SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૨૫ મે” (હે ધરતી માતા! પગલાં પાડી, ભૂમિને મારા ભારથી મારું છું તો માફ કરજે.) એવી પ્રાર્થના પછી જ ધરતી પર પગ મંડાતો. સુતી વખતે પણ પ્રાર્થના. ખાવાનું રહી જાય પણ પ્રાર્થનાનો કાર્યક્રમ અકબંધ રહેતો. કમળાશંકરભાઈ પંડિત કહે છે તેમ ("નિત્ય પ્રાર્થના"માં પૃ.૩) "પોતાના 'અહં'નું સ્વાર્પણ કરી 'Divine Sublimation' - દૈવીસ્વરૂપાંતર કરી, એમાં જ ઓતપ્રોત થઈ માનવજીવન ગાળવું એ આર્યજીવનની વિશિષ્ટતા હતી. સ્વામી શ્રી શુકદેવાનંદજી મહારાજની દષ્ટિએ ઈશ્વર-પ્રાર્થના વ્યકિતગત રીતે થાય તો પણ તેનો લાભ દુનિયાને પહોંચે છે- " દુનિયામાં વાતાવરણ બગડી રહ્યું છે. લોકોમાં તામસી અને રાજસી ભાવના ફેલાઈ છે, જેનાથી ઘોર અશાંતિ છે. દેશ અને વિશ્વનું વાતાવરણ શુદ્ધ થાય તેટલા માટે પ્રાર્થના પ્રત્યેક મનુષ્ય કરવી જોઈએ.” "If we live a life of Prayer, God is present everywhere." એટલે કે, જો આપણે પ્રાર્થનામાં જીવન ગુજારીએ તો તો ચારે તરફ ઈશ્વર "ટૂકડો” - નજીક વસે છે એની પ્રતીતિ થશે, સંત વિનોબાજીની દષ્ટિએ પણ ઝઘડાના શમન માટે પ્રાર્થના અચૂક ઉપાય છે. જીવનને વ્યાપક બનાવે છે, તે 'મનનું ઉત્તમોત્તમ સ્થાન પણ છે. વર્ષો સુધી નાહી-ધોઈને ચોખ્ખા રહીએ પણ ત્રણ-ચાર દિવસ સ્નાન ન કરીએ તો ના ચાલી શકે. બસ, તેવું જ પ્રાર્થના વિશે છે. સમાજ બનેલો છે વ્યકિતઓનો. પ્રાર્થનાથી વ્યકિત સુધરતી જશે અને સાથે સાથે સમાજ પણ. "શિબિ” રાજાએ કેવી પ્રાર્થના કરેલી ? " न त्वहं कामये राज्यं न स्वर्ग ना पुनर्मये दुःख तप्तानां प्राणिनामार्तिनाशनम्॥" (મારે નથી જોઈતાં રાજ્ય, સ્વર્ગ કે મોક્ષ. હું તો ઈચ્છું છું કે દુઃખી પ્રાણીઓનું કષ્ટ દૂર થાવ.) ચાલો, વ્યક્તિગત યોગક્ષેમની યાચનાની પ્રાર્થનાને બદલે વિશ્વના યોગક્ષેમને ધ્યાનમાં લઈને પેલી પ્રાર્થના ગાઈએ-સર્વે પવનવિનઃ સર્વેસરનામા સર્વે પર તુમ ચિન્ટુરિવાજપતા” (સર્વ સુખી થાઓ, બધા નીરોગી બનો, બધા પવિત્ર આચાર-વિચારના થાવ, કોઈપણ દુઃખી ન થાવ...) કેમ કે સારી પ્રાર્થનામાં સ્વાર્થ નહીં, પરહિતને પોતાનો સ્વાર્થ ગણવામાં આવે છે. "હરિરેવ જગજ્જગદેવ હરિ:” આ રીતે અદ્વૈત ભૂમિકાથી પોતાનો વ્યવહાર ચાલે છે. ધાર્મિક જીવન જીવવા માગતી સમાજની વ્યકિતઓ જગતનિયંતાની વિરાટ શકિતને તેના સ્વરૂપને પોતાની દષ્ટિ સમક્ષ રાખે છે. અરે! બાકીના સમયમાં નહીં તો ઓછામાં ઓછું પ્રાર્થનાના સમયમાં તો એ પાપના આચરણમાંથી તો મુકત રહી શકે છે ને?"ધૂમકેતુ"એ સરસ ચિંતનકણિકા આપી છે- "પ્રાર્થનાથી પરિસ્થિતિ પલટાય છે? ના: પ્રાર્થનાથી તો માનવી જ પલટાય છે- ને પછી એ માનવી પરિસ્થિતિને પલટાવે છે...” ચાર્લ્સ ફિલ્મોર લખે છે કે -- " The purpose of prayer is to change your thinking, God does not change; His will is always, only good." --પ્રાર્થનાનો ઉદેશ્ય છે તમારા ચિંતનની પદ્ધતિમાં પરિવર્તન લાવવું. ઈશ્વરમાં પરિવર્તન નહીં થાય. ઈશ્વર તો હંમેશાં સંપૂર્ણ મંગલમય છે. મહાત્મા ગાંધીજીની દષ્ટિએ માણસે "સમાજના અંગ તરીકે એણે સામાજિક પ્રાર્થના પણ કરવી રહી.” અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આઈઝન હોવર કે જેઓ યુદ્ધકળાના નિષ્ણાત હતા અને યુદ્ધનીતિમાં વિશ્વાસ ધરાવતા હતા. તેમણે એવાટનમાં ૪૨ દેશોના પ્રતિનિધિઓ સમક્ષ તા. ૧૯-૮-૧૯૫૪ના રોજ જે વક્તવ્ય આપેલું તેમાં ભવિષ્યવાણી દર્શાવેલી કે ભવિષ્યનો પ્રાદુર્ભાવ ફૂટ રાજનીતિજ્ઞો કે યોદ્ધાઓ દ્વારા નહીં થાય. ઈતિહાસ આવા મહાપુરુષોની નિષ્ફળતાઓની કથાથી ભરપૂર પડેલો છે... આ વિશ્વમાં પ્રત્યેક મનુષ્યમાત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy