SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ] મૂળ છે, પણ તે સ્વરોની મદદ લઇને જ સક્રિય થઇ શકે છે; સ્વતઃ તે કંઇ કરતા નથી કે કરી શકતા નથી. એ જ કારણે વ્યંજન્રોને યોનિ કહ્યાં છે અને સ્વરોને વિસ્તારક કહ્યા છે. સ્વરો સાથે યુકત થતાં જ વ્યંજન ઉદ્દીપ્ત થઇ ઊઠે છે. વ્યંજનોને તત્ત્વોની ભૂમિકાએ પાંચ વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે. સમાન ધર્મીપણાને લીધે તત્ત્વો અને વર્ષોની વ્યવસ્થા આ રીતે કરવામાં આવી છે 0:0 પૃથ્વીતત્ત્વ : જળતત્ત્વ : અગ્નિતત્ત્વ : વાયુતત્ત્વ : ક, ચ, ટ, ત, પ. ખ, છ, ૪, થ, ફ. ગ, જ, ડ, દ, બ. ઘ, ઝ, ઢ, ધ, ભ. પ્રથમ અક્ષર. દ્વિતીય અક્ષર. તૃતીય અક્ષર. ચતુર્થ અક્ષર. પંચમ અક્ષર. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આકાશતત્ત્વઃ ઙ, ઞ, ણ, ન, મ. આ રીતે વર્ણોને શકિત-સમુચ્ચય સાથે પકડવામાં આવ્યા. હવે જરૂરિયાત ઊભી થઇ કે શબ્દોને જીવનની સાથે કેવી રીતે જોડી શકાય ? સૃષ્ટિના વિકાસ અને ડ્રાસને કેવી રીતે સમજી શકાય? જીવનની સમગ્ર સ્થિતિઓને કેવી રીતે સમજી શકાય ? વ્યાકરણ, દર્શન અને ભાષાવિજ્ઞાને પોતપોતાની રીતે આ કામ કર્યુંછે. પરિણામે બધા શબ્દ તત્ત્વોનું મિલન છે, તે નિશ્ચિત થયું. મંત્રવિજ્ઞાનની વૈજ્ઞાનિકતાને સમજવા માટે આપણે મહામંત્ર ણમોકારના પ્રથમ પરમેષ્ઠીવાચી ‘અદ’ (અરિહંતાણં)ને લઇએ.‘અદ્દ મૂળ શબ્દ હતો, 'અહં' માં 'અ' પ્રપંચ જગતનો પ્રારંભ કરવાવાળો છે અને 'હ' એની લીનતાનો ઘોતક છે. 'અě' માં અંતમાં બિંદુ (*) એ લયનું પ્રતીક છે. બિંદુમાંથી સૃજન અને બિંદુમાં જ લય છે. અહીં પ્રશ્ન એ જાગે છે કે સૃજન અને મરણની આયાંત્રિક ક્રિયામાં જીવનશકિતનો અર્થાત્ જીવનશકિતને ચૈતન્ય દેનાર અગ્નિશિંકતનો તો અભાવ છે ? એટલે ઋષિઓએ 'અહં'ને 'અર્હ'નું રૂપ આપ્યું, એમાં અગ્નિશકિત-વાચી ''- ને જોડ્યો. એનાથી જીવાત્માને ઊઠીને પરમાત્મા સુધી પહોંચવાની શકિત પ્રાપ્ત થઇ. એટલે, 'અર્હ'નું વિજ્ઞાન અત્યંત સુખદ આશ્ચર્ય પ્રદાન કરનાર સિદ્ધ થયું. ‘’ પ્રપંચ બીજનો બોધક છે, બંધન-બધ્ધજીવનનો બોધક છે અને ૬ શકિતમય પૂર્ણ જીવનો વાચક છે; પરંતુ ૬-ક્રિયમાણ ક્રિયાથી યુકત-ઉદ્દીપ્ત અને ૫૨મ ઉચ્ચ સ્થાને પહોંચેલ પરમાત્મતત્ત્વનો બોધક છે. Jain Education International વિભિન્ન કાર્યો માટે શબ્દોને મેળવીને મંત્ર બનાવવામાં આવેછે. મંત્રોનાં પ્રકાર, પ્રયોજન, પ્રભાવ અનેક છે. તેને વિધિવત્ સમજવાથી અને જીવનમાં ઉતારવાના સંકલ્પથી જ આ મંત્રવિજ્ઞાન સ્પષ્ટ થશે; કાર્યરત થશે. જેવી રીતે રસાયણશાસ્ત્રમાં વિભિન્ન પદાર્થોના આનુપાતિક મિશ્રણથી અદ્ભુત-અદ્ભુત ક્રિયાઓ અને રૂપો પ્રગટ થાય છે, તેવી રીતે શબ્દોની શકિત સમજીને, તેનું સાચું મિશ્રણ કરવાથી તેમાં સંહારાત્મક,આકર્ષક, ઉચ્ચાટક, વશીકરણાત્મક અને રચનાત્મક શકિતઓ ઉત્પન્ન કરી શકાય છે. મંત્રોમાં આ જ વાત છે. મંત્ર સૂક્ષ્મ રૂપ છે, બીજ રૂપ છે, જેનાથી બાહ્ય વસ્તુરૂપી વૃક્ષ ઉત્પન્ન થાય છે, જ્યારે બીજી બાજુ લોકોત્તર સુખનું દ્વાર પણ ખુલે છે. મંત્ર આત્મજ્ઞાન અને પરમાત્મ-પ્રાપ્તિનું મૂળ કારણ છે. પરંતુ એ ત્યારે જ શકય બને છે, જ્યારે જ્ઞાન હૃદયસ્થ બનીને આચરણમાં ઊતરે. મહાત્મા ગાંધીએ યોગ્ય જ કહ્યું છે : 'જો એ સાચું છે અને અનુભવ-વાકય છે, તો સમજી લો કે, જે જ્ઞાન કંઠથી નીચે ઊતરે છે અને હૃદયસ્થ બને છે તે મનુષ્યને બદલી નાખે છે; કારણ કે તે જ્ઞાન આત્મજ્ઞાન છે.’('બાપુ કે આશીર્વાદ', પૃ.૨૧૬/૧૭). આચરણ વિના જ્ઞાન વ્યર્થ છે. તેવી રીતે ચરિત્રનાં મૂળ વિશ્વાસ અને જ્ઞાન પર આધારિત હોવાં જોઇએ. અહંકાર વાસ્તવિક જ્ઞાન અને વ્યવહાર જ્ઞાનના શત્રુ છે, તો નમ્રતા-નિર્મળતા એ તેના મિત્ર છે. આથી જ મંત્ર-જ્ઞાન અહંકારી મનમાં નહીં પણ પ૨મ નિર્મળ મનમાં જ સમાય શકે છે. આપણે પણ મનને નિર્મળ બનાવીએ અને એ નિર્મળ મનોબળે મંત્ર-જ્ઞાન પ્રાપ્ત કરીએ, એ જ અભ્યર્થના ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy