SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી વિષે માહિતી, પુરશ્ચરણ તેમ જ તેને લગતી અન્ય ક્રિયાઓ જાણવી જરૂરી છે. તંત્રશાસ્ત્રોમાં ઉપર્યુકત બાબતો અત્યંત વિસ્તારથી ચર્ચા-વિચારણાપૂર્વક રજૂ થઈ છે. મંત્રપ્રાપ્તિમાં ગુરુકૃપા'ની પ્રાથમિક આવશ્યકતા છે. જો કે ઇષ્ટદેવ પોતે જ મંત્રવર્ણનું રૂ૫ ગ્રહણ કરી, ગુરુના માધ્યમથી શિષ્યના આત્મામાં પ્રવેશ કરે છે; પણ લૌકિક દષ્ટિએ ગુરુ દીક્ષાવિધાનપૂર્વકમંત્ર આપે છે, તેથી ગુરુનું મહત્ત્વ સર્વોપરી ગણાય છે. મંત્રમહાર્ણવ'માં કહ્યું છે કે -- 'अत्रिनेत्र शिवः साक्षाद्चतुर्बाहुरच्युतः । अचतुर्वदनो ब्रह्मा श्रीगुरुः कथितः प्रिये!' ॥४८॥ અર્થાત્, 'હે પાર્વતી ! શ્રીગુરુ ત્રણ નેત્ર વિનાના શિવ, ચાર ભુજાઓથી રહિત વિષ્ણુ અને ચાર મુખ વગરના બ્રહ્મા કહેવાય છે. આવા ગુરુદેવની કૃપા પ્રાપ્ત કરી, યોગ્ય મુહૂર્ત દીક્ષાવિધિ સંપન્ન કરી મંત્રગ્રહણ કરવાથી ઉપાસનામાં સફળતા મળે છે તે સત્ય છે. સામાન્ય જ્ઞાનવાળા સાધકો માત્ર મંત્રગ્રહણથી જ સંતુષ્ટ થઇ જાય છે; પણ ઉચ્ચ કોટિના સાધકો તો મંત્ર અંગે જાણવા જેવું જાણી, કરવા જેવું કરી, ઉત્તરોત્તર આગળ વધે છે અને પ્રાપ્યને પ્રાપ્ત કરે છે. ગુરુ પ્રત્યે ભકિતની સ્થિરતા માટે તંત્રોમાં ગુરુમંત્રોનું વિધાન છે. તે મંત્રોમાં સામાન્ય રીતે પ્રણવ, ગુરુ-બીજાક્ષર, ગુરુ શબ્દની ચોથી વિભકિતનું એકવચન અથવા બહુવચન સાથે પદ (એટલે જુવે અથવા “ગોનમ:') હોય છે. તેમાં કેવળ એક ગુરુનું જનહિ; પણ પરમ ગુરુ તથા પરમેષ્ઠિગુરુનું પણ મંત્રાત્મક સ્મરણ થાય છે. એટલે ‘38 vપરમગુરુગો નH, 18 પરણિપુરચો નમ:' મંત્રો જપાય છે. કેટલાક આચાર્યો ‘18 v પરાત્પર ગુરુષો નમ:' મંત્રથી ચતુર્થકોટિના ગુરુનું પણ સ્મરણ કરે છે. આ મંત્રો સામાન્ય સાધક માટે છે. જે સાધક વિધિપૂર્વક તાંત્રિક ગુરુ પાસેથી દીક્ષા ગ્રહણ કરે છે તેને 'ગુર-પાદુકા-મંત્ર' પ્રાપ્ત થાય છે. તેમાં યોગ્યતા પ્રમાણે લઘુ-પાદુકા, પછી મહા-પાદુકા-મંત્રો અપાય છે. પારંપરિક સાધકો માટે ગુરુની સાથે ગુરુપત્નીનું, પરમ ગુરુની સાથે પરમ ગુરુપત્નીનું અને પરમેષ્ઠિ-ગુરુની સાથે તેમનાં પત્નીનું દીક્ષાનામ સ્મરણ કરાય છે. પૂજાયંત્રોમાં તો એક નિશ્ચિત સ્થાને ગુરુત્રયનું વજન પણ થાય છે. * તંત્રશાસ્ત્રોમાં મંત્ર' શબ્દના પર્યાય તરીકે મનુ' શબ્દનો પણ પ્રયોગ થાય છે. પુરુષદેવતા વિષે ઓળખાતા મંત્રો મંત્ર કહેવાય છે, જ્યારે સ્ત્રીદેવતા વિષયક મંત્રોને 'વિદ્યા' કહેવાય છે. મંત્રો ગુપ્તાર્થવાળા, પિણ્ડ અને બીજરૂપ હોય છે ત્યારે તેમ જ ફુટ અર્થરૂપ હોય છે ત્યારે તેને માલા-મન્ન'ની સંજ્ઞા અપાય છે. વિદ્યાનંદ (અર્થરત્નાવલીકાર) મંત્રોને આણવ, શાક્ત તથા શાંભવ ઉપાયોથી સંબધ્ધ કહે છે. મૃત્યુંજય ભટ્ટારકે નેત્રતંત્રમાં-- _ 'मोचयन्ति च संसाराद् योजयन्ति परे शिवे। मनन-त्राण-धर्मित्वात् तेन मन्त्रा इति स्मृताः ।।' એમ કહીને મંત્રસ્વરૂપ, મંત્રવીર્ય, મંત્રાવસ્થા, મંત્રસામર્થ્ય, મંત્રમંત્રેશ્વર, મંત્રમહેશ્વર પ્રભુતિ વિષયોની વિસ્તારથી ચર્ચા કરી છે. મંત્ર વિના ઇષ્ટસાધના થઈ શકતી નથી. મંત્ર એક એવું સૂક્ષ્મ તત્ત્વ છે કે જેનાથી સ્થૂળ ઉપર નિયંત્રણ કરી શકાય છે. વિરાટને સ્કૂર્તિમાન રાખવા માટેનું મંત્ર એક અદ્ભુત સાધન છે. એ પિણ્ડમાં બ્રહ્માણ્ડને જોવાની દષ્ટિ છે. પ્રકૃતિને વશમાં કરવાની અપૂર્વ શકિત મંત્રમાં વિરાજમાન છે. મહાત્મા તુલસીદાસે સંક્ષેપમાં મંત્ર-માદાભ્ય પ્રગટ કરતાં કહ્યું છે કે -- 'मन्त्र परमलघु जासु बस, विधि हरिहर सुर सर्व। महामत गजराज कहँ, बसकर अंकुश खर्व ।' એટલે કે, મંત્ર અંકુશની જેમ પરમશકિતયુક્ત હોય છે. મીમાંસા-દર્શનમાં મંત્રએ દેવતાનું સ્વરૂપ સિદ્ધ કર્યું છે. જે દેવતાનો જે મંત્ર છે તે જ તેનું સ્વરૂપ છે. સ્થાનભેદ, ઉદેશભેદ અને વિચારધારાના ભેદથી એક જ દેવ અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy