SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી – તંત્રઃ'તંત્ર' શબ્દનો એક વેદથી અને બીજો મંત્રથી, એમ બે પ્રકારે ભેદ પાડવામાં આવે છે. તંત્ર માટે નિગમથી ભિન્ન એવો 'આગમ' શબ્દ વપરાય છે. આગમ એટલે સ્મૃતિ અને નિગમ એટલે શ્રુતિ એવો પણ એક અર્થ છે. વૈદિક ક્રિયા સિવાયની પુરાણકાળમાં ઉત્પન્ન થયેલી ક્રિયા તે તાંત્રિક ક્રિયા કહેવાય છે. તંત્ર તે ધર્મના રહસ્યભૂત મંત્રને ક્રિયા દ્વારા સિદ્ધ કરવાની રીતિ છે. મંત્રમાં જે મનનાર્થ રહસ્ય સમાયેલું હોય છે, એને અનુભવમાં લેવા માટે તંત્રની યોજના છે. તંત્રશાસ્ત્રના મુખ્ય ત્રણ વિભાગ પડે છેઃ (૧) આગમ : જે વડે ભોગ-મોક્ષના ઉપાયો બુદ્ધિમાં ચઢી શકે છે તે આગમ (જુઓ: વાચસ્પતિ મિશ્ર - યોગભાખટીકા). જે ગ્રંથ પોતાના પ્રામાનો અધાર પોતાના જ ઉપર રાખે તે નિગમ (સ્વત = કર્મ, ઉપાસના અને જ્ઞાનનું સ્વયંભૂઊંડાપણું જણાવે તે વેદયાનિગમ. આગમ અને નિગમ -એ બંને સાહિત્યમાં આગમો ઘણે ભાગે દ્રાવિડ દેશમાં (દક્ષિણાપથમાં) અને નિગમ (વદ) ઉત્તરાપથમાં ઘડાયાં. સમય જતાં, આગમ શબ્દ વેદનો પણ પર્યાય થઈ ગયો છે. જૈન ધર્મશાસ્ત્રોને પણ આગમ કહ્યાં છે (પરંતુ ત્યાં તેની અર્થભિન્નતા છે). વળી, એમ પણ કહેવાય છે કે શિવના મુખારવિંદમાંથી જે બહાર આવ્યું હોય, પાર્વતીજીના હૃદયમાં જે સોંસરું ઊતરી ગયું હોય (માતા શિવ-વો અતિ ઉરિનાનને ) અને વાસુદેવે જે માન્ય રાખ્યું હોય, તે આગમ કહેવાય છે. આગમોમાં સૃષ્ટિ, પ્રલય, દેવતાઓની પૂજા અને ચાર પ્રકારના ધ્યાનયોગની ચર્ચા કરવામાં આવેલ છે. (૨) યામલઃ જેમાં જગતુતત્ત્વ, જ્યોતિષ અને વર્ણધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે સાહિત્ય. (૩) મુખ્યતંત્ર : જેમાં પૃથ્વીની ઉત્પત્તિ, લય, મંત્રનિર્ણય, વિવિધ દેવતાઓનાં સ્થાન, યંત્રનિર્ણય, તીર્થ, આશ્રમધર્મ, સ્ત્રીપુરુષધર્મ, રાજધર્મ, દાનધર્મ, યુગધર્મદિવષયોનું નિરૂપણ કરવામાં આવેલ છે તે સાહિત્ય. તંત્ર સાહિત્ય આગમગ્રંથોના ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે, જેમ કે, (૧) શૈવાગમ દક્ષિણ ભારતની શૈવ શાખા શૈવ સિદ્ધાંતની છે. તેના આગમગ્રંથોની સંખ્યા (મૂળ આગમો ૨૮ તથા ઉપ-આગમો ૨૦૭) વિશાળ છે. તારક તંત્ર, વામ તંત્ર આમાં મુખ્ય છે. સંમોહન તંત્રમાં ૬૪ તંત્રો, ૩૨૭ ઉપતંત્રો અને મામલ, ડામર, સંહિતા અને બીજા શૈવ ગ્રંથોનો નિર્દેશ છે. (૨) વૈષ્ણવ શાખા : આ સાહિત્યમાં ૭૫ તંત્રો તથા ૨૦૫ ઉપતંત્રોનો સમાવેશ થયો છે. આ સંખ્યા પણ મોટી છે. શકિતસંગમતંત્ર અનુસાર વૈષ્ણવ સંપ્રદાયના દસ તાંત્રિક ભેદો છે. જેવા કે, નિમ્બાર્ક, ભાગવત, વીરવૈષ્ણવ, પાંચરાત્ર, વૈખાનસ, શ્રીરાધાવલ્લભી, વૃન્દાવની, રામાનંદી, 'હરિવ્યાસી તથા ગોકુલેક્ષી. (૩) શકિતપથ આ સાહિત્યમાં કૌલ (૬૪ તંત્રો), મિશ્ર (૮ તંત્રો) તથા સમય (૫ તંત્રો)નો સમાવેશ થાય છે. તાંત્રિક શાખામાં શકિતને આનંદભૈરવી, ત્રિપુરસુન્દરી, લલિતા - એમ વિવિધ નામ આપેલ છે. આચારને દષ્ટિમાં રાખીને આગમ યા તંત્ર સાહિત્યના સાત ભેદ પણ પાડી શકાય; જેમ કે, વૈદિક, વૈષ્ણવ, શૈવ, દક્ષિણ, વામ, સિદ્ધાંત અને કૌલ. આમ, સમગ્ર તંત્ર સાહિત્ય અત્યંત વિશાળ છે; પરંતુ તેમાંના મોટા ભાગના ગ્રંથો હાલ ઉપલબ્ધ નથી, ઘણા ગ્રંથોનો નાશ થયો છે. તંત્રશાસ્ત્રોમાં શુદ્ધિના પાંચ પ્રકારો માનેલા છે - ૧. આત્મ શુદ્ધિ શરીર અને મન - બંનેની શુદ્ધિ આવશ્યક છે. ૨. સ્થાન શુદ્ધિ : આસન, સ્થળ વગેરે પણ શુદ્ધ હોવાં ઘટે. ૩. મંત્ર શુદ્ધિ : જે મંત્ર જપવાનો હોય તેમાં કોઈ અક્ષરની ભૂલ રહેવી ન જોઈએ. ૪. દ્રવ્ય શુદ્ધિ મંત્ર જપ દરમિયાન વાપરવાનાં દ્રવ્યો-વસ્તુઓની શુદ્ધિ આવશ્યક છે. ૫. દેવ શુદ્ધિ : દેવની ખાસ પીઠ, સ્થાપન, આસન વગેરેની શુદ્ધિ હોવી જોઈએ. અધિકારભેદે સાધકના ત્રણ પ્રકાર માનવામાં આવ્યા છે. જેવા કે, ૧. પશુ (=તામસિક) જડ, મૂઢ અને મુખ્યતઃ શારીરિક સ્વરૂપની જરૂરિયાતો તથા માનસિક આવેગ મુજબ વર્તન કરનારો ભૌતિક મનુષ્ય” અને 'બહિર્મુખ માનવી' –એ પાશથી બંધાયેલો હોઈ પશુ' કહેવાય છે. ૨.વીર (=રાજસિક) સ્વભાવે તરવરિયો, જુસ્સાદાર, બ્રહ્મવાન, કર્મ માટે તલપાપડ અને માનસિક આવેગવાળો. ૩. દેવ (=સાત્વિક) : સંસ્કારી. સૌમ્ય. ગંભીર, બૌદ્ધિક અને સ્વસ્થચિત્ત આધ્યાત્મિક માનવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy