SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] પ્રાર્થનાનો એકાગ્રતા સાથે સંબંધ તમે એવી વ્યકિતઓને પણ જોઇ હશે કે જેઓ પ્રાર્થના અને પૂજામાં બેઠેલાં હોય તોય તેમની નજર ચારે તરફ ફર્યા કરતી હોય. પોતે એક જગ્યાએ બેઠા હોય પરંતુ મન ઉડાઉડ કરતું હોય..... પ્રાર્થનામાં ભકત કેવો એકાકાર હોવો જોઇએ તે બાપુના જ શબ્દોમાં જોઈએ - -- ( ૧૨૯ "હૃદયગત પ્રાર્થનામાં તે ભકત એટલો અંતર્ધ્યાન રહેવો જોઇએ કે તે વખતે તેને બીજી વસ્તુનું ભાન જ ન હોય. ભકતને વિષયીની ઉપમા ઠીક જ અપાઈ છે. વિષયીને જ્યારે તેનો વિષય મળે છે ત્યારે તે પોતાનું ભાન ભૂલી વિષયરૂપ બની જાય છે. એથી પણ વધારે તદાકારતા ઉપાસકમાં હોવી જોઇએ” જ્યાં સુધી પ્રાર્થના હૃદયમાં ન ઊતરે ત્યાં સુધી તેનો કોઇ અર્થ નથી. સ્વામી માઘવતીર્થ 'પ્રાર્થના' પુસ્તિકામાં લખે છે "માણસ મોઢેથી પ્રાર્થના કરતો હોય અથવા રામનામની માળા જપતો હોય પણ તે વખતે જો તેના અંતઃકરણમાં ઘર, દુકાન કે પુત્ર વગેરે યાદ કરતો હોય તો રામનો અર્થ પરમેશ્વર થતો નથી; પણ ઘર, દુકાન કે મિત્ર થાય છે, માટે અર્થના ચિંતન તરફ ધ્યાન રાખવું જોઈએ...” પરંતુ પ્રાર્થનામાં તલ્લીનતા આવે કેવી રીતે ? શ્રીમદ્ ભગવદ્ ગીતા (અધ્યાય-૬, શ્લોક-૨૫મો) કથે छे- 'शनैः शनैरुपरमेद् बुद्धया धृतिगृहीतया । आत्मसंस्थं मनः कृत्वा न किंचित अपि चिन्तयेत ॥' (અર્થાત્, ધીરે ધીરે અભ્યાસ કરતાં કરતાં ઉપશમતાને પ્રાપ્ત થયું. ધૈર્યયુકત બુદ્ધિથી મનને પરમાત્મામાં સ્થિર કરીને અને કોઈપણ વિચારને મનમાં આવવા ન દેવા.) — यतो यतो निश्चिरति मनश्चंचलमस्थिरम् । ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ।।' (६, २६.) ( અર્થાત્, આ ચંચળ અને અસ્થિર મન જ્યાં ત્યાં દોડીને જાય ત્યાં ત્યાંથી હટાવીને વારંવાર તેને પરમાત્મામાં જ લગાવવું જોઈએ.) પ્રાર્થના વખતે મન બહાર ભટકયા કરે અને એને રોકવા જે. કૃષ્ણમૂર્તિ કહે છે તેમ ભીતરમાં ઉતરવાની જરૂર છે ઃ 'તમારા પ્રકાશ માટે, તમારી દિવ્યતા માટે, તમારી શુદ્ધિ માટે તથા તમારી ચેતનાની પવિત્રતા માટે તમારે તમારી અંદર નજર કરવી જોઈએ.' તે જ રીતે જાણીતા સાધક કેદારનાથજીએ મનને અંકુશમાં રાખવા પર ભાર મૂકયો છે ઃ 'ચિત્ત જે પ્રમાણમાં સ્વાધીન હશે તે પ્રમાણમાં માણસ સુખી થશે એ ચોક્કસ છે. તેથી દરેક માણસે શાંત અને અનુકૂળ સમયે અંતર્મુખ થઈને ચિત્તને સ્થિર અને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.’ આ એકાગ્રતાનું પરિણામ પોલ બ્રન્ટન કહે છે તે પ્રમાણે આવું હોય : 'જ્યારે પ્રાર્થના બાદ આરામ અને શાંતિનો અનુભવ થાય તો જાણવું કે તે વ્યકિતની પ્રાર્થના બરાબર છે.’ વિવિધ ધર્મોમાં પ્રાર્થનાનું સ્થાન પૂજા અને પ્રાર્થના સામાન્યતઃ સર્વ ધર્મોમાં સ્થાન ધરાવે છે. તોય એવું બની શકે કે કોઈ ધર્મમાં ધર્મપૂજા થતી ન હોય પરંતુ પ્રાર્થના તો પ્રત્યેક ધર્મમાં છે, જેતેની સર્વવ્યાપકતા દર્શાવે છે. આદિમ કાળથી અનેક સંકટોમાં ઘેરાયેલો અને વિરાટ કુદરતી શકિતઓ સામે પોતાનાં કરતાં શ્રેષ્ઠ શકિતઓની સામે નતમસ્તક રહીને તેને પ્રસન્ન કરવા પ્રાર્થના કરતો આવ્યો છે. બર્ટ ઈ. એ. દ્વારા · મેન સીકસ ધી ડીવાઈન'માં પ્રાર્થનાના વિશ્લેષણના આધારે કેટલાંક મહત્ત્વનાં તારણો કાઢવામાં આવ્યાં છે.પ્રત્યેક માનવી/માનવી જુથ/રાષ્ટ્રને અમુક જરૂરિયાતો હોય છે જે માટે તે પ્રાર્થના કરે છે; પરંતુ આદિમ માનવી ખુદના માટે કે પોતાના નાના જુથના ક્ષેત્રની બહાર દૃષ્ટિ દોડાવી શકતો નથી. તેને અન્ય જૂથ/જાતિઓનો જાણે કે ખ્યાલ એ પ્રકારનો હોય છે કે તેઓ પોતાના વિરોધીઓ / દુશ્મનો છે ! સૃષ્ટિ સાથેના સમજણનું એનું ફલક મર્યાદિત હોય છે. એમની સમજ / કક્ષા દરેક બનાવને કોઈક સત્તા સાથે સાંકળે છે. જેમકે ભૂત-પ્રેત, મૃતાત્મા, પૂર્વજ, દૈત્યનીસત્તા, વિજ્ઞાન વગેરે.... એટલે પ્રાર્થનાના પૃથક્કરણ-સ્તરની વિચારણા માનવજીવનની ધાર્મિક માન્યતાઓ અને આચરણોની ભિન્નતાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy