SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૫૩ ઉપર જણાવેલા ભેદો જન્મજાત નથી, પદ કે સ્થાન આધારિત નથી; તે પ્રકૃતિ અને સંસ્કાર આધારિત છે; અને નીચેથી ઉપરના વિકાસની શકયતાનું સૂચન કરે છે. - તંત્રશાસ્ત્ર ગુરુ, દીક્ષા અને મંત્રની ખાસ આવશ્યકતા દર્શાવે છે. કારણ કે, મંત્રનું મૂળ દીક્ષા છે અને દીક્ષાનું મૂળ ગુરુ છે. દીક્ષા તેને કહેવાય કે જેનાથી ઉઘાડ પામેલાં આત્માવાળાં પશુઓ શિવ બને. અને પશુપાશમાંથી મુકત કરે તે દીક્ષા, મોક્ષ આપનારી જાણવી, જે વડે દીક્ષિત થતાંવેંત ખાતરીપૂર્વક જ્ઞાનનો ઉદય થાય; બીજી બધી દીક્ષા માત્ર જનસેવા માટે સમજવી. દીક્ષાનો સંસ્કાર થઈ ગયા પછી શૂદ્રનું શુદ્ધત્વ કે વિપ્રની વિપ્રતા જેવા ભેદો ટકતા નથી. - પ્રાણની વિષયોનુખ અધોગતિ એ કાંઈ તાંત્રિક સાધના નથી; પણ સૂક્ષ્મ આધ્યાત્મિકયમ-નિયમ દ્વારા શિવ અને શકિતનો યોગ આપણે આપણામાં અનુભવી શકીએ, તે છે. તંત્રસાધનાનો કેટલોક બાહ્યાચાર કદાચ સમાજ માટે હાનિકારક જણાતો હોય; પરંતુ તે પ્રત્યેકનો એક વિશિષ્ટ ગૂઢ અર્થ રહેલો હોય છે. અનુભવી ગુરુઓ પાસે રહી જીવનનું સામંજસ્ય કેમ પામવું, એ તાંત્રિક સાધક માટે ખાસ જરૂરી બાબત છે. સદૂગુરુ આ સાધનામાં સહાયક ભોમિયાની ગરજ સારે છે, અને સાધક તેને માટે તેનો ઋણી બને છે. આવા ગુરુઓ પ્રત્યેનું પ્રેમભર્યું સન્માન એ તંત્રની સાધનાનું એક મહત્ત્વનું અંગ છે. તંત્રશાસ્ત્રની સાધનપ્રણાલિમાં મુકિતને અંતિમ હેતુ તરીકે સ્વીકારવામાં આવે છે. પરંતુ તંત્રનો તે એકમાત્ર હેતુ નથી. તે માર્ગમાં માનુષી જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન, તપ શકિત અને આનંદનો ઉપભોગ કરવાનો આશય પણ સ્વીકારવામાં આવે છે. તંત્રમાં તત્ત્વજ્ઞાન અને યોગશાસ્ત્રનું પણ મિશ્રણ વિવિધ રીતે જોવા મળે છે. (૧) એમાં તત્ત્વજ્ઞાન ઘણુંખરું સાંખ્ય કે વેદાન્તરૂપનું હોય છે અને તે તંત્રોકત ક્રિયાની અંતરમાં રહેલી ગુપ્તવિદ્યા તરીકે જોવામાં આવે છે. (૨) તંત્રનો કર્મવિધિ ઘણે ભાગે યોગથી ભરેલો હોય છે. ન્યાસ, ધ્યાન વગેરેની યોગ્ય ક્રિયાવિધિપૂર્વક મંત્રસાધના કરવાથી યોગની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. યોગનો પરમ ઉદેશ બ્રહ્મભાવ પ્રાપ્ત કરવાનો છે. અને આ સર્વ ક્રિયાવિધિથી એ સિદ્ધ થાય છે એમ આ શાસ્ત્રનું માનવું છે. કુલાર્ણવતંત્ર અનુસાર સત્યુગમાં શ્રુતિમાં (વેદોમાં) કહેલો આચાર; ત્રેતામાં સ્મૃતિમાં કહેલો અને દ્વાપરમાં પુરાણમાં કહેલ; પરંતુ કળિયુગમાં તો કેવળ આગમ (તંત્ર) જ પ્રમાણરૂપ છે. યોગિનીતંત્ર પ્રમાણે કળિયુગમાં તંત્રબોધિત મંત્રો જલદી સિદ્ધ થઈ ફળ આપનારા બને છે. તંત્રોમાં ચાર આશ્રમો પૈકી ગ્રાચ્ય અને સંન્યાસ (જેને 'અવધૂતાશ્રમ' કહે છે.) એ બે આશ્રમો જ કળિકાળમાં અવશિષ્ટ રહેલાં મનાય છે. તંત્રમાં વર્ણભેદ નથી; પણ તે સાધકોનું મંડળ જેને 'ચક્ર” કહે છે એમાં પ્રવિષ્ટ થયેલા સાધકો પૂરતો; બાકી એની બહાર વર્ણભેદ સ્વીકારાય છે. તંત્રયોગનું મૂળ હઠયોગ, હંસયોગ કે પ્રાણોપાસના છે. તંત્રમાં શિવશકિતને આરાધ્ય માની તેમની પૂજા કરવામાં આવે છે. એક સમય એવો હતો, જ્યારે સમગ્ર ભારતમાં તંત્રયોગનું સામ્રાજ્ય હતું. તંત્રયોગનો સિદ્ધયોગી ઊર્ધ્વરતા, સર્વજ્ઞ અને દિવ્ય દેહવાળો હતો. પરંતુ સમય જતાં, તાંત્રિક યોગ, મોટા ભાગે તેનો સિદ્ધાંત તેની યાંત્રિક ક્રિયાઓમાં ગુમાવી બેઠો અને તંત્ર એ એક ગૂઢ સંયોજન અને મંત્રમય વિદ્યા બની રહી. તંત્રશાસ્ત્રમાં ચાર પાદો સ્વીકારેલ છે: ૧. શાનપાદ : જ્ઞાન દ્વારા મનુષ્યમાં રહેલ પરમ પુરુષતત્વ તથા પ્રકૃતિ (દિવ્યશકિત)ને આત્મસાત્ કરવો. ૨. યોગપાદઃ દિવ્યશકિત સાથે સાધકે સાયુજય સાધવાનું હોય છે. યોગ એક ચૈતસિક અનુશાસન છે. પ્રત્યક્ષ અનુભવ પર અહીં વિશેષ ભાર છે. ૩. ક્રિયાપાદ સામૂહિક પૂજા-પાઠને સ્થાને વૈયકિતક સાધના પર ભાર છે. ૪. ચર્યાપાદઃ વૈયકિતક પૂજાભકિત. ખાસ કરીને પ્રતીકો, સંકેતો, મુદ્રાઓ દ્વારા તેમાં પ્રત્યેકવિધિનેઝીણવટપૂર્વક નિશ્ચિત રૂપ આપેલછે; અને સાધકની આચારસંહિતાનો એ જ આધાર છે. વાસ્તવમાં તાંત્રિક-યૌગિક સાધનામાં ચર્યાપાદ જ અનન્ય આધાર બની રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy