SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] અનુકૂળતા પ્રાપ્ત કરવાનું શાસ્ત્ર 'તંત્ર' છે." તેની સાથે જ પરમાત્માની ઉપાસના માટે જે ઉપયોગી સાધનો છે, તે પણ 'તંત્ર' જ મનાય છે. ૫ ૧૩૩ 'તંત્ર' શબ્દનો પર્યાય 'આગમ' પણ હોય છે. જે 'શિવનાં મુખથી આવવું, પાર્વતીનાં મુખમાં જવું તથા વિષ્ણુ વડે અનુમોદન મળવું' એવા ત્રણ ભાવોને 'આ-ગ-મ' એવા ત્રણ અક્ષરો દ્વારા સિદ્ધ કરે છે. એ રીતે તંત્રોના પ્રથમ વકતા શિવ છે તથા સમ્મતિ આપનાર વિષ્ણુ છે. જ્યારે પાર્વતી તેનું શ્રવણ કરી, જીવો ઉપર કૃપા કરી તેનો ઉપદેશ કરે છે, એટલે ભોગ અને મોક્ષના ઉપાયોને બતાવનાર શાસ્ત્ર 'તંત્રશાસ્ત્ર' કહેવાય છે તે સ્પષ્ટ છે. મંત્રનો મહિમા અને તેની અનિવાર્યતા અતીન્દ્રિય – શકિતની પ્રેરકશકિત અને સૂક્ષ્મશકિત ઉ૫૨ સ્વામિત્વ ધરાવવાની પ્રક્રિયા 'મંત્ર' કહેવાય છે. ‘મત્રિ = ગુપ્ત પરિભાષણે ધાતુ વડે મંત્ર શબ્દની નિષ્પત્તિ મનાય છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ મન્ત્રતે યુદ્ધ વેળ સ્વેસિયે મૂયોસૂય આવત્યંત સ મંત્ર' -- પોતાની ઈષ્ટ સિદ્ધિ માટે જે શબ્દ કે શબ્દરાશિનું ફરી ફરીને ગુહ્ય રીતે આવર્તન કરાય છે તે મંત્ર છે. વર્ણસમૂહ અથવા તો શબ્દસમૂહનાં નિશ્ચિત આવર્તનથી જીવ, બ્રહ્મ અને બ્રહ્માંડનું ઐકય જાણવાની શકિત મંત્ર વડે મળે છે. જેના મનનથી સંસારના પાશ-બંધનથી પ્રાપ્ત થનારી જીવદશાની મુકિત સાધ્ય બને છે તે ‘મંત્ર’ છે, અને જેના જપથી ધર્મ, અર્થ, કામ તથા મોક્ષાદિ ચતુર્વર્ગની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે પણ 'મંત્ર' છે. 'મનન' અને 'ત્રાણ’રૂપ ધર્મને પ્રત્યક્ષ કરાવનાર વર્ણસમૂહને પણ મંત્રની સંજ્ઞા અપાઈ છે. તે અંગે ' જામદગ્ન્ય ધનુર્વેદ’માં કહેવાયું છે કે r -- 'मकारो मननं प्राह त्रकारस्त्राणमुच्यते । मनन त्राण संयुक्तो मन्त्र इत्यभिधीय ते ।। ब्रह्माणा ब्राह्मणाः पूर्वं जलवाप्वादिस्तम्भनैः । शक्त्येरुत्पादनं चकुस्तन्मन्त्रमिति गद्यते ।। मननाद् वस्तुशक्तीनां त्राणात् संसारसागरात् । मन्त्ररुपा भवेच्छेक्तिर्मननत्राण धारिणी ।।' આ વચનોથી એ બાબતો વ્યકત થાય છેકે, (૧) મંત્રવિદ્યા મનનનિષ્ઠછે; અર્થાત્ મંત્રવિદ્યાનું અધિષ્ઠાન વૈચારિક-બૌદ્ધિક છે. (૨) મન ઉપર પરિણામ હોવાથી એકાગ્રતા થાય છે. (૩) મંત્રવિદ્યાથી દેવતા પધારે છે અને સાધકને સહાયતા કરે છે. (૪) મંત્રોનું એક પ્રકારનું તંત્ર છે; અને તે વડે પોતાનું તેમજ પારકાનું કલ્યાણ થાય છે. અને (૫) મંત્રવિદ્યાથી ભૌતિક વસ્તુઓ પર સ્વામીત્વ પ્રાપ્ત થાય છે. મંત્રોની 'વર્ણયોજના' અને તેનું ‘ઉચ્ચારણ' એ બંને અતિશય મહત્ત્વ ધરાવે છે. તેનું વ્યવસ્થિત જ્ઞાન હોવાથી સફળતા સરળ બને છે.તાંત્રિક સાધના કરનારે મંત્રનું જ્ઞાન સર્વપ્રથમ મેળવવું જોઈએ. આવા જ્ઞાનના પણ બે પ્રકારો છે : (૧) મંત્રશાસ્ત્રીય જ્ઞાન અને (૨) પ્રાયોગિક જ્ઞાન. મંત્રશાસ્ત્રોનું મૂળ પરમોપકારી પરમાત્માની કરુણા છે. તે કરુણાનાં કારણે જ પૂર્વમહર્ષિઓએ એકાંતમાં બેસી લોકકલ્યાણ માટે અનન્ય સાધનાપૂર્વક જગતના જીવોના દુઃખોને મટાડવા માટે મંત્રશાસ્ત્રનાં દર્શન કર્યા હતાં. દુઃખનિવારણનાં અન્ય સાધનો અસ્થાયી હોવાને લીધે તેઓની અપેક્ષાએ આ આધ્યાત્મિક સાધન વધારે ગ્રાહ્ય બન્યું અને તેથી જ મંત્રશાસ્ત્રનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં નિર્મિત થયું. મંત્રશાસ્ત્રની ગ્રન્થસંપદા હજારોની સંખ્યાને ઓળંગે છે. ટીકા-પ્રટીકાઓ, વિધિ-વિધાનો તથા યામલ, ડામર, કલ્પ, પટલ વગેરે ભેદોથી સુસજ્જિત આ રહસ્યશાસ્ત્રનું અવગાહન કરી અને નિશ્ચિત માર્ગનું અવલંબન લઈને જેઓ આગળ વધ્યા છે તેઓ લક્ષ્યસિદ્ધિ સુધી અવશ્ય પહોંચ્યા છે. એટલે મંત્રશાસ્ત્રીય જ્ઞાન અત્યાવશ્યક છે. આ જ્ઞાનમાં ગુરુપ્રાપ્તિ, પરંપરાજ્ઞાન, મંત્ર-નિર્ધારણ, મંત્રનાં અંગ-પ્રત્યાંગોનો પરિચય, પૂર્વાંગ અને ઉત્તરાંગની સમજ, મંત્રસાધના અંગે આવશ્યક યંત્ર તથા તંત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy