SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] | શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી. અર્થાત્ યોગીઓ-યોગસાધકો બિન્દુથી સંયુકત એવા ઇચ્છિત કામસુખને આપનારા તથા મોક્ષને આપનારા ૐકારનું ધ્યાન ધરે છે; આવા ૐકારને-૩ૐનામના મંત્રને વારંવાર નમસ્કાર હો.' આ શ્લોકમુનિ-મહાત્માઓના વ્યાખ્યાન પ્રસંગે પ્રારંભમાં પ્રાયઃ બોલાય છે; તે પરથી પણ તેનું મહત્ત્વ સમજી શકાય છે. દિવ્યશકિતના અનેક ઉપાસકોને વિચારવાહન બનતા શબ્દની અર્થશકિત અપારસામર્થ્યવાળી બને છે. ઉત્તમ ચિંતકો અને સાધકોના દીર્ઘકાલીન ચિંતન-મનનનું સાધન બનતાં શબ્દમાં પ્રયોક્તાઓએ આરોપેલા અર્થને બળ અર્થગૌરવ આવે છે, અને એના ઉપયોગના પ્રમાણમાં ઓજસ્ વૃદ્ધિ થાય છે. આ દષ્ટિએ વિશ્વના શબ્દભંડોળમાં ૐકારનું સ્થાન અનુપમ છે. અન્યાન્ય ધર્મ-ચિન્તનને લગતા વામયમાં આવા અર્થભાર ધરાવનારા શબ્દોનો ધ્વનિ ૐને જ મળતો જોવા મળે છે. આપણે હવે ૐના અર્થને ઝીણવટથી ઊંડાણથી સમજીએ : શબ્દ બે પ્રકારના હોય છેધ્વન્યાત્મક અને વર્ણાત્મકધ્વન્યાત્મક શબ્દ જ વર્ણાત્મક શબ્દનો મૂળ આધાર હોય છે. જેવી રીતે બ્રહ્મ સૃષ્ટિનો આધાર છે, તેવી રીતે શબ્દબ્રહ્મ બધા શબ્દોનો મૂળ આધાર છે. અવ્યકત હોવા છતાં પણ જેમાં વ્યકત થવાની ક્ષમતા છે, તે જ બ્રહ્મ છે. વર્ણાતીત હોવા છતાં પણ જે બધા વર્ણોને જન્મ આપે છે તે જ છે શબ્દબ્રહ્મ, જેને પરાવાણીનો વિષય કહેવામાં આવે છે, જે ભાષાતીત છે, અનિર્વચનીય છે અને મન બુદ્ધિથી પર છે. પ્રણવને વર્ણાત્મક શબ્દોમાં ૐ અથવા કાર રૂપે શાસ્ત્રકારોએ દર્શાવેલ છે. (પતંજલિમુનિ યોગદર્શનમાં કહે છે : “તણવા પ્રવા') ધ્વન્યાત્મક શબ્દ છે પ્રણવ; વર્ણાત્મક શબ્દ છે . ધ્વન્યાત્મક શબ્દ સ્વયંભૂ છે, સહજ છે; તેની ઉત્પતિ કે નાશ નથી. વર્ણાત્મક શબ્દોની ઉત્પતિ અને વિનાશ છે. વર્ણાત્મક શબ્દોનું ઉચ્ચારણ શકય છે, પરંતુ ધ્વન્યાત્મક શબ્દ ઉચ્ચારણનો વિષય નથી. બધા વર્ણાત્મક શબ્દો વૈખરી, મધ્યમા કે પશ્યન્તી વાણી વડે ઉચ્ચારવામાં આવે છે. દા.ત. ૐના ઉચ્ચારણમાં આ ત્રણેય વાણી-પ્રકારોનો ઉપયોગ થાય છે. 'અ', 'ઉ', 'મ'નાં ઉચ્ચારણમાં મો, કંઠ અને હૃદયનો ઉપયોગ થાય છે. શબ્દબ્રહ્મ આ ત્રણેય વાણીઓથી પર છે, એટલે કે એનું ઉચ્ચારણ મોં, કંઠ કે હૃદય વડે થઇ ન શકે. શબ્દબ્રહ્મ પરાવાણીનો વિષય છે. વર્ણાત્મક શબ્દ જાતે તત્ત્વ નથી, તે તો ફકત પ્રતીક છે-ઇશારો છે-વ્યાખ્યા છે, તેથી જ ગુણાત્મક છે. જો કે શબ્દબ્રહ્મ ભાષાતીત છે, છતાં પણ ભાષાના વર્તુળની અંદર શબ્દબ્રહ્મની સર્વોત્તમ વ્યકૃતતા ૐમાં જ થઇ છે. આથી ભારતીય શાસ્ત્રોમાં ૐને પરમાત્માનું સર્વોચ્ચ નામ કહ્યું છે. કારણ કે એના દ્વારા બ્રહ્મતત્ત્વના ગુણોનું વિસ્તારથી વર્ણન થયું છે. દા.ત. 'મારો વાસુદેવ યાત૩ (પિતામહ: મ& શિવરુપ..’ તથા જુઓ માંડકય ઉપનિષદ: ૩૪ રૂતિ પત૬ અક્ષર મ્ | ગાયત્રી મંત્ર તંત્રાયતે ત ગાયત્રી I ગાન કરનાર વ્યકિતનું રક્ષણ કરે તે ગાયત્રી. ગાયત્રી મંત્ર ઋગ્વદમાં આવે છે. તે ૩જા મંડળમાં ૬૦માં સૂકતમાં ૧૦મો મંત્ર છે. આ મંત્રના દ્રષ્ટા રાજર્ષિ વિશ્વામિત્ર છે. આ મંત્ર શુક્લ યજુર્વેદ તથા કૃષ્ણ યજુર્વેદમાં પણ જોવા મળે છે. ચારેય વેદોનો તે સાર મનાય છે. તેમાં માનવીના વ્યકિતત્વને ઉજ્વળ બનાવતી બુદ્ધિની નિર્મળતા અને સતુસાધ્ય પ્રતિ પ્રેરણા માટેની પ્રાર્થના છે. આ મંત્ર ભગવાન સવિતાને સમર્પિત થયો છે. મનુ ભગવાને પણ આને જ સાવિત્રીનું રૂપ માન્યું છે. સવિતા એટલે સૂર્ય. ગાયત્રીના અધિષ્ઠાતા સવિતા એટલે બીજું કાંઈ નહિ, પણ અનંત, કેવળ, ચેતનાનો વિશુદ્ધ પ્રકાશ છે. આ મંત્ર બુદ્ધિને દીક્ષિત - સંસ્કારી બનાવી, માનવીમાં નવેસરથી તપોમય અને જ્ઞાનમય જીવનનો પ્રારંભ કરવાનું શિક્ષણ આપે છે. તેમનો વૈ સવિતા પ્રવીયા)સાચી સમજપૂર્વક આ મંત્રનો જપ કરવાથી માનવમનમાં રહેલી સામાન્ય નિષેધાત્મક વૃત્તિઓને ઘણા મોટા પ્રમાણમાં ભૂંસી નાખી શકાય છે. ભારતમાં હિન્દુ બાળકોને જીવનની બહુ વહેલી અવસ્થામાં (મનુસ્મૃતિ મુજબ ઃ બ્રાહ્મણને ૫ વર્ષે, ક્ષત્રિયને વર્ષે અને વૈશ્યને ૮ વર્ષે ઉપનયન સંસ્કાર આપવાનું વિધાન છે.) ગાયત્રી મંત્રની દીક્ષા (કોઇ પણ વૈદિક વિધિમાં ભાગ લેવા માટે યોગ્ય બનવા લેવાતી તાલીમ) આપવામાં આવે છે, નવાર્ણ મંત્ર: “૩%ી વતી ચામુંડા વિચૈ' આ મંત્રનાં સવા સવા લક્ષનાં બને તેટલાં વધુ અનુષ્ઠાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy