SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ] ( શ્રી પાર્શ્વનાથપસર્ગ-હારિણી 'बीजमन्त्रालयः पूर्व ततोऽष्टौ परिकीर्तिताः । गुरुबीजं शक्तिबीजं रमाबीजं ततो भवेत ।। कामबीजं योगबीज तेजोबीजमथापरम्। शान्तिबीजं च रक्षा च प्रोक्ता चैषां प्रधानता ।। આ પદ્યોનાં કથન પ્રમાણે આ++'નાયોગથી ગુરુબીજ, ઈન્ +ત્++'નાયોગથી શકિતબીજ, ++++નના યોગથી રમાબીજ, “+ + $ + ના યોગથી કામબીજ, “ +{+ + +'ના યોગથી યોગબીજ, “1+ + અથવા “+ + $ +નના યોગથી તેજોબીજ, સ + ++ + નના યોગથી શાંતિબીજ અને “દુ ++ + ના યોગથી રક્ષાબીજનો ઉદ્ભવ થાય છે. બીજ મહાન વૃક્ષનું જનક હોય છે. બીજા તે બિંદુ છે, જેમાં સિંધુની અપરંપાર અવસ્થિતિ મૂળરૂપમાં હોય છે, એટલે જ મંત્રોમાં બીજનું મહત્ત્વ છે. મંત્રોમાં બ્રહ્મ દ્વારા જાપકનું વર્ણમાતૃકા સાથે ઐક્ય હોવાથી દિવ્યતાનું આધાન થાય છે. તેથી જ જપની સાથે તદર્થ-ભાવન થતું જાય છે. અગર એકલો જપ થાય અને તેમાં અર્થનું ભાવન ન થાય તો ફળપ્રાપ્તિમાં વિલંબ અને જાપકમાં અનાસ્થા ઊપજે છે. રિવારમાં શ્રી ભાસ્કરાચાર્ય મુખીએ 'જપ'ની પરિભાષા કરતાં જણાવ્યું છે કે, પાંચ અવસ્થાઓ, છ શૂન્યો, સાત વિષઓ અને નવ ચક્રોને સમજવાની સાથે મંત્રના સત્ય અર્થને જાણી તેના અક્ષરોનું જે ઉચ્ચારણ કરાય તે જપ” છે. (૧,૫૨,૪૩). આ રીતે મંત્ર અને તેના જપની પ્રક્રિયાઓમાં અનેક રહસ્યો ભરેલાં છે. તંત્રશાસ્ત્રના આચાર્યોએ સાધકોને ઉચ્ચ ભૂમિકા સુધી પહોંચાડવા માટે સર્વ વિષયોને એકીસાથે વ્યકત ન કરતાં ભિન્નભિન્ન ગ્રંથોમાં તે અંગે વર્ણનો કર્યા છે. દરેક મંત્રમાં રહસ્યાર્થના પ્રતિપાદક અક્ષરો ગોઠવાયેલા હોય છે અને તેઓનું જ્ઞાન ધૂળ અને સૂક્ષ્મ બંને રીતે બતાવ્યું છે. દાખલા તરીકે, આપણે “દ બીજને માત્ર દેવીપ્રણવ, લજ્જાબીજ અથવા શકિતબીજ સમજીને તેનો જપ કરીએ છીએ; પણ ગંભીરપણે વિચાર કરીએ તો આબીજમાંથૂલરૂપે ત્રણ અક્ષરો અને સૂક્ષ્મરૂપે નવ અક્ષરો છે તથા તે મળીને બાર અક્ષરો થાય છે. જેમ કે, ટૂ-- બિંદુ, અર્ધચંદ્ર, રોધિની, નાદ, નાદાંત, શકિત, વ્યાપિકા, સમના અને ઉન્મની. અહીં બિંદુથી ઉન્મની સુધીના અક્ષરોની સમષ્ટિ ક છે. આ નવ અક્ષરો સક્ષ્મ, સક્ષ્મતર અને સુક્ષ્મતમ કાલોમાં ઉચ્ચરિત થનાર ધ્વનિવિશેષ કે વર્ણવિશેષ છે. 'ચતુઃશતીશાસ્ત્ર'માં નાદના અર્થોનું વર્ણન મળે છે. યોગિનીહૃદય' અને 'જ્ઞાનાર્ણવ' વગેરે ગ્રંથોમાં આ નવ વર્ણોને મેરુ'ની સંજ્ઞા આપી તેનું મહત્ત્વ વર્ણવ્યું છે. ઘણા મંત્રોમાં એકબીજઅથવા અક્ષરવિશેષની એકથી વધારે આવૃત્તિઓ પણ થયેલી હોય છે, તેમાં પણ રહસ્ય હોય છે, અને તે, તે પ્રસંગે જુદા જુદા અર્થોને પ્રગટાવે છે. એટલે મંત્રના અર્થજ્ઞાનની આવશ્યકતા સ્વતઃસિદ્ધ થઈ જાય છે. નેત્રતંત્રમાં મૃત્યુંજય ભટ્ટારકનું તો કહેવું છે કે -- 'भावहीनास्तु ये मन्त्राः शक्तिहीनास्तु कीलिताः । वर्णमात्रा-विहीनास्तु गुर्वागम-विवर्जिताः ।। भ्रष्टाम्नायास्तथा ये वा आगमोज्झितविधिनताः । न सिद्धयन्ति यदा देवि! जप्ता इष्टाः सहस्रशः ।। असिद्धा रिपवो ये च सर्वाशक-विवर्जिताः । आद्यन्त-सम्पुटेनैव सावर्णेन तु रोधिताः ।।' (८/५९-६२) અર્થાતુ, ભાવરહિત, શકિતરહિત, વર્ણમાલા-રહિત, ગુરુ-આગમ રહિત, ભ્રષ્ટ આમ્નાયવાળા અને આગમ વડે ત્યકત તેમ જ શાપપ્રાપ્ત એવા જે મંત્રો હોય છે તે હજારોની સંખ્યામાં જપવા છતાં સિદ્ધ થતા નથી. તથા જે મત્રો અસિદ્ધ, શત્રુરૂપ, અપરિપૂર્ણ આદ્યન્ત સંપુટ કે આઘાક્ષરથી શુદ્ધ હોય છે, તે પણ લાભપ્રદ હોતા નથી.” આ રીતે મંત્ર અંગે અનેક વિચારણાઓ જે શાસ્ત્રોમાં વર્ણવેલી છે, તે વિષે આજે ઉદાસીનભાવ રાખી જે લોકો સાધના કરે છે તેમને જુદી જુદી જાતની ઉપાધિઓ વારંવાર સતાવ્યા જ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy