SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ( ૧૨૭ પ્રાર્થના - સ્થળ અને સમય સામૂહિક પ્રાર્થનાનાં સ્થળ અને સમય નક્કી હોય છે એટલે હવે વ્યકિતગત પ્રાર્થનાના સંબંધમાં વિચારીએ. સામાન્ય રીતે તે માટે વહેલી સવારનો અને રાત્રે સૂતી વખતનો સમય અનુકળ ગણાય. ચોક્કસ નક્કી કરેલ સમયે પ્રાર્થના, શરીર, વસ્ત્ર અને સ્થાનની શુદ્ધિ સાથે થવી જોઇએ. પરંતુ જો કોઈ કારણથી એમ ન થઇ શકે તો પ્રાર્થના એટલે કે માનસિક ઉપાસના ઉત્તમ ઉપાય છે.” જ્યારે ગાંધીજી વચલો રસ્તો સૂચવે છે: "ત્યારે શું આવી પ્રાર્થનાનો નિયત સમય હોતો હશે? જેને સતત આત્મશુદ્ધિ કરવી છે તેની તો ચોવીસે ઘડી પ્રાર્થનામય જ હોય. એ વાત સાચી છે, પણ....સતત પ્રાર્થના કરવાને આપણે અશકત છીએ, એટલે અમુક સમય આપણે નિયત કરીએ છીએ.....” પ્રાર્થના એક રીતે જોતાં ધર્મકાર્ય છે અને ધર્મકાર્ય તો ગમે તે સમયે થઇ શકે. ધર્મના કામમાં કોઇ કસમય ન ગણાય' - 'અકાલો નાસ્તિ ધર્મસ્ય.” એ કથન જાણીતું છે. પ્રાર્થના-સમયની બાબતમાં "મધ્યમમાર્ગ”નો મર્મ મહાત્મા ગાંધીજી આ રીતે આપે છે: "પ્રાર્થના અથવા પૂજામાં કેટલો સમય આપવો એની કંઈ મર્યાદા બંધાય? એ તો જેવી જેની પ્રકૃતિ...પણ જેઓનો જન્મારો પાપ વિના જતો નથી, જેઓ ભોગ અને સ્વાર્થનું જીવન ગાળે છે, તેઓ તો જેટલી પ્રાર્થના કરે તેટલી ઓછી... આપણા જેવા સામાન્ય માણસો માટે આ બે છેડા વચ્ચેનો માર્ગ બરોબર છે....” પ્રાર્થના અને તંદુરસ્તીનો સંબંધ નોબેલ પ્રાઇઝ વિજેતા ડો. કેરેલ તેવા ડૉકટરોમાં મુખ્ય હતા કે જેમણે દર્દીઓના આરોગ્ય-લાભ માટે પ્રાર્થનાની વ્યવસ્થા કરેલી. "પ્રાર્થનાની શકિત વિશ્વમાં સૌથી મોટી શકિત છે' એવું તેમણે બુલંદીપૂર્વક કહેલું. ૧૯૩૫માં 'Man the unknown' ગ્રંથમાં પોતાના અનુભવોનો સાર આપતા લખ્યું હતું કે, "કોઢ, કેન્સર, ટી.બી. વગેરે રોગોના અસાધ્ય દર્દીઓ ગણતરીના સમયમાં જ સાજા થયેલા જોવા મળ્યા છે.... એ જરૂરી નથી કે રોગી પોતે જ પ્રાર્થના કરે; પરંતુ કોઇએ તો તેના માટે સાચા દિલથી વિશ્વાસસહિત ભગવાનની પ્રાર્થના કરવી જોઇએ..." થોડા દાયકાઓ પર ઈગ્લેંડમાં રાષ્ટ્રીય સ્વાથ્ય સેવા સમિતિ દ્વારા ચલાવવામાં આવતી ૩,૦૦૦ હોસ્પિટલો પૈકી ૭૫૦માં તો દર્દીઓ માટે પ્રાર્થના કરનારા ધર્મોપદેશ પાદરીઓની વ્યવસ્થા હતી ! બ્રિટિશ મેડિકલ એસોસીએશન દ્વારા ચિકિત્સા અને ધર્મનો સમન્વય કરીને રોગનિવારણ કરવાનો વિચાર ૨ખાતો. આ એસો.ના ઉપસચિવ ડૉ. ફલેસિટનનો અભિપ્રાય હતો કે, આપણે આપણું કાર્ય સારી રીતે કરવું હોય તો આધ્યાત્મિક શકિતની સહાય જેમ બને તેમ વધુ લેવી જોઇએ.’ આરોગ્ય માટે પ્રાર્થના કઈ રીતે થવી જોઇએ તે અંગે અમેરિકાના ચાર્લ્સ ફિલ્મોર અને કોરાએ Teach us to Pray' માં રસ્તો દર્શાવ્યો છે. આજે મોટા ભાગના રોગો માનસિક તંગદિલીને કારણે છે તે સંજોગોમાં ડૉ. મોહનભાઈ પંચાલ નોંધે છે કે - "આપણા મનને અને તનને આરામ, મુકિત કે હળવાશ પહોંચાડવાનું પ્રાર્થના દ્વારા શકય બને છે. પણ તાત્કાલિક પરિણામ મેળવી લેવાની ઉત્કટ તાલાવેલી દાખવવાથી પ્રાર્થના ન પણ ફળે..." વિલિયમ જેમ્સ વ્યકિતના આનંદમય અને નચિંત જીવનમાં શ્રદ્ધામય પ્રાર્થના શું ફાળો આપી શકે તે અંગે અવનવા પ્રયોગો કર્યા બાદ છેવટે એવા તારણ પર આવ્યા કે — "જેમ જેમ વર્ષો વિતતાં જાય છે તેમ તેમ ઈશ્વરમાં શ્રદ્ધા રાખ્યા વગર જીવવાની મારી ક્ષમતા પણ ઓછી થતી જાય છે.” પ્રાર્થનામાં શબ્દાબરને સ્થાન નહીં - શ્રદ્ધા અને હૃદયથી થાય પ્રાર્થના સાંભળનાર પરમાત્માને શબ્દોના સાથિયા, ભાષાની ભભક કે આડંબર સાથે શું લેવાદેવા? કેમકે ભાષા કરતા ભાવ અગત્યનો છે. પ્રાર્થના કાલીઘેલી વાણીમાં વ્યકત થાય કે મૌન રીતે થાય પણ હૃદયની શુદ્ધભાવના અવશ્ય હોવી જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy