SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી, Prayer is the simplest form of speech that infant lips can cry. Prayer the subliment strains that reach. The Majesty on high. આથી જ ગાંધીજીએ કહયું હતું કે, "પ્રાર્થના હૃદયની હોય, જીભની નહિ." બીજે સ્થળે આ અંગે લખ્યું હતું, "આવી ઉપાસના, આવી પ્રાર્થના એ કંઈ વાણીનો વૈભવ નથી. તેથી જો આપણે હૃદયની નિર્મળતાને પહોંચીએ, ત્યાં રહેલા તારોને સુસંગઠિત રાખીએ, તો તેમાંથી જે સૂર નીકળે છે તે ગગનગામી બને છે. તેને સારુ જીભની આવશ્યકતા નથી, એ સ્વભાવે જ અદ્દભુત વસ્તુ છે.” મહાત્મા ગાંધીએ 'ધર્મમંથન'માં કહ્યું છે કે, " પ્રાર્થનાની રીત ગમે તે હોય, ભગવાનનું ધ્યાન કરવાની સાથે વાત છે. અખો ભગત કહી ગયા તેમ, સતર આવે ત્યમ તું રહે, જેમતેમ કરીને હરિને લહે.... " પ્રાર્થનામાં હૃદય રેડાય, મનના ભાવો રેલાય. આડંબર આઘો ઠેલાય તો જ પરમાત્માના ચોપડે આવી પ્રાર્થનાની નોંધ થાય. આવો, ફરીવાર બાપુના ધર્મમંથન'માંથી જ અભિપ્રાય તારવીએ : "મંગા રહીને પણ પ્રાર્થના કરી શકાય. શબ્દવિનાની પણ હૃદયથી થતી પ્રાર્થના ચાલે; હૃદય વિનાની પણ શબ્દાડંબરવાળી પ્રાર્થના નિરર્થક છે. આત્માના પડને ઉખેડવાનો જાગ્રત પ્રયત્ન હોય તો જ પ્રાર્થનાસાર્થક છે.... હૃદયમાંથી થતી પ્રાર્થના પોતાને સ્વચ્છ કર્યા વિના રહેતી જ નથી... જેને પ્રાર્થના હૃદયગત છે તે દહાડાના દહાડા ખાધા વિના રહી શકે, પણ પ્રાર્થના વિના ન ચલાવી શકે..." વિનોબાજીએ પ્રાર્થનાનું પરિણામ હૃદય દ્વારા આત્મા પર થાય છે. એમ કહાં, તો બૂકસ પણ લખે છે – જો હૃદય મૂંગું હશે તો ઈશ્વર જરૂર બહેરો હશે.” બીજી કશી પ્રાર્થના ન આવડે તો નિખાલસતાથી એમ કહેતા તો આવડે ને કે "હે ભગવાન!મને પ્રાર્થના કરતાં શિખવાડ.” "Lord, teach us how to Pray!" કેમકે એક ભાવુક વિચારકની દષ્ટિએ આત્માની હાર્દિક ભાવના - હૃદયમાં ભીતર ભરેલી આગનું નામ છે પ્રાર્થના. "Prayer is the soul's sincere desire, utterd or unexpressed, The motion of a hidden fire, That trembles in the breast." પ્રાર્થના અને શ્રદ્ધાનો સંબંધ પ્રાર્થનાનું મહત્ત્વ તર્ક દ્વારા નહિ શ્રદ્ધા' દ્વારા જ સમજી શકાય. શ્રદ્ધા વિનાની પ્રાર્થના સુગંધવિનાના અત્તર જેવી છે, આથી જ મહાત્મા ગાંધીજીએ લખ્યું છે કે જ્યાં સુધી આપણામાં ઇશ્વરને વિશે જીવતી ઉજ્જવળ શ્રદ્ધા ન હોય ત્યાં સુધી પ્રાર્થના એ કેવળ પ્રલાપ છે...” ઈગ્લેંડમાં એક વખત વરસાદ લંબાયો. વરસાદ આવે તે માટે પ્રાર્થના કરવાનું નક્કી થયું, સૌ ભેગાં થયાં. પાદરીએ તેમના પર નજર ફેરવી આછું સ્મિત કર્યું ! આમ કેમ? મિત શા માટે? પાદરીએ કહ્યું - "જુઓ ભાઇઓ, તમે સૌ ખાલી હાથે આવ્યા છો. તમે વરસાદ માટે પ્રાર્થના કરવા ભેગા થયા છો પણ એકેયની પાસે છત્રી તો છે નહીં... એટલે કે તમને પ્રાર્થનામાં વિશ્વાસ નથી." પાદરીની ટકોર સાંભળીને સૌ શરમાયા!!આથી જ હોર્ન નોંધે છે કે, " પ્રાર્થના વિશ્વાસનો અવાજ છે...” કોઇની પ્રાર્થના નિષ્ફળ જાય તો તેમાં પરમાત્માનો નહીં, પ્રાર્થના કરનારનો જ વાંક હશે, એવી ટકોર ચાર્લ્સ ફિલ્મોર કરે છે. જો આપણને પ્રાર્થનાનો ઉત્તર ન મળે તો સમજી લો કે પ્રાર્થના યોગ્ય મનોયોગથી નથી કરી. નિષ્ફળતા,ભગવાનના કારણે નહી, તમારી શિથિલતાને કારણે છે. પ્રાર્થનાનાં પરિણામ માટે અત્યંત ઉત્સુકતાને બદલે ધીરજ રાખવી જોઇએ, નિરાશથઇને આ તરવાની હોડીને છોડી દેવાની નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy