SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૩૫ રૂપોમાં ઉપાસનાયોગ્ય મનાય છે, તેમ મંત્રો પણ એક સ્વરૂપ હોવા છતાં પ્રક્રિયાવિશેષથી ભિન્ન ભિન્ન કાર્યોનાં સાધક બને છે. મંત્રો પાસના સગુણોપાસના છે. સંસારની અનિવાર્ય દુઃખપરંપરાથી મુકિત મેળવવા માટે મંત્રથી જુદો અન્ય આધાર શો થઈ શકે? એટલે -- मन्त्रः सर्वसुखौषधिर्विजयते मन्त्रं सदा सेव्यताम्, मन्त्रेणैव विधीयते शुभविधिर्मत्राय यत्नोऽस्तु नः। मन्त्रान्नास्ति परामणं परतरं मन्त्रस्य शक्तिः परा, मन्त्रे चित्तलयः सदैव भवताद् हे मन्त्र! तुभ्यं नमः ।। એમ ભાવના કરીને મંત્રનો મહિમા અને તેની અનિવાર્યતાને ઓળખીએ. મંત્ર શબ્દની પરિભાષા કરતાં જૈન ગીતાર્થોએ મૂળ ધાતુઓ તો તે જ માન્ય રાખ્યા છે, પણ અર્થમાં છેક વિશિષ્ટતા આણી છે. યથા - (૧) અન્ય જ્ઞાયિતે આત્મિોન્નતિ મંત્રના અર્થાત જેનાથી આત્માનો આદેશ-નિજાનુભવ જ્ઞાત થાય તે મંત્ર. (૨) કન્યવિવમાત્માશે જેનસ મંત્રાઅર્થાત જેના વડે આત્માદેશ અંગે વિચાર કરાય તે મંત્ર. અને (૩) અન્ય ક્ષત્તેિ પરમપદ્દે થતા માત્માનો યજ્ઞવિતા વા મનેતિ મંત્ર | અર્થાત જેના વડે પરમ પદમાં વિરાજમાન પાંચ ઉચ્ચ આત્માઓનો અથવા યજ્ઞાદિ શાસનદેવતાઓનો સાક્ષાત્કાર થાય તે મંત્ર. દિગંબર જૈન ગ્રંથ 'જ્ઞાનાર્ણવ”માં આવતી ઉપર્યુકત પરિભાષાઓમાં પણ મન' ધાતુના જ્ઞાન. અવબોધ અને સન્માન એવા ત્રણે અર્થોને માન્ય રાખ્યા છે, પણ વ્યત્પત્તિમાં જૈન દષ્ટિએ વિશેષતાઓ સ્પષ્ટ કરી આપી છે. દેવતાઓનો અનુગ્રહ તથા ચિત્તમાં જન્મેલી સ્કૂરણાના આધારે મંત્રોના પ્રકાશને ફેલાવનારા મહર્ષિઓએ આધિદૈવિક તેજસુના સંપાદન માટે જે વિવિધ માર્ગો બતાવ્યા છે, તેમાં અત્યંત સરળ અને નિષ્ફટક માર્ગ 'ઉપાસના માર્ગ બતાવ્યો છે. ઉપાસના વડે ઈહલોક અને પરલોક – બન્ને સાધી શકાય છે, તેથી તે માર્ગનું અવલંબન લેવા માટે ખાસ ભલામણ કરી છે. ઉપાસનાનાં વિભિન્ન અંગો છે. તેમાં મહાત્માઓએ “શ્રવણ, કીર્તન, સ્મરણ' આદિ નવ પ્રકારની ઉપાસનાના માર્ગને પ્રશસ્ત કર્યો છે. તેમાં પણ સ્મરણ માટે મંત્ર અને બીજમંત્રોની અનિવાર્યતા પ્રકટ કરી સ્પષ્ટ કર્યું છે કે, 'વર્ણસંઘટ્ટના શરીરને ધારણ કરનારા મંત્રો વગર ઉપાસના સફળ થઈ શકતી નથી.' મહામંત્રોની સંખ્યા સપ્તકોટિ' સાત કરોડ મનાય છે, અને અન્ય મંત્રો પણ “વિનો ફેવસ્તિવન એવ મંત્રાતથી પ્રત્યે ત્રણ પ્રષેિત્વીનત્યમેવ તેષામનાં કથન પ્રમાણે અનંત કોટિ સંખ્યામાં છે. આ બધા મંત્રોની જનની (માતા) માતૃકા છે. એટલે હવે તે અંગે વિચારીએ. મંત્રમાં માતૃકાનું મહત્ત્વ: મંત્રનો સંબંધ માતૃકા સાથે છે. સાધારણ રીતે આપણે વર્ષોનાં જુદાં જુદાં અથવા એકીસાથે બનતાં રૂપને માતૃકા' કહીએ છીએ. વર્ણમાલાત્મક માતૃકા ચાર પ્રકારની છેઃ (૧) કેવલ, (૨) બિંદુયુકત, (૩) વિસર્ગયુકત અને (૪) ઉભયાત્મક. લોકમાં બિંદુ-વિસર્ગયુકત કેવલ માતૃકાનો ઉપયોગ થાય છે, અને બીજા ત્રણ ભેદોનો પ્રયોગ મંત્રશાસ્ત્રમાં જ છે. 5 થી માંડી # સુધી બિંદુયુકત માતૃકાને સર્વજ્ઞતાકરી વિદ્યા' પણ કહે છે. સ્વચ્છંદતંત્રમાં કહ્યું છે કે, “ર વિદ્યા માતૃપા ' અર્થાત્ માતૃકાથી પરે- જુદી કોઈ વિદ્યા નથી. માતૃકાની ઉત્પત્તિ પ્રણવથી મનાય છે, તેથી જ પ્રણવનું એક નામ માતૃકાસ' પણ પ્રચલિત છે. શ્રી અભિનવગુપ્ત 'સિદ્ધયોગીશ્વરી'ના મતાનુસાર આનંદાત્મિકા વિસર્ગશકિતને શબ્દશકિત અથવા માતૃકાની સંજ્ઞા આપી છે. વર્ણ અનુત્તર અને દ્રવર્ણ વિસર્ગનો દ્યોતક છે. આ બંનેનો સંઘટ્ટ ‘મદE' છે. અનુત્તર તેજરૂપ અકુલ અથવા શિવ છે. તેની પરા કૌલિકી શકિત જ વિસર્ગપદવાચી છે. अनुत्तरं परं धाम तदेवाकुल मुच्यते। विसर्गस्तस्य नाथस्य कौलिकी शक्तिरुच्यते ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy