SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૪૩ પરંપરાનો તેના પર વ્યાપક પ્રભાવ છે. મંત્રના સ્વતંત્ર-વિવેચનથી એ વાત સ્પષ્ટ થાય છે કે મંત્ર અર્થ અને શબ્દના સંશ્લિષ્ટ માધ્યમ વડે આપણને અધ્યાત્મમાં લઈ જાય છે; અર્થાત આપણે આપણાં મૂળસ્વરૂપમાં ઊતરવા લાગીએ છીએ. આ નિર્વિકાર અવસ્થા જ જીવનની ચરમ ઉપલબ્ધિ છે. મંત્રની ભાષા-નાદશકિત અને ધ્વનિતરંગ -નું સામાન્ય જીવનની ભાષાથી અને વ્યાકરણની ભાષાથી મોટું અંતર છે. સામાન્ય ભાષા અને વ્યાકરણની ભાષા સાર્થક અને સીમિત છે, તે મંત્રની અનંત અર્થમહત્તા અને ધ્વનિવિસ્તારને ધારણ કરી શકતી નથી. જ્યારે મંત્રમાં ધ્વન્યાત્મકતાનું ઘણું જ મહત્ત્વ છે. ધ્વનિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને અર્થથી બહુ વિશેષ છે. જૈનેન્દ્રજીએ કહ્યું છે કે, સાર્થક ભાષામાં મંત્રશકિત મુશ્કેલીથી ઉત્પન્ન થઈ શકે છે, કારણ તે અર્થથી સીમિત રહે છે. જેમાં ધ્વનિ અને નાદ છે તે અસીમિત છે, એમાં અનંત શકિત ભરી શકાય છે. મંત્ર-વિજ્ઞાન : મંત્ર-વિજ્ઞાન” એટલે મંત્રને સમજવાની વિશિષ્ટ જ્ઞાનાત્મક પ્રક્રિયા. આ પ્રક્રિયા વિશ્વાસ અને પરંપરાને છોડીને જ આગળ વધે છે. આ વિજ્ઞાનનું કાર્ય છે મંત્રના પૂર્ણ સ્વરૂપ અને પ્રભાવને પ્રયોગના ધરાતલ પર લાવીને, ચકાસીને તેની વાસ્તવિકતાને પ્રસ્થાપિત કરવાનું જ્યાં સુધી અધ્યયનકર્તા તટસ્થ અને રચનાત્મક દષ્ટિથી સમ્પન્ન નહીં હોય, ત્યાં સુધી તે આ પ્રક્રિયામાં સફળ નહી થાય. એ જ રીતે મંત્ર-વિજ્ઞાનનું બીજાં મહત્ત્વપૂર્ણ વિજ્ઞાન-રહસ્ય એ છે કે, તેમાં નિહિત (મંત્રમાં નિહિત) અર્થ, ભાષા, ભાવ અને ચૈતન્યના ઊર્તીકરણનીનિધિને વિભિન્ન સ્તરોએ સમજવાં. આશય એ છે કે મંત્રના બહુમુખી ચૈતન્યની ગુણાત્મક વ્યવસ્થાને વ્યવસ્થિત રીતે સમજવું એ મંત્ર-વિજ્ઞાન છે. અનુભૂતિજન્ય જ્ઞાન ચોક્કસપણે ચિંતન અને સિદ્ધાન્તજન્ય જ્ઞાનથી વધુ વિશ્વસનીય, પ્રત્યક્ષ અને વ્યાપક છે. મંત્ર-વિજ્ઞાનમાં પણ આપણે જેમ જેમ મંત્રની ઊંડાઈમાં ઊતરીશું, તેમ તેમ આપણે બૌદ્ધિક અને સૈદ્ધાંતિક ચિંતનથી અલગ પડતાં જઈશું અને એક વિશાળ અનુભૂતિ આપણામાં ઊભરાવા લાગશે. મંત્ર-વિજ્ઞાન વાસ્તવમાં વિશ્લેષણથી સંશ્લેષણની પ્રક્રિયા છે. અહંકારનો પૂર્ણત્વમાં વિલય એ મંત્ર-વિજ્ઞાન દ્વારા જ સ્પષ્ટ થાય છે. આમ, મંત્રવિજ્ઞાનને સમજવાનાં ત્રણ સ્તર છેઃ (૧) ભાષાનું સ્તર; (૨) અર્થનું સ્તર; અને (૩)ધ્વનિનું સ્તર (નાદનું સ્તર, વ્યંજના શકિતનું સ્તર). ઉપરાંત એક સ્તર સંમિશ્રણરૂપે પણ છે. ભાષાનું સ્તરઃ ઉદાહરણ તરીકે આપણે ણમોકાર મંત્રને જ લઈએ, તો જ્યારે પાઠક કે ભકત પહેલી વાર મંત્રને વાંચે કે સાંભળે છે ત્યારે સામાન્યતઃ તે મંત્રના પ્રચલિત ભાષારૂપને જ જાણી શકે છે, અને તેની સાથોસાથ તે સામાન્ય અર્થબોધને જાણવા માટે કંઈક સચેત બને છે. અહી ભાષાનો અર્થ છે રચનાનું શરીર (બાહ્ય આકાર) અને તેનાથી પ્રગટતું રૂપાત્મક અથવા ધ્વન્યાત્મક સંમોહન. આ કોઈ પણ રચનાને જાણવાની પહેલી અને સામાન્ય સ્થિતિ છે. અર્થન સ્તર : બીજી, ત્રીજી, ચોથી વાર જ્યારે આપણે મંત્રને વાંચીએ અથવા જપીએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરી છીએ ત્યારે આપણે શબ્દોના સ્થળ અર્થના પરિવેશમાં – પરિચિત અર્થના પરિવેશમાં ચાલ્યા આવીએ છીએ. અણમોકાર મંત્ર'માં અર્થના સ્તરે, અરિહંતોને નમસ્કાર હો, સિદ્ધોને નમસ્કાર હો વગેરે અર્થોથી આપણે પરિચિત થઈએ છીએ. આનાથી આપણો મંત્ર સાથે ગાઢ સંબંધ બંધાય છે; પરંતુ હજી પૂર્ણતા દૂર હોય છે. આ સ્તર તો એક સાધારણ અને અવિકસિત મસ્તિષ્કનું છે. અવિકસિત માનસિકતા ૫૦ વર્ષની વ્યકિતમાં પણ હોઈ શકે છે; તો બીજી બાજુ, ૧૦ વર્ષનો બાળક પણ પોતાની વ્યુત્પમતિથી માનસિક સ્તરે વિકસિત હોઈ શકે છે. એ તો આપણે નિત્ય જોઈએ છીએ કે ઘણી વ્યકિતઓ જીવનભર અર્થના સ્થળ સ્તરમાં ઘાણીના બળદની જેમ ફર્યા કરે છે. એની માનસિકતાનું એ એક સ્તર બની જાય છે. ધ્વનિનું સ્તરઃ કાવ્યશાસ્ત્ર શબ્દશકિતઓનું વિવેચન છે. આ શબ્દશકિતઓ ત્રણ છે: અભિધા, લક્ષણા અને વ્યંજના. સૌદર્યપ્રધાન અને જીવનની ગંભીર અનુભૂતિને પ્રાયઃ વ્યંજના દ્વારા જ પ્રકટ કરવામાં આવે છે. એનાથી તેની સુંદરતા વધે છે અને મૂળભાવ અતિ પ્રભાવક બનીને પ્રગટ થાય છે. દરેક વ્યકિત વ્યંજનાને પકડી ૧ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy