SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] આમ, અકાર-હકાર વડે સંકેતિત શિવશકિતના સંઘટ્ટને 'આનંદશકિત' કહી છે. આ વિસર્ગશકિત જ માતૃકાશકિત છે. ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મંત્રશાસ્ત્રોમાં વિલોમમાતૃકા, બહિતૃકા અને અંતર્માતૃકાની વિશેષ ચર્ચા છે. પ્રચલિત માતૃકાનું સબિંદુક ઉલટું રૂપ વિલોમમાતૃકા છે. લિપિમયી દૈવી બહિર્માતૃકા છે. સાધક વડે મૂલાધારાદિ ષચક્રોમાં વં,શ,ષ વગેરે વર્ણોનો ક્રમપૂર્વક ન્યાસ અન્તર્યાતૃકા છે. અકારથી ક્ષકાર સુધી માતૃકાઓની સંખ્યા પચાસ છે. વર્ણમાતૃકાને સ્થૂલમાતૃકા કહે છે, એનું જ નામ વૈખરીવાક્ છે. મધ્યમા વાણી સ્કૂલમાતૃકા છે. પરા અને પશ્યન્તી આ બંનેને સૂક્ષ્મતર માતૃકા કહેવાય છે. આ માતૃકા વિશ્વનિર્માત્રી સ્વતંત્ર, અલુપ્તપ્રભાવયુકત ક્રિયાશકિત છે. ઘોષ, રાવ, સ્વન, શબ્દ, સ્ફોટ, ધ્વનિ, ઝંકાર અને કૃતિ રૂપ આઠ પ્રકારના શબ્દોમાં વ્યાપ્ત જ્ઞ થી ક્ષ સુધી પચાસ વર્ણભટ્ટારકરૂપ મંત્રાદિમય, સમસ્ત શુદ્ધ-અશુદ્ધ સંસા૨ોની જનની, પરમેશ્વરી, ક્રિયાશકિત અજ્ઞાત માતા હોવાથી 'અક્રમા-માતૃકા' અને સંપૂર્ણ વાચ્ય-વાચકાત્મકરૂપ હોવાથી 'સક્રમા-માતૃકા' બને છે. અખંડ માતૃકાસ્વરૂપ દેવીની શકિતનું સ્ફુરણ માતૃકાશકિતનાં રૂપમાં બનેછે; અને તે શકિતઓનાં સૂક્ષ્મ મિલન અને મિશ્રણથી મંત્ર બને છે. તે જ સ્થિતિમાં મંત્રસાધક મંત્રનો સાક્ષાત્કાર કરે છે. મંત્ર અક્ષરોથી બને છે. અક્ષરો, તેઓનો તત્તત્સમુદાય અને શબ્દ બધાં બ્રહ્મનાં વ્યકતરૂપ છે, ક્રિયાશકિતનાં વિવિધ સ્વરૂપ છે. મુખથી ઉચ્ચરિત, કાનોથી શ્રુત અને મસ્તિષ્કમાં સમજાયેલા બધા શબ્દો તેનાં રૂપ છે. પરંતુ જે મંત્રો પૂજા અને સાધનામાં પ્રયુકત થાય છે તે વિશેષ ધ્વનિઓ છે, જે સંબધ્ધ દેવતાનાં સ્વરૂપને વ્યકત કરે છે. અને મંત્રગત અક્ષરાવલિના માત્રા, બિંદુ,પદ,પદાંશ અને વાકયથી સંબધ્ધ થઇને મંત્રરૂપમાં વિવિધ દેવતાઓનાં સ્વરૂપનું કથન કરે છે. વિભિન્ન વર્ગોમાં વિભિન્ન દેવતાઓની વિભૂતિમત્તા વિદ્યમાન હોય છે. અમુક દેવતાનો મંત્ર તે અક્ષર અથવા અક્ષરોનો સમૂહ છે, જે સાધનશકિત વડે તેના અભિધેયને સાધકની ચેતનામાં અવતીર્ણ કરે છે. આ રીતે મંત્રવિશેષના આધારે તેના અધિષ્ઠાતા દેવનો સાક્ષાત્કાર થાય છે. મંત્રમાં સ્વર, વર્ણ અને નાદવિશેષનું એક ક્રમિક અને રૂઢ સંગ્રથન હોય છે, તેથી તેનો અનુવાદ કે વ્યુત્ક્રમ થઈ શકતો નથી. કેમ કે તે અનુવાદમાં તે સ્વર, વર્ણ, નાદ અને પદસંઘટ્ટનાની આવૃત્તિ થતી નથી, જે મંત્ર અથવા મંત્રદેવતાના અવયવીભૂત છે. લોકમાં પણ કોઈના નામને આપણે અનુવાદ અથવા વિપર્યાસ કરીને પ્રયોગમાં લાવીએ તો તેનો અપેક્ષિત પ્રભાવ દેખાતો નથી. એટલે મંત્ર કોઈ વ્યકિતવિશેષની વિચારસામગ્રી નથી, પ્રત્યુત તે ચૈતન્યનો ધ્વનિવિગ્રહ છે અને તે માતૃકાને જ આશ્રિત છે. શબ્દની સૃષ્ટિ કઈ રીતે થાય છે? એ પ્રશ્ન પણ અહીં વિચારવા જેવો છે. તેના અંગે આગમોની માન્યતા છે કે, જેમ વટવૃક્ષનાં બીજમાં વટવૃક્ષનું સૂક્ષ્મરૂપ સમાયેલું હોય છે અને તે બીજસ્થ સૂક્ષ્મરૂપથી વિશાળ વટવૃક્ષની ઉત્પત્તિ, વિકાસ અને હ્રાસ આદિ સંપન્ન થાય છે. આ જ રીતે સૃષ્ટિનાં સૂક્ષ્મરૂપને ઈષ્ટદેવ જ ધારણ કરે છે, તેને આપણે પરા કહીએ છીએ. વળી સૂક્ષ્મ શબ્દસૃષ્ટિ – શકિતરૂપ પ્રવૃત્તિથી સ્થૂળ શબ્દસૃષ્ટિનું નિમિત્ત કારણ બને છે, તે ‘માતિ તતિ જયંતિ = ' આ વ્યુત્પત્તિ પ્રમાણે 'માતૃકા' કહેવાય છે. જો કે આ 'પરા' નામક શિકત નિર્વિકાર છે, છતાં અનાદિકાળથી ચાલ્યા આવતા પ્રાણીઓના અદૃષ્ટના કારણે તે ઇષ્ટદેવના મનમાં વિશ્વસૃષ્ટિની કામના થાય છે : “તયૈક્ષત વધુ માં પ્રનોયમ્' (છાંદોગ્ય ઉપનિષદ્-૬/૨/૩). અર્થાત 'હું અનેક થઇ જાઉં તે માટે મારે સૃષ્ટિ કરવી જોઇએ.' આ વિશ્વસિસૃક્ષારૂપ ઇક્ષણપ્રવૃત્તિને જ નિમિત્ત માની તેને 'પશ્યન્તી’ નામથી ઓળખાવી છે. આ 'પશ્યન્તી' નામવાળી માતૃકા ઇન્દ્રિયોના માર્ગથી ઉત્પન્ન હોવાના કારણે 'ઉત્તીર્ણા' કહેવાય છે. નામાદિ આઠ શકિતઓ ઉત્તીર્ણના અવયવો છે. આ રીતે તે જ વ્યષ્ટિ અને સમષ્ટિરૂપથી નવ પ્રકારની છે. આનાથી જ આવિષ્કૃત શૂન્ય વગેરે નવ નાદો ઉત્પન્ન થાય છે. નાદધ્વનિ નામથી ઓળખાતી આની સમષ્ટિ 'પરા'ની જેમ ન તો અતિ સૂક્ષ્મ છે અને ન તો વૈખરીની જેમ અતિ સ્થૂળ. એટલે જ આને 'મધ્યમા’ કહેવાય છે. 'અવિકૃત, શૂન્ય,સ્પર્શ, નાદ, ધ્વનિ, બિંદુ, શકિત, બીજ અને અક્ષર' નામોવાળા નવ નાદો છે અને તે મૂળાધાર આદિ છ કમળોવાળા નાદમાં તથા નાદ પછી અંતે બ્રહ્મરંધ્રમાં સ્થિત છે. આ નવ નાદોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy