SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] મંત્રોની પાછળ એક પરંપરા રહેલી છે, તેમાં દસ પ્રકારના દોષોમાંથી કોઇ ને કોઇ દોષ હોય તો તેનો અપસા૨ણ ક૨વા માટે પણ નવ પ્રકારના ઉપાયો – દીપન, બોધન, તાડન આદિ બતાવ્યા છે તે વિષે પણ ધ્યાન આપવાની જરૂર છે. [ ૧૩૯ મંત્રસિદ્ધિ માટે અન્ય જ્ઞાતવ્ય: મંત્રોનો જેવો મહિમા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે, તેથી તેનો ગમે તેમ પ્રયોગ કરી લઇએ' આવી માન્યતા રાખનારા ખરેખર ભૂલી જાય છે કે તેમાં રહેલી શકિતને જાળવવા માટે ઘણું જ્ઞાતવ્ય છે, ઘણું કરવું પડે છે, ઘણું-ઘણું ધ્યાન રાખવું પડે છે. જેમ કે, મંત્રોના અગિયાર પ્રકારના વિનિયોગો /મંત્રોને દોષપરિહારપૂર્વક તેઓમાં ગુણોને ઉદ્ધૃદ્ધ કરવા માટે - -- सम्पुटं ग्रथितं ग्रस्तं समस्तं च विदर्भितम् । आक्रान्तं च तथाद्यन्तं गर्भस्थं सर्वतोवृत्तम् ॥ तथा युक्तिविदर्भं च विदर्भग्रथितं तथा । इत्येकादशधा मन्त्रा नियुक्ताः सिद्धिदाः स्मृताः ॥ (ને. તા. ૧૮/૧૦-૧૨) અર્થાત્, (૧) આદિ અને અંતમાં સંપુટની જેમ મંત્રનો ન્યાસ એટલે સંપુટ; (૨) પ્રત્યેક અક્ષરને મંત્રનું સંપુટ-ગ્રંથન; (૩) મધ્યમાં સાધકનું નામ અને ચારે દિશાઓમાં મંત્રનું લેખન-ગ્રસ્ત; (૪) મંત્ર પછી નામ અને પછી ફરીને નામ લખવું –સમસ્ત; (૫) મધ્યમાં મંત્ર અને તેની આગળ-પાછળ નામ -વિદર્ભણ; (૬) મધ્યસ્થ નામને મંત્રથી વેષ્ટિત ક૨વું - આક્રાંત; (૭) મંત્ર પછી નામ લખી ત્રણવાર મંત્ર લખવું-આદ્યન્ત; (૮) મધ્યસ્થ મંત્રની ચારે દિશાઓમાં સાધ્યનામ લખવું - ગર્ભસ્થ; (૯) મંત્રના આદ્યન્તમાં સાધ્યનામનો વિન્યાસ સર્વતોવૃતત્વ; (૧૦) તે પછી સર્વતોવૃતત્વ મંત્રની ચારે બાજુ પુનઃ નામનો વિન્યાસ – યુકિતવિદર્ભણ; અને (૧૧) નામ લખ્યા પછી ફરીથી ત્રણવાર મંત્રનો ન્યાસ – વિદર્ભગ્રંથન કરવાથી મંત્રો સિદ્ધ થાય છે. - મંત્રની આરાધના કરતાં સાધકને મંત્રોની ઉદય-અસ્ત-મય વ્યાપ્તિ આદિનું જ્ઞાન પણ હોવું જોઇએ, જેનાથી સર્વજ્ઞત્વનો આવિર્ભાવ થાય છે. उदयास्तमयो व्याप्तिं ध्यानं मुद्रां स्वरुपतः । यो वेत्त्येवं स सर्वज्ञः सर्वकृत् साधकोत्तमः ॥ અર્થાત્, હૃદય અને લલાટ સ્થાન પર ઉન્મેષ અને વિશ્રાન્તિ, મંત્રના પરાક્રમ, મંત્રવિષયક ધ્યાન, તે સંબંધી મુદ્રા અને તેનું સ્વરૂપ – આ બધા વિષયો જાણવાથી સાધકોત્તમ સર્વજ્ઞ તથા સર્વકર્તા થાય છે. મંત્રસાધકે દેશ, કાળ, પાત્રતા, આચાર, સ્વસંપ્રદાય પ્રત્યે શ્રદ્ધાઅનેવિશ્વાસ, કાયિક-વાચિક-માનસિક ક્રિયાઓમાં બાહ્ય તથા આંતરિક સાવધાની, ધર્મ અને શાસ્ત્ર ઉપર નિષ્ઠા, મંત્રસંબંધી વિનિયોગ, ન્યાસ, ધ્યાન, પૂર્વાંગમંત્ર, ઉત્તરાંગમંત્ર, પૂજા આદિની સામગ્રી તથા તેનાં સમર્પણનાં વિશિષ્ટ મંત્રો, યંત્ર, અંતર્યાગનો વિધિ, પ્રયોગગત વિશેષ કર્તવ્યો વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં સદા તત્પર રહેવું જોઇએ. મંત્ર વર્ણાત્મક દેવતા છે. પ્રત્યેક મંત્રની સાથે તેના સ્વરૂપનો સંબંધ છે. જપ-સાધનામાં શિષ્ય દીક્ષાપ્રાપ્તિ પછી 'મંત્રદેહ'ને પ્રાપ્ત કરે છે. જપસાધક જ્યારે મંત્રદેહમાં 'અહં બોધ' રાખીને જપસાધના કરે છે ત્યારે જપનો પ્રભાવ અનંતચેતનાઓના બિંદુઓ પર પડે છે. સાધકનો જપ વૈખરી અવસ્થામાં થાય છે ત્યાં સુધી માલાની, સંખ્યાની તથા સ્થાનાસનાદિની, કવચ, શતનામ, હૃદય, સહસ્રનામાદિના પાઠની તેમ જ ધ્યાન વગેરેની આવશ્યકતા રહે છે. એટલે આ બધી બાબતોને જાણવા સાથે મંત્રસાધના કરવી જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy