SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૩૧ મુખ રાખીને થવા લાગી. ઇસ્લામમાં અલ્લાહની શરણાગતિ-સામિપ્ય રહે એ રીતે પ્રાર્થનાની ગોઠવણ થઈ છે. હિંદુધર્મમાં પ્રાર્થનાવિધિમાં ત્રિકાલ સંધ્યા છે તેવી રીતે સાચા મુસલમાને દિવસમાં પાંચ વખત (૧. સૂર્યોદય પહેલાં, ૨. મધ્યાહન પછી, ૩. સૂર્યાસ્ત પહેલાં, ૪. સૂર્યાસ્ત પછી અને ૫. રાતના પ્રારંભ પહેલાં) પ્રાર્થના કરવાની - નમાઝ પઢવાની હોય છે. નમાઝવેળાએ મસ્જિદમાંથી બાંગી બાંગ પુકારે છે ત્યારે મુસલમાન પ્રાર્થના કરવા મસ્જિદે જાય છે. જો તે ત્યાં જઇ શકે તેમ ન હોય તો પોતે જ્યાં હોય ત્યાં આ સમયે પ્રાર્થના કરી લે છે. કોઈપણ સ્ત્રીના સ્પર્શથી અપવિત્ર થયેલ અને શરાબની અસર હોય તે હાલતમાં પ્રાર્થના માટે જઈ શકાતું નથી. પ્રાર્થનામાં ક્ષમાયાચના અને દોરવણીની અલ્લાહ પાસે માગણી થતી હોય છે; પરંતુ તે સિવાયની યાચના-માગણી, ઇચ્છા-તૃષ્ણા પ્રાર્થનામાં વ્યકત થતી નથી. શિન્જો ધર્મનાં ધર્મશાસ્ત્રોમાં કો-જી-કી' અને 'નિહોન-ગીનો સમાવેશ થાય છે. કેટલાક વિચારકો 'યેન્ગી શીકી' તથા 'મેનિયો-શી'નો પણ ધર્મશાન તરીકે સ્વીકાર કરે છે. ' યેન્ગી શીકી' માં (ઇ.સ. ૯૦૧થી ૯૨૩ના) તે સમયનાં નિયમો, ધર્મજ્ઞાન મેળવવાની સામગ્રી અને વિવિધ પ્રસંગોએ કરવામાં આવતી પ્રાર્થનાઓ આપેલી છે. શિન્જો ધર્મની પ્રાર્થનાઓમાં મહદ્અંશે ઐહિક સુખોની જ વાત હોય છે. In or . . : કહે : C%CF-200ારો કરી શકો ન જ છે ક . . : ::::: દ , 6: રીત : : : : :::: 0 3 કે ક tes ess Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy