SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ' [ ૧૪૫ અર્થાતુ, ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. એ અહિંસા, સંયમ અને તપ રૂપ છે. જે માનવીનું મન સદાય ધર્મમાં લીન છે, તેને દેવતા પણ નમસ્કાર કરે છે. મંત્રને શબ્દ અને ધ્વનિના સ્તરે વૈજ્ઞાનિક પ્રક્રિયાથી પણ સમજી શકાય છે. એટલે મંત્ર-વિજ્ઞાનને શબ્દવિજ્ઞાન જ સમજવું જોઇએ. માનવશરીરનું નિર્માણ વિભિન્ન તત્ત્વોથી થયું છે. એમાં બે વસ્તુ કામ કરી રહી છે: સૂર્યશકિતથી આપણી અંદર વિદ્યુત શકિત કામ કરી રહી છે. એવી જ રીતે બીજો સંબંધ સોમરસ પ્રદાતા ચંદ્ર સાથે છે. એનાથી મેગ્નેટિક કરન્ટ' કામ કરે છે. આ મેગ્નેટિક કરન્ટ (ચુમ્બકીય વિદ્યુતુધારા)ની મદદથી માનવીના શરીર અને તેની માંસપેશીઓ સુધી પહોંચી શકાય છે. પરન્તુ મનની અનંત ગહરાઇ અને દ્રવ્યનાં શકિતબીજ આ કરન્ટ ની પકડથી દૂર છે. એ માટે આપણા પ્રાચીન ઋષિ-મુનિઓ અને મહાત્માઓએ દિવ્યશકિતની શોધ કરી છે. આ દિવ્યશકિત દિવ્યકર્ણ પણ છે. એનાથી આપણે મનને સાંભળી શકીએ છીએ અને સંભળાવી પણ શકીએ છીએ. જે રીતે સમુદ્રમાં એક કેબલ નાખીને એક-બીજાના સંવાદને દૂર સુધી પહોંચાડી શકાય છે; એવી રીતે પછીથી તારની અને પછીથી તાર વિનાના તારના માર્ગની શોધ થઈ.આજે તો આપણે ચંદ્રલોક સુધી આપણી વાત પહોંચાડી શકીએ છીએ, અને ત્યાંથી વાત પામી શકીએ છીએ. સેટેલાઈટ' થી આપણે સુપરિચિત છીએ.સમસ્ત સંવાદ તેમાં એકત્ર થઈ જાય છે અને પછી ત્યાંથી તેને અલગ અલગ સ્થાનોએ મોકલી શકાય છે. તાત્પર્ય એ કે, આપણે જે શબ્દ બોલીએ છીએ તે પકડી શકાય છે, અને પુનઃ પ્રસારિત કરી શકાય છે. તેને ગંતવ્ય સુધી પહોંચાડી શકાય છે. વિશ્વભરના સર્વધ્વનિઓ જે પરાપૂર્વથી આકાશ-તરંગોમાં મળીને ક્યાંય ભટકી રહ્યા છે, એને પણ વિજ્ઞાનની સહાયથી પકડી શકાય તેમ છે. એ પણ સંભવ છે કે આકાશમાં પ્રસરી ગયેલી મહાન વિભૂતિઓની દિવ્યવાણી પણ એક દિવસ વિજ્ઞાનની સહાયતાથી સાંભળી શકીએ. આ ભૂમિકાએ અધ્યાત્મશકિતની અતિ વિકસિત અવસ્થામાં આપણે મંત્રના (બીનતારના તાર) માધ્યમથી પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. દિવ્યકર્ણ વિકસિત કરીને દિવ્યધ્વનિ સાંભળી શકીએ છીએ. વાણી અર્થાતુ ભાષાના ચાર સ્તર (વૈખરી, મધ્યમા, પશ્યતી અને પરાવે છે, તે પણ મંત્ર-વિજ્ઞાનની ધ્વનિમૂલકતાનું સમર્થન કરે છે. ભાષા પોતાની ભાવાત્મકતાથી જન્મીને સ્થૂળ શબ્દોમાં ઢળે છે અને પછી ધીરે ધીરે અને એ જ ભાવાત્મકતામાં લીન થઈ જાય છે. મંત્ર-વિજ્ઞાનમાં શબ્દની મહત્તાને આપણે સમજી રહ્યા છીએ. આખરે એ શબ્દ, એ ભાષા, કોણ જાણે કેટલાયે સ્રોતથી બની હશે ! ઠીક છે; પણ જે મૂળભૂત બીજ-શબ્દ અને વર્ણ છે તે તો વસ્તુ-ક્રિયામાંથી જ જન્મ્યાં છે. વાસ્તવમાં જ્યાં સુધી આપણો આશય (વિચાર કે ભાવ) શબ્દ અથવા ધ્વનિમાં વ્યકત થઈને આકાર ધારણ નથી કરતો ત્યાં સુધી આપણે એને અવ્યકત ભાષા કહી શકીએ છીએ. એટલે, સ્પષ્ટ છે કે ભાષા અથવા ધ્વનિનો આપણા મૂળ માનસ સાથે સીધો - આંતર અને બાહ્ય - સંબંધ છે. કોઈપણ દ્રવ્યની ઉર્જાને પકડવા માટે અને તેને અન્ય સુધી પહોંચાડવા માટે આપણે વસ્તુમાં રહેલા વિદ્યુત્ક્રમને સમજવો પડશે. એ જાણવું પડશે કે એનાથી ક્યા પ્રકારના ક્રિયા-તરંગ વહી રહ્યા છે. એ માટે પ્રાચીન ઋષિઓએ એક વિધિ પ્રસારી. તેમણે અગ્નિને સળગતો જોયો. અગ્નિની તીવ્ર જ્વાળામાંથી તેમને 'રૂ'ધ્વનિ ઉત્પન્ન થતો અને સંભળાતો અનુભવ્યો. તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે અગ્નિમાંથી રૂ' ધ્વનિ ઉત્પન્ન થાય છે એટલે 'રૂ' થી અગ્નિ ઉત્પન્ન કરી શકાય છે. બસ, 'રૂ' અગ્નિબીજના રૂપમાં માન્ય થઈ ગયો. એ જ રીતે, પૃથ્વીની સ્થૂળતાથી 'લ' ધ્વનિ નિર્માણ પામે છે. કોઈ તરલ પદાર્થ જ્યારે સ્થૂળ થવાની પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે 'લ' ધ્વનિ થાય છે. જળપ્રવાહથી 'વ' ધ્વનિ પ્રગટે છે. 'વ' જ જળનો આધાર છે. જેમ જળથી 'વ” ધ્વનિ પેદા થાય છે તેમ 'વ” થી જળ પણ પેદા થઇ શકે છે. - તત્ત્વોના વિવેચનથી એ સ્પષ્ટ થાય છે કે સૃષ્ટિના સમસ્ત ક્રિયાકલાપોમાં ધ્વનિ સર્વોપરી છે. રડાર' આદિની શોધ આ પ્રક્રિયાના આધારે જ થઇ. મંત્રવાદીઓ અને મંત્રસૃષ્ટાઓએ આ તથ્યને ધ્યાનમાં રાખીને મંત્રની રચના કરી. તત્ત્વોની શકિત તેમની ક્રિયાઓમાં જ પ્રગટે છે. વર્ણમાળાની શકિત સ્વરોમાં છે. વ્યંજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy