SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ] * [ શ્રી પાર્શ્વનાથપસર્ગ-હારિણી જો સ્વયંમાં પાત્રતા વિકસિત થયેલી ન હોય તો સમયનો અંતરાલ સાધનામાં શિથિલતા લાવે છે. તેવા સાધક આરંભે શૂરા હોય છે. ઉત્સાહ, તત્પરતા, વિનય, કુતૂહલ અને કંઈક કરી લેવાની ઉત્સુકતાને કારણે સાધનામાં પ્રવેશ મેળવવો સહેલ-સરલ છે; પણ શરીર, મન અને વચનને અંતતઃ કેળવવાની આ સાધના તેટલી સહેલી-સરલ નથી. તે માટે અપાર ધીરજ જોઈએ. આમાં સમ્યગુ શ્રદ્ધાની પરાકાષ્ટાએ પહોંચવાનું હોય છે. જો એટલી ધીરજ અને શ્રદ્ધા ન હોય તો એ સાધનાને યાંત્રિક બની જતાં વાર લાગતી નથી. વળી, સાધના કદાચ અવિરત ચાલ્યા કરે, એમાં થોડીઘણી શાંતિ મળે, વિચારોનું ઉપશમન થતું લાગે, થોડી-ઘણી ગુપ્ત શકિતઓ પણ પ્રગટ થાય; એટલા માત્રથી તેને સિદ્ધિ માની લેવાય નહીં, તે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. પૂર્વે મંત્ર-તંત્ર આદિ ગુપ્ત વિદ્યાઓની ઉપાસના અતિ શુદ્ધ આશયથી તથા શુદ્ધ અને પવિત્ર હૃદયથી સાધકો કરતા હતા. તેમની સિદ્ધિમાં ભગવત્ પ્રાપ્તિનો-મુકિતનો એકમાત્ર હેતુ રહેતો. ધીરે ધીરે એ આશયમાં ફરક પડતો ગયો. સાધનાનો ઉપયોગ ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે થતો ગયો. અને કોઈકસમયે વિશુદ્ધતમ એવી આ સાધનામાં નામાચાર પ્રવેશ્યો, કેટલાક શિથિલ આચાર-વિચારવાળા સાધકોએ પોતાની કુવાસનાના પોષણ માટે મદ્ય- માંસભક્ષણ અને પરસ્ત્રીગમનને પણ સાધનાનું અંગ માની-મનાવી સાધનાને વિકત કરી. એ વાત નિશ્ચિત છે કે જો મંત્રસાધનામાં આચાર-વિચારોનું નિયમન નહીં હોય, તો સાધક અચૂક પતિત થશે; અને તુચ્છ સિદ્ધિના ગર્વમાં તે પોતાનું પતન પણ નિહાળી નહીં શકે. મંત્ર-તંત્રના ગ્રંથોમાં વ્યકિતએ સાધકની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે અમુક નિયમોનું બરાબર પાલન કરવું એવી સૂચનાઓ આપેલ છે. જેમ કે, (૧) જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી સ્ત્રીના દર્શનથી દૂર રહેવું (સ્ત્રી સાધકે પુરુષના દર્શનથી દૂર રહેવું). એ શક્ય ન બને તો સ્પર્શ તો ન જ કરવો. (૨) દારૂ, માંસ તથા કંદમૂળ આદિ મનને વિકૃત કરનારો, શરીરમાં ઉત્તેજના પેદા થાય તેવો તથા અતિ પૌષ્ટિક આહાર ન કરવો. નિદ્રા કે પ્રમાદ આવે તેવું અને તેટલું ઠાંસી ઠાંસીને ન ખાવું. (૩) મન ચંચળ અથવા વિક્ષિપ્ત થાય તેવું વાચન ન કરવું. (૪) સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ કેળવવો તથા જીવમાત્રના કલ્યાણની કામના કરવી. દ્વેષભાવ તથા પ્રયત્ન કરીને રાગભાવ ઉપર કાબૂ મેળવવો, જેથી સાધનામાં અન્ય વ્યકિતના વિચારો સતાવે નહીં. મંત્રશાસ્ત્રમાં જણાવ્યું છે કે, છ કારણોથી મંત્ર વિફળ બને છેઃ ૧. પ્રમાણ કરતાં અધિક આહાર કરવાથી. ૨. અતિ પરિશ્રમ કરવાથી. (અતિ શ્રમથી શરીર થાકે, આંખોમાં ઊંઘ ભરાય, હાથમાં નવકારવાળી હશે તો વારે વારે નીચે પડશે અથવા મંત્ર ગણવાનો ક્રમ ભાંગશે અને ધ્યાન બરાબર લાગશે નહીં.) ૩. વધારે બોલવાથી. (મંત્રમાં પુનઃ પુનઃ ઉચ્ચારણથી શબ્દોમાં જે શકિત આવે છે. તે શકિત વધારે પડતું બોલવાથી નષ્ટ થઈ જાય છે. સાધકો માટે રાત્રે બોલવું બિલકુલ વર્ષ છે.) ૪. મૈથુનના વિચારોથી. (મંત્રના પ્રભાવથી વીર્યનું ઓજ પચક્રો તરફ વળે છે, જેનાથી શબ્દ અને વિચારોમાં સામર્થ્ય પ્રગટે છે; પણ સંભોગના વિચાર માત્રથી આંતરિક શકિતનું સ્મલન થાય છે. જેથી એવા વિચારોનો નિષેધ કરેલો છે.) ૫. જનસમુદાયમાં બેસીને વાતો કરવાથી. (ઘણા બધા લોકો વચ્ચે બેસીને વાતો કરવાથી અનેક રાગ-દ્વેષના પ્રસંગો ઊભા થાય છે. તેનાથી મનની સ્થિરતા હણાય છે, અને અસ્થિર મને જાપ કરવાનું શક્ય નથી.) ૬. મનની ચંચળતાથી. (અનેક પ્રકારના ઊંધા- ચત્તા વિચારો, કલ્પનાઓ ને દિવાસ્વપ્નો જોવા તે માનસિક ચંચલતાની નિશાની છે.) સાધનાનાં રહસ્ય સુધી પહોંચવા માટે મંત્રને, મંત્રની ચેતનાને તથા મંત્રના અર્થને જાણવાં અતિ જરૂરી છે. આ પદાર્થો જાણ્યા વિના લાખોની સંખ્યામાં કરેલો જાપ પણ નિષ્ફળ બને છે. મંત્ર મહાર્ણવ'માં મંત્રના અર્થની સાત ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં પ્રથમ ભૂમિકામાં મંત્રનો બાહ્ય અર્થ જણાવાય છે અને ત્યાર બાદ સાધકની યોગ્યતા પ્રમાણે તેને મંત્રગુરુ અને મંત્રદેવતા દ્વારા અર્થોનું સવિશેષ જ્ઞાન અને મંત્રનો આંતરિક સ્પર્શ મળે છે. ઉચ્ચ પ્રકારના મંત્રો, કે જેનો અંતિમ હેતુ મોક્ષપ્રાપ્તિનો છે તેવા મંત્રો અર્થની સાતેય ભૂમિકા પાર કરાવે છે; પણ જે મંત્રો દેવી-દેવતાના છે તથા વિશેષ પ્રકારે કામ્ય પ્રયોગના ઉપયોગમાં જ લેવાય છે તે રહસ્યોની અંતિમ ભૂમિકાને સ્પર્શ કરાવી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy