SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ચિર શાંતિની સ્થાપના થાય તેના કરતાં સર્વ સંમત અદમ્ય અને ઉત્કટ ઈચ્છા બીજી એકેય નથી. આ લક્ષ્ય આપણને પૂર્ણ થતું જ દેખાય તો પણ આપણે બધાં મળીને (પ્રાર્થના દ્વારા) ધણું કરી શકીએ.” અંતમાં, એક સરસ અવતરણ યાદ આવે છે, પ્રાર્થના પાપ ધોવાનું માનસરોવર, દુઃખીનો દિલાસો, નિર્ધનનું ધન, પ્રભુપ્રાપ્તિની જડીબુટ્ટી, શોકસાગરમાં તરવાની નૌકા, સંસાર પાર કરવાનું પુષ્પક વિમાન, રોગમુકિતની અમૂલ્ય દવા, આત્મા પરમાત્માને જોડતી સાંકળ, દુષ્ટ વ્યકિતનું હૃદય પરિવર્તન કરવાનો ચમત્કારી મંત્ર અને પ્રત્યેક નર-નારીનું ધન એટલે પ્રાર્થના છે.” પ્રાર્થના અને યાચના પ્રાર્થનાનો એક અર્થ થાય છે માગવું કે યાચવું... પરંતુ કેટલાક તો પ્રાર્થનાનાં હાર્દને સમજતા નથી તે અનુસંધાનમાં બર્નાર્ડ શોનું વિધાન બરાબર બંધબેસતું આવે છે કે-"સામાન્ય વ્યકિત પ્રાર્થના નથી કરતાં, તેઓ તો માત્ર માગે છે!” આદર્શ પ્રાર્થના સકામ ન હોય. તે અંગે સુકરાત લખે છે – "જો તમે પ્રાર્થનાનો ઉદેશ તમારી જરૂરિયાતો પ્રભુને સમજાવવા પૂરતો જ રાખતા હો તો ભગવાનની ભગવતાના સંબંધમાં તમારી ધારણા ઘણી જ દયા ખાવા જોગ છે.” સકામ પ્રાર્થના કરવાવાળાઓ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્યની દષ્ટિએ – "(ઓ) ઉપાસનાના તત્ત્વજ્ઞાનથી હજી ખૂબ જ દૂર છે. તેને જે બાળકો પ્રસાદની લાલચથી મંદિરે જાય છે તેની સાથે સરખાવી શકાય છે...” બીજા એક વિચારકે તો તેથી પણ એક ડગલું આગળ જઈને કહાં છે કે - "ફકત આપત્તિનિવારણ માટે પ્રાર્થના કરવી તે નાસ્તિકતા છે.” હા, તમારે જો યાચના જ કરવી હોય તો વિવેકાનંદજીનો સાદ સુણવો પડશે - "પ્રાર્થના દ્વારા જો કંઇ માગવું હોય તો એવી ચીજ ન માંગો કે જે નાશવંત હોય." પ્રાર્થનાનાં પ્રકાર અને સ્વરૂપો - આમ છતાં દરેક વ્યકિત નિષ્કામ પ્રાર્થના કરવાની ભૂમિકાએ પહોંચી શકતો નથી - જો કે ખરું લક્ષ્ય તો તે જ હોવું જોઇએ. આથી મહાત્મા ગાંધીજી કહે છે તે પ્રમાણે, "પ્રાર્થના અનેક પ્રકારની હોય છે. આપણે એનો વિચાર કરીએ; ઇશ્વરની પાસે કાંઈ માગવાની અને બીજી, અંતર્ધાન થઈ ઈશ્વરનું અનુસંધાન કરવાની, એને આપણે ઉપાસના કહીએ છીએ." પ્રાર્થનાના ત્રણ પ્રકાર પડે છે. જે નિયમિત રીતે થવી જ જોઇએ તે 'નિત્ય', અવસર અને પ્રસંગનુસાર જે પ્રાર્થના થાય તે નૈમિતિક” અને કામનાઓની પૂર્તિ માટે થાય તે કામ્ય પ્રાર્થના'. ઉત્તમ વ્યકિતઓ સાર્વજનિક કે વૈશ્વિક કલ્યાણની સાત્વિક પ્રાર્થના કરે છે, મધ્યમ કક્ષાની વ્યકિતઓ પોતાનાં માટે જ પ્રાર્થના કરે છે તે 'રાજસિક પ્રાર્થના', જ્યારે હલકા માનસવાળી વ્યકિતઓ પોતાની "તામસિક' પ્રકૃતિ પ્રમાણે બીજાનાં અકલ્યાણ માટે પ્રાર્થના કરે છે. આ ઉપરાંત તેનાં બીજા પણ બે પ્રકાર પડે છે. એક તો વ્યકિતગત પ્રાર્થના, જે પોતાનાં અનુકૂળ સમયે અને સ્થાને વ્યકિત કરે છે. જ્યારે સામૂહિક પ્રાર્થનાનું સ્થળ (મંદિર, મજીદ, ચર્ચ વગેરે) નિશ્ચિત હોય છે: સમય, પ્રાર્થનાપદ્ધતિ અને શબ્દો પણ નક્કી થઇ જાય છે. એક રાષ્ટ્રીય વિદ્યાલયના આચાર્યને કોઈ વિદ્યાર્થીએ પ્રાર્થનાના વર્ગમાંથી ગેરહાજર રહેવાની પરવાનગી મેળવવા જે પત્ર લખ્યો હતો તેમાં તેણે શંકા વ્યકત કરેલી કે - "સામુદાયિક પ્રાર્થનાની જો વાત કરતા હો, તો તે તો મને સાવ નિરર્થક લાગે છે. ગમે તેવી નજીવી વસ્તુ ઉપર પણ આવડું મોટું ટોળું એકચિત્ત થઈ શકે ખરું કે?" જે સંસ્થામાં દાખલ થતી વખતે તેના જે નિયમો હોય તે પાળવાની બાહેંધરી આપ્યા પછી દાખલ થઇને ત્યારબાદ વાંધો-વિરોધ ઊભો ન કરવો જોઈએ તેમ કહી ગાંધીજીએ ૨૬-૯-૧૯૨૬ના નવજીવનમાં જણાવેલું કે - "સામુદાયિક પ્રાર્થના તો અદ્ભુત વસ્તુ છે. ઘણી વસ્તુ એકલા ન કરીએ તે સમુદાયમાં આપણે કરીએ છીએ...” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy