SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૫૧ વરસાવે કરવાથી મા ભગવતીની પરમ કૃપા, સર્વમંગલ, ભોગમોક્ષ વગેરેની પ્રાપ્તિ થાય છે. આ મંત્રમાં આવતા બીજમંત્રોનો અર્થ શબ્દકોષ પ્રમાણે થતો નથી. ‘ફ્’ બીજને વાગ્બીજ કહે છે. વાગ્બીજ સરસ્વતીની કૃપા છે. પરિણામે શાસ્ત્રજ્ઞાન, કવિત્વશકિત, વાદજય, મેધાશકિત વગેરે પ્રાપ્ત થાય છે. ‘ ↑’ બીજ મન્ત્રરાજ કહેવાય છે. તેમાં મનને પ્રસન્નતા, શીતળતા, એકાગ્રતા વગેરે આપવાનું અપાર સામર્થ્ય છે. ‘ વર્તી ’ બીજને કામબીજ કહેવાય છે. સાધકને ઇષ્ટદેવ અથવા ઇષ્ટશકિત તરફ સમાકર્ષણ કરી, તેનાં વાસના અથવા કામના–બીજોને બાળવાની શકિત આ બીજમાં છે. આ બીજોને અગ્નિબીજ, ચંદ્રબીજ અને સૂર્યબીજ પણ કહેવાય છે. દા.ત. મૈં બીજ સૂર્યબીજ છે, મૈં બીજ ચન્દ્રબીજ છે અને વાઁ બીજ અગ્નિબીજ છે. ચંદ્રનો સંબંધ મન સાથે છે. અષ્ટમીના દિવસે મનની અર્ધકલા હોય છે. શાક્તો અષ્ટમી વ્રત કરીને અર્ધમનને મા ભગવતીના ચરણારવિંદમાં સમર્પે છે. વળી અમાવાસ્યા એ મા ભગવતીના મનની પૂર્ણ સમાધિ છે. તે દિવસે શાતો બહિરંગ પૂજા કરતા નથી, પણ પૂર્ણ અદ્વૈતભાવથી માનું યજન કરે છે. નમસ્કાર મહામંત્ર : નમો અરિહંતાણં । નમો સિદ્ધાણં । નમો આયરિયાળું। નમો ૩વાનું। નમો તો सव्व साहूणं ।। एसो पञ्च नमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवई मंगलं ॥ આ જૈન પરામંત્રમાં સર્વ પાપના નાશકર્તા એવા પંચપરમેષ્ઠી ઃ ૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. આચાર્ય, ૪. ઉપાધ્યાય અને ૫. સાધુને નમસ્કાર કરવામાં આવ્યા છે. કહ્યું છે કે, નમÓાર સમો મંત્ર, રામુન્દ્રય સમો ગિરિ, વીતરાગ સમો ટેવ, ન ભૂતો ન મવિષ્યતિ । અર્થાત્ નમસ્કાર જેવો મંત્ર, શત્રુંજય જેવો પર્વત, વીતરાગ જેવો દેવ, અન્ય કોઈ થયો નથી અને થશે પણ નહિ. આ ત્રણેય વસ્તુઓ પોતપોતાના ક્ષેત્રમાં અજોડ છે, અદ્વિતીય છે. આ નમસ્કાર મહામંત્રમાં દેવ, ગુરુ અને ધર્મનું અસ્તિત્વ છે. મંત્રના પ્રારંભનાં બે પદો અરિહંત (સાકાર અને સકલ સ્વરૂપ) અને સિદ્ધ (નિરાકાર અને નિષ્કલ સ્વરૂપ) એ દેવ-સ્થાને છે. જ્યારે પછીનાં ત્રણે પદો – આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ – ગુરુસ્થાને છે. પાંચેય પદો ગુણવાચક છે. આ ગુણોથી સમ્યગ્ એવાંદર્શન, જ્ઞાન, ચારિત્ર લેવાનાં છે. આ ગુણો ધર્મ-સ્થાને છે. આથી નિશ્ચિત છે કે, આ મહામંત્રની ઉપાસના કરવી એ દેવ-ગુરુ-ધર્મની ઉપાસના કરવા બરાબર છે. આ નમસ્કાર મંત્રને અર્થથી અરિહંતદેવે કહેલો છે અને શબ્દથી ગણધર ભગવંતોએ એટલે કે તેમના પટ્ટશિષ્યોએ ગૂંથેલો છે. તેની રચના સારગર્ભિત સુંદર શબ્દો વડે થયેલી છે. એટલે તેની ગણના ‘સૂત્ર’ તરીકે થાય છે. જે સૂત્ર વારંવાર મનન કરવા યોગ્ય હોય તે 'મંત્ર' કહેવાય છે. આ નમસ્કાર મંત્ર જિનશાસન (ચઉદ પૂર્વ)નો સાર છે; અચિંત્ય પ્રભાવશાળી છે. આ મંત્રલૌકિક (વશીકરણ, ઉચ્ચાટન, મોહન, મારણ જેવો) નથી, પરંતુ લોકોત્તર (આત્મશુદ્ધિ કે મોક્ષપ્રાપ્તિ માટેનો ) છે. પંચપરમેષ્ઠીની અચિંત્ય શકિત આગળ દેવદેવીઓની શકિત કાંઈ વિસાતમાં નથી. નિષ્કામભાવે જપવા છતાં અલ્પસમયમાં ફળદાયી નીવડે છે. સાધકની સર્વ કામનાઓ પૂરી કરે છે. આ મંત્રનો કોઈ એક અધિષ્ઠાયક દેવ નથી, અનેક દેવો તેના સેવકો થઈને રહેલા છે. આ મંત્રમાં લોકોત્તર વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રહેલું છે. વળી, આ મંત્ર ઉચ્ચારની દષ્ટિએ જોતાં ક્લિષ્ટ કે કઠિન નથી; પણ તદ્દન સરળ છે. તેનો અર્થો પણ સ્પષ્ટ છે. સૌ તે સરળતાથી બોલી અને સમજી શકે છે. અહીં 'નમો' પદ પાંચ વાર આવેલું છે, જ્યારે અન્ય મન્ત્રોમાં તે એક કે બે વાર આવે છે. આ નમઃ પદ ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર તથા તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ મહત્ત્વનું છે. આ મંત્રનું ઉચ્ચારણ કરતાં ૬૮ તીર્થોની યાત્રા થઈ જાય છે. તેનો એક અક્ષર એક તીર્થ બરાબર છે. પ્રણવ (કાર), દ્વીકાર, અદ્દે વગેરે શકિતશાળી બીજો તેમાં છૂપાયેલાં છે. આમ, સર્વ મંત્રોનું તે ઉત્પત્તિસ્થાન છે. દા.ત. ૐ કારની રચના પંચપરમેષ્ઠી સૂચક અ + અ + આ + ૩ + એ પાંચ અક્ષરો વડે થયેલી છે એવું એક અર્થઘટન છે. જેમ કે અરિહંતનો પ્રથમ અક્ષર અ છે, સિદ્ધ અથવા અ-શરીરીનો પણ પ્રથમ અક્ષર ઞ છે, આચાર્યનો પ્રથમ અક્ષર છે, ઉપાધ્યાયનો પ્રથમ અક્ષર ૐ છે અને સાધુ કે મુનિનો પ્રથમ અક્ષર મ છે. તેનું સંયોજન કરતાં અ + અ = આ થાય, આ + ઞ = આ થાય, આ + ૩ * ઓથાય, તેમાં મ્ ઉમેરાતાં ઓમ્ (૩) થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy