સંબદ્ધ છે. ઉદા. જૈન ધર્મમાં પંચપરમેષ્ઠી (નવકારમંત્ર)ની પૂજા કરવી હોય તો નવપદજીના યંત્રની પૂજા કરવામાં આવે છે. સિદ્ધચક્રના મંત્રનું પૂજન પણ તેને સાક્ષાત્ મંત્રદેવતા માની કરવામાં આવે છે. યંત્ર એ કોઈ માત્ર પાષાણનો પટ, વસ્ત્રનો ટૂકડો કે ચિતરેલો કાગળ નથી. આમ માનીએ તો દૈવીકૃપા મેળવી ન શકાય. દા.ત. આરાસુર પહાડમાં આવેલ અંબાજી માતાના સ્થાનકે મૂર્તિ નથી, પણ યંત્રનું સ્થાપન થયું છે. આવાં અનેક સ્થાનકોએ (શ્રી બહુચરાજી, શ્રી ભદ્રકાલી, શ્રી તુલજા ભવાની વગેરે) સિદ્ધયંત્રો મૂકાયેલાં છે. આથી તીર્થસ્થાનોનો પ્રભાવ પણ વધે છે. હરદ્વારમાં સિદ્ધગાયત્રી યંત્ર ગાયત્રીની મૂર્તિ આગળ પધરાવેલ છે. તથા કાશીમાં અન્નપૂર્ણાદેવીના મંદિરમાં પણ જમણી બાજુએ શિવલિંગ પર શ્રીયંત્ર પ્રતિષ્ઠિત છે એમ જાણકારો કહે છે. - તાંત્રિક કર્મો સિદ્ધ કરવા માટે પણ યંત્રની જરૂર પડે છે. કેટલાક લોકો યંત્રો મઢાવીને દુકાનોમાં કે ઘરની દિવાલો પર પ્રવેશદ્વાર પર મૂકાવે છે. ઈષ્ટ મનોરથની સિદ્ધિ માટે તથા અનિષ્ટ તત્ત્વો ન પ્રવેશે એ માટે આ ક્રિયા કરવામાં આવે છે. જેમ મંત્રમાં શબ્દનું સ્થાન મહત્ત્વનું છે અને અર્થ મહત્ત્વનો છે. તેમ યંત્રની આકૃતિ અને ગોઠવણ મહત્ત્વની અને મુખ્ય છે. અનેક પ્રકારના ભૌમિતિક આકારો યંત્રમાં નજરે પડે છે. દા.ત. શકિતના યંત્રો ત્રિકોણ ગર્ભિત હોય છે, અને તેના ભૂપુરો (યંત્રને બંધ કરતી બહિરખા) પ્રાયઃ ચતુષ્કોણાત્મક હોય છે. જૈન ધર્મમાં વર્ધમાન વિદ્યાનો યંત્ર, વિજયપતાકા યંત્ર તથા ભકતામર સ્તોત્ર વગેરેને લગતાં ઘણાં યંત્રો ચતુષ્કોણાત્મક છે. શ્રી સિદ્ધચક્રજી તથા શ્રી ઋષિમંડળનો યંત્ર વર્તુળમાં છે. અન્ય ધર્મ-પંથોમાં પણ અનેક યંત્રો વર્તુળમાં હોય છે. વશીકરણ વગેરેને લગતાં કેટલાંક યંત્રો અંડાકૃતિ પણ ધરાવે છે. ધ્યાનને લગતાં યંત્રો કમલાકૃતિ હોય છે. સર્પની આકતિનો ઉપયોગ પણ યંત્રમાં થાય છે. અશ્વની આકતિ પણ કેટલાંક યંત્રોમાં જોવા મળે છે. પણ સામાન્યતઃ યંત્રોમાં ત્રિકોણ, ચતુષ્કોણ અને વર્તુળની આકૃતિઓ વિશેષ જોવામાં આવે છે. - . જેમ સંચામાં વિવિધ કળો હોય છે તેમ યંત્રમાં પણ વિવિધ ગોઠવણ હોય છે અને તો જ તે સિદ્ધિદાયક બને છે. યંત્રોના મુખ્ય બે પ્રકાર છે: ૧. પૂજનયોગ્ય અને ૨. પ્રાયોગિક. પૂજનયોગ્ય યંત્રો સોના, ચાંદી, ત્રાંબા કે કાંસા કે પંચધાતુના બનાવવામાં આવે છે. જ્યારે પ્રાયોગિક યંત્રો ભૂજપત્ર કે કાગળ પર લખાયેલાં હોય છે. પૂજનયંત્રનો મૂર્તિની માફક જ સંસ્કારવિધિ કરી, તેની પ્રતિષ્ઠા કરવી જોઈએ. અને તેનું નિયમિત પૂજન-અર્ચન પણ કરવું જોઈએ. પ્રાયોગિક યંત્રનું લેખનકાર્ય પણ શુભ મુહૂર્તમાં અને શુદ્ધિપૂર્વક થવું જોઈએ. કોઈ સિદ્ધતીર્થમાં કેપવર્ત પરકે વનમાં જઈને લખાય તો વધુ સારું. યંત્ર લખનાર નૈષ્ઠિક બ્રહ્મચારી તથાસદાચારી હોવો જોઈએ. યંત્રલેખન માટેની સામગ્રી પણ શુદ્ધ હોય એ ઈચ્છિનીય છે. સદ્ગુરુનું સ્મરણ કરી, શાસનદેવીની પ્રાર્થના કરી, યોગ્ય આસને બેસી, બાજોઠ પર પત્ર રાખી યંત્રનું લેખન કરવું. સુખ-સંપત્તિની પ્રાપ્તિ માટે લખાતાં યંત્ર વખતે મુખ પૂર્વ દિશા તરફ અને કષ્ટનિવારણ અર્થે લખાતાં યંત્ર વખતે મુખ ઉત્તર દિશા તરફ રાખવાનું વિધાન છે. મંત્રાક્ષરોના લેખનમાં જે નિશ્ચિત સ્થાન હોય ત્યાં જ બીજાક્ષરો લખવા. પ્રથમ નાના અંકો અને પછી મોટા અંકો લખવાનો અનુક્રમ રાખવો. લેખનકાર્ય વખતે પણ ધૂપ-દીપ રાખી વાતાવરણમાં શુદ્ધિ અવશ્ય જાળવવી. હાથે બાંધવાના યંત્રને ત્રાંબા, રૂપા કે સોનાનાં માદળિયામાં મૂકી તેને બંધ કરવો તથા ઊનના લાલ, પીળા કે કાળા રંગના દોરાથી બાંધવો. યંત્રને ધુપ આપવો અને ત્રણ વાર નમસ્કાર મંત્ર બોલી જવો. આમ, યંત્ર વિષયક યોગ્ય જાણકારી મેળવી આગળ વધવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy