SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪] [ શ્રી પાર્વનાથોપસર્ગ-હારિણી તંત્રોકત ઉપાસનાના ચાર પ્રકાર છે: ૧. બ્રહ્મભાવ: અદ્વૈતભાવ, ૨. ધ્યાનભાવઃ સ્વૈતભાવ, ૩. જપસ્તુતિ : માનસિક કે વાચિક અને ૪. પૂજા : કાયિક પૂજા (સ્થળ અને ઊતરતી). આ પૂજા તંત્રશાસ્ત્રમાં યંત્ર' દ્વારા કરવામાં આવે છે. ત્રઋષિઓએ અનુભૂત કરેલી શકિતઓ મંત્રમય બની વેદગ્રંથિત થઈ. આગમગ્રંથો પણ વેદોની માફક મંત્રગ્રંથો છે અને વેદ જેટલા જ પ્રાચીન છે. આથી તંત્રો પણ વેદોની સમાન કક્ષાએ સ્વીકારાય છે. જેમ વેદો અપૌરુષેય મનાય છે તેમ, તંત્રોને પણ અન્ય પ્રમાણની જરૂર નથી. જેમ પરમાત્મા વેદપ્રણેતા ગણાય છે તેમ, શિવ આગમોના ઉબોધક રૂપે સન્માનિત છે. તંત્રનું મૂળ ‘ત ધાતુમાં એટલે કે પ્રસરવું'ના અર્થમાં છે, એમ ઘણા વિદ્વાનો માને છે. તેઓ એનો તાણાવાણાની ગૂંથણી (વણાટ) એવો અર્થ ઘટાવે છે. 'તંત્ર' શબ્દનો અર્થ ક્રિયાયોગ' એવો થાય છે, અને તે ઉપરથી તેનું નિરૂપણ કરનારા ગ્રંથો પણ તંત્ર” કહેવાય છે. વર્તમાન હિન્દુધર્મમાં તંત્રોકત ઘણી ક્રિયાઓ ચાલે છે. તંત્ર તે ધર્મના રહસ્યભૂત મંત્રને ક્રિયા દ્વારા સિદ્ધ કરવાની ગતિ છે. મંત્રમાં જે મનનાર્થ રહસ્ય સમાયેલું હોય છે એને અનુભવમાં લેવા માટે તંત્રની યોજના છે. તંત્રમાર્ગમાં અસ્તિત્વના મુખ્ય છેડાઓ તરીકે બ્રહ્મ અને શકિત - એ બંનેનો સ્વીકાર કરવામાં આવે છે. એ માન્યતામાં એક મહાન અને સર્વમાન્ય સત્ય સમાયેલું છે. બ્રહ્મ અને શકિતના ઐકયમાં સમગ્ર અસ્તિત્વનું રહસ્ય સમાયેલું હોવાથી પ્રકૃતિને તંત્રમાં બ્રહ્મની શકિત તરીકે અથવા તંત્રમાર્ગ પ્રમાણે બ્રહ્મની ક્રિયાત્મક સ્થિતિ તરીકે સ્વીકારવામાં આવે છે. મનુષ્યની પ્રકૃતિનું ક્રમે ક્રમે બ્રહ્મની શકિતમાં રૂપાન્તર કરવું એ તંત્રનો સિદ્ધાંત છે. અને તંત્રમાર્ગમાં પ્રકૃતિના અમુક કરણનું જ નહિ, પરંતુ સમગ્ર પ્રકૃતિનું જ રૂપાન્તર કરવામાં આવે છે. તંત્રમાર્ગની સાધનામાં હઠયોગની કઠિન ક્રિયાઓનો સમાવેશ થાય છે, અને તેમાં પણ મૂલાધારમાં રહેલી કુંડલિની શકિતને જાગૃત કરી, બ્રહ્મરંધ્રમાં લઈ જઈ, ત્યાં રહેલા ચૈતન્ય જોડે એક થતાં ષચક્રનું સૂક્ષ્મ પ્રાણાયમ કોષોમાં આવી રહેલા છ ચક્રોનું - ભેદન કરવામાં આવે છે. તાંત્રિક આચારના વિવિધ પ્રકારો તેના મૂળ સ્વરૂપમાં તંત્ર એક મહાન અને બળવાન સાધનાપ્રણાલિ હતી; અને તેનો પાયો એવા વિચારો પર સ્થાપિત થયેલ હતો, તે બાબતમાં કંઈક તો સત્ય હતું જ. એમ જોઈએ તો એ માર્ગનું બે પંથમાં - દક્ષિણમાર્ગ અને વામમાર્ગમાં – વિભાજન થયું, તે પણ અમુક ગહન દષ્ટિબિન્દુને કારણે હતું. દક્ષિણ અને વામ એ બે શબ્દોનો અર્થ એવો હતો કે, એક હતો જ્ઞાનમાર્ગ અને બીજો હતો આનંદમાર્ગ. દક્ષિણમાર્ગ ઉચ્ચતર સાધનને અનુકૂળ અથવા તો પ્રવૃત્તિમાર્ગ હતો. વામમાર્ગ નિવૃત્તિમાર્ગ તેમ જ પ્રવૃત્તિમાર્ગને પ્રતિકૂળ હતો. દક્ષિણ માર્ગમાં પ્રકૃતિ મનુષ્યમાં રહીને પોતાની શકિતના બળે અને પોતાની શકિતઓ, તત્ત્વો તથા શકયતાઓનો વિવેકપૂર્વક પ્રયોગ કરીને પોતાને મુક્ત કરે એ આદર્શ હતો. વામમાર્ગમાં મનુષ્યમાં રહીને પ્રકૃતિ આનંદપૂર્વક પોતાની શકિતઓ, તત્ત્વો અને શકયતાઓનો સક્રિયપણે સ્વીકાર કરીને મુકિત સાધે એ આદર્શ હતો. પરંતુ છેવટના ભાગમાં બંને માર્ગોમાં સિદ્ધાંતો સંબંધે અંધાધુંધી પ્રવર્તી, પ્રતીકોમાં વિકૃતિ દાખલ થઈ અને પરિણામે પતન આવી પડ્યું. -: યંત્ર :યંત્રએટલે દેવનું કેદેવીનું નગર, ઘરકે શરીર.જેદેવ-દેવીનું યંત્ર હોય તે દેવ-દેવીયંત્રમાં સાક્ષાત્નિવાસ કરે. જેવી રીતે આત્માને શરીરથી જુદો ન કરી શકાય, તેવી રીતે યંત્ર અને દેવ-દેવીને જુદા ન કરી શકાય. યંત્ર અને દેવ-દેવી એક જ. દેવતાઓ યંત્રને આધીન છે, યંત્ર મંત્રને આધીન છે અને મંત્ર મંત્રકર્તાને આધીન છે. માટે દેવી-દેવતાઓએ માનવકલ્યાણ અર્થે વિવિધ યંત્રોની વિધિ કહી છે. યમુ” ધાતુ અને ત્ર' પ્રત્યય મળીને યંત્ર' શબ્દ બન્યો છે. યમુ” એટલે સીમા, “ત્ર' એટલે રક્ષણ કરનાર. “ચ્છિતિ ત્રાય તિ પમ્ એટલે કે યંત્ર ઈચ્છિત વસ્તુ આપે છે અને રક્ષણ પણ કરે છે. એક અર્થ એવો પણ છે કે જે તેજ કે શક્તિઓનો પ્રાણોમાં સંચય થયેલો છે તેની વૃદ્ધિ કરવી, તેને મુકત કરી યોગ્ય રસ્તે અને યોગ્ય રીતે વહેવા દેવી. યંત્ર શકિતઓનો ભંડાર છે અને સાધક પોતાની સાધનાના બળ ઉપર તેમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy