SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦]. ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી તફાવત આદિમ જાતિની પ્રાર્થનાઓના સંગ્રહને આધારે મેળવી શકાય તેમ છે. વિશ્વમાં સૌથી પ્રાચીન ધર્મપુસ્તક હોય તો તે છે 'વેદ'- તેમાંય ઋગ્વદ તો જૂનામાં જૂનો છે. ચારેય પ્રકારના વેદોનો મુખ્ય વિષય છે પરમાત્માને કરવાની પ્રાર્થના અને યજ્ઞ અંગેના વિચારો – જે હિંદુધર્મ માટે ગૌરવનો વિષય છે. હિંદુધર્મમાં પ્રાર્થનાનું અંતિમ લક્ષ્ય સમાધિ છે. લેખનો વિસ્તાર વધવાના ભયથી અહીં તે અંગે વિસ્તારથી લખ્યું નથી. દેવળમાં ખ્રિસ્તીઓની રવિવારની પ્રાર્થના જાણીતી છે. ખ્રિસ્તી ધર્મમાં ભ્રાતૃભાવ, ક્ષમાભાવ અને પ્રેમભાવ પર ભાર મૂકતાં મેથ્ય, ૫૯૪૪-૪૫ કહે છે કે - "હું તમને કહું છું કે તમને જે લોકો ત્રાસ આપતા હોય તેમને માટે અને તમારા શત્રુઓના માટે તમે ઈશ્વરને પ્રાર્થના કરો, જેથી આકાશમાં રહેતા પિતાના પુત્રો તરીકે તમે તમારી ફરજ બજાવી શકો...” જૈનધર્મ આ ધર્મમાં પણ પ્રાર્થનાને સ્થાન છે.સ્તોત્રો, સ્તુતિઓ, સ્તવનો, મંત્રો વગેરે દ્વારા અને જિનપ્રતિમાઓ, દેવી-દેવતાઓની મૂર્તિઓ તેમજ સ્નાત્રપૂજા, પૂજનો, પૂજા, ભાવનાદિના માધ્યમે જૈનધર્મમાં વ્યકિતગત તેમજ સામૂહિકરૂપે પ્રાર્થનાનું સ્થાન વિપુલ પ્રમાણમાં પરાપૂર્વથી અને આજે પણ જોવા મળે છે. બૌદ્ધધર્મમાં પ્રાર્થના હોતી નથી, પરંતુ તેનું સ્થાન ચિંતન | સમાધિએ લીધું છે. જો કે હાલમાં બૌદ્ધ મંદિરોમાં પૂજા અને પ્રાર્થનાના અમુક અંશો પ્રવેશ્યાં છે. - એકેશ્વરનો સ્વીકાર કરી તેમાં પ્રાર્થનાને પ્રવેશ આપી જીવનની નૈતિકતાના મહત્ત્વના આદેશો આપીને મોઝીઝે હિબ્રધર્મને વ્યવસ્થિત અને એક સ્વીકાર્યધર્મનું સ્વરૂપ આપ્યું. આ ધર્મના નિયમ-ગ્રંથોમાં કેટલીક પ્રાર્થનાનો સમાવેશ થાય છે. અનિષ્ઠ આચરવા બદલ થયેલી શિક્ષામાંથી મુકિત મેળવવા પ્રાર્થના-તપશ્ચર્યાનો આશરો લેવો જોઈએ, કેમ કે તેથી માનવીનું અંતઃકરણ શુદ્ધ થઈ, એનું ધર્મપરિવર્તન થઈ શકે છે. જેમ કે -- "Cause us to return our father unto thy Law. Draw us near, O our King ! unto thy service. And bring us back in perfect repentence unto thy preseace. Blessed art thou O Lord ! Who delights in repentence." બહાઈમત પણ બાહ્ય એકત્વનો અનુભવ સિદ્ધ કરવા પ્રાર્થના અને ધ્યાનનો માર્ગ અપનાવવા પર ભાર મૂકે છે. બહાઈ ધર્મશાસ બહાઈ સકીગર્સ વિભાગ” ૮૯માં કહ્યું છે કે : “માનવ માટે પ્રાર્થના અનિવાર્ય અને ફરજિયાત છે. કોઈપણ બહાના હેઠળ માનવને પ્રાર્થનામાંથી મુકત ન કરી શકાય, સિવાય કે તે માનસિક રીતે અસ્થિર હોય કે ખાસ પ્રકારનું વિઘ્ન આવી પડે. પ્રાર્થનામાં માનવ અને ઈશ્વર વચ્ચે સંબંધ બંધાય છે.” જરથુસ્ત ધર્મનાં શાસ્ત્રો 'અવસ્તા'ના 'ધન' વિભાગમાં ૧૭ ગાથાઓ છે, જેની રચના ઉપનિષદને મળતી છે. તેમાં પ્રાર્થનાઓ, સૂચનાઓ અને મંત્રોનો સંગ્રહ છે. ઈસ્લામધર્મનું પ્રાર્થનાસ્થાન મસ્જિદ છે. અહીં કુરાન વંચાય છે પરંતુ ત્યાં કોઈ ભેદભાવકે પુરોહિતવર્ગ હોતા નથી. પ્રારંભમાં મહમદ પયગંબર સાહેબના અનુયાયીઓ પ્રાર્થના કરતી વખતે પોતાનું મુખ જેરૂસલેમ તરફ રાખતા હતા; પછીથી પયગંબર સાહેબના આદેશથી પ્રાર્થના અરબસ્તાનના કેંદ્ર સમા મક્કા તરફ પોતાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy