SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શકતી નથી. વ્યંજનાને જ બીજાં રૂપે 'ધ્વનિ' કહેવામાં આવે છે. રામચરિતમાનસ'ના 'બાલકાંડ' (૨૩૨)માં સીતાજીની એક સખી જનકવાટિકામાં આવેલા રામ અને લક્ષ્મણને જોઈને, આનંદવિભોર બનીને સીતા અને અન્ય સખીઓને કહી રહી છે "देखन बाग कुँअर दो आये, वय किसोर सब भाँति सुहाए। स्याम गौर किमि कहौ बखानी, गिरा अनयन नयन बिनु बानी ।। અર્થાત્ "બે કુમાર બાગ જોવા આવ્યા છે. તેમની કિશોરાવસ્થા છે. તેઓ દરેક રીતે સુંદર છે. તેઓ શ્યામ અને ગૌર વર્ણના છે. તેમનું વર્ણન હું શી રીતે કરું? (કારણ કે) વાણીને નયન નથી અને નયનને વાણી નથી!” આ ચોપાઇનો સામાન્ય અર્થ તો સ્પષ્ટ જ છે; પરંતુ ચતુર્થ ચરણમાં વ્યંજના દ્વારા જે ભાવ વ્યકત થયો છે તેને કેવળ મર્મજ્ઞ જ સમજી શકે છે. રામ અને લક્ષ્મણના લોકોત્તર રૂપને આંખોએ જોયું છે, તેથી આંખો જ એ સારી રીતે બતાવી શકે તેમ છે; પરંતુ આંખો પાસે જીભ નથી, કેવી રીતે કહે? આ બાજુ જુઓ તો જીભે એ દશ્ય જોયું નથી, જોઇ શકે તેમ પણ નથી, તો શી રીતે કહે? બધું જ કહી દીધું, છતાં લાગે છે કે કાંઈ જ નથી કીધું ! રામ-લક્ષ્મણનું સૌદર્ય અનિર્વચનીય છે, મનસા- વાચાથી પર છે, અનુભૂતિનો વિષય છે. આ ધ્વન્યાત્મકતાને સમજ્યા વગર ઉકત ચરણનો આનંદ પામી શકાતો નથી. આવી જ વાત મંત્રની ભાવગરિમામાં છે. સામાન્ય માનવી અર્થના સાધારણ સ્તર પર જ જીવનભર પરિક્રમા કરતો રહે છે અને તેનું મંત્રના આત્મા સાથે તાદાભ્ય સધાતું નથી. જ્યાં ધ્વનિનો નાદમૂલક અર્થ છે ત્યાં મંત્રનું ઉચ્ચારણ સ્તરે ધ્યાન રાખીને જ તેનો પૂરો લાભ લેવો જોઇએ. મંત્રવિજ્ઞાનમાં ભકતની ચેતના અને મંત્રોચ્ચારથી ઉત્પન્ન થતાં ધ્વનિતરંગ જ્યારે નિરંતર ઘર્ષિત થાય છે ત્યારે સમસ્ત શરીર, મન અને પ્રાણમાં એક અદભુત કંપન આસ્ફાલિત થાય છે. ધીરે ધીરે આ કંપનથી એક વાતાવરણ-મંત્રમયતાનું વાતાવરણ નિર્માય છે અને ભકત તેમાં પૂર્ણતયા લીન બની જાય છે. લીન થવાની આ પરિપૂર્ણતા જ મંત્રનું સાધ્ય છે. આપણા ગુરુદેવો, કવિઓ અને મહાપુરુષોએ વાણીના આ મહિનાની બહુવિધ જાણકારી આપી છેઃ ऐसी वाणी बोलिये मनका आपा खोय। औरन को शीतल करे, आपहुं शीतल होय ॥ तुलसी मीठे वचन तें सुख उपजत चहुं और । वशीकरण इक मंत्र है, तज दे वचन कठोर ॥ શબ્દનો દુ:ખદાયી પ્રભાવ એટલો વધુ હોય છે કે માનવી જીવતો મરી જાય છે; અને શબ્દના સુખદાયી પ્રભાવથી મરતો માનવી જીવી જાય છે. શબ્દબ્રહ્મનો મહિમા અપાર છે. કહે છે કે, તલવારનો ઘા રૂઝાય છે, પણ વાગ્માણનો ઘા નહીં. સ્પષ્ટ છે કે વાણીમાં અમૃત અને વિષ બને છે. સમસ્ત વિશ્વ પર વાણીનો પ્રભાવ જોય શકાય છે. - આ રીતે મંત્રની સંપૂર્ણ ધ્વન્યાત્મકતા શરીરના અણુએ અણુમાં પ્રસરીને આત્માના આંતરલોકને સ્પર્શે છે અને એનાથી એની વિશુદ્ધતાનું લોકોત્તર દર્શન થાય છે. જૈન ધર્મમાં નમસ્કાર મહામંત્રવિશદ્ધ વિશ્વાસનો વિષય રહ્યો છે અને તે આજપણ વિજ્ઞાનની કસોટીએ બધી રીતે સાચો પડ્યો છે. તેની ભાષા, તેની અર્થવત્તા, તેની ભાવસત્તા અને તેની ધ્વન્યાત્મકતાને વિધિવતું સમજીને તેમાં દીક્ષિત થવું એ વધુ શ્રેયસ્કર છે. પૂર્ણ તાદાભ્યની અવસ્થામાં મૌનની મહત્તા સુવિદિત છે. એક મહાન વ્યકિતના મૌનમાં સેંકડો વ્યાખ્યાનોની શકિત હોય છે. તેથી મંત્રની સાચી આરાધના તેના મનનમાં જ છે. ચિત્તની પૂર્ણ વિશુદ્ધતાની સાથે કરવામાં આવેલું મનન અને ભાવનિમજ્જન મંત્ર-વિજ્ઞાનની ચાવી છે. મંત્ર એ ધર્મના બીજ રૂપ છે. બીજમાં વૃક્ષનાં દર્શન કરવાની ક્ષમતા માનવજન્મની સાર્થકતા છે. धम्मो मंगल मुक्किट्ठ,अहिंसा संजमो तवो। देवा वि तं नमस्सन्ति, जस्स धम्मे सया मणो॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy