SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી બેસે છેયા પાગલ બની જાય છે તેમનામાંથી ઘણાંને બચાવી શકાય છે. માત્ર શરત એટલી કે આ લોકોને પ્રાર્થનાથી મળતાં શાંતિ અને સંતોષની જાણ થાય...” પ્રાર્થનાની આવશ્યકતા - વ્યકિતગત સંદર્ભમાં... પ્રાર્થનાની આવશ્યકતાનો વિચાર વ્યકિતગત તથા સામૂહિક કે વૈશ્વિક સંદર્ભમાં થઈ શકે છે. આમ જોઈએ તો આપણાં સર્વદુઃખોનું દુઃખ ઈશ્વરવિસ્મૃતિમાં રહેલું છે. જેમાંથી પ્રાર્થના બચાવી લે છે. આ બે વામનાં ખોળિયામાં શ્રેષ, ધિક્કાર, હિંસા, ઈદ્રિય સુખો પાછળ આંધળી દોટ, આકાંક્ષા અને અભિમાન છલોછલ ભરેલાં હોય છે ત્યારે વિકાર- પ્રલોભનોને દૂર રાખવા, મન અને આત્માની દઢતા કેળવવા પ્રાર્થના એક અમોઘ શસ્ત્ર બની જાય છે. પ્રાર્થનાની આપણા જીવનમાં અવશ્યકતા શું છે તે સમજવા ગાંધીજીની અનુભવવાણીને જ અહીં યાદ કરીએ-- જેમ શરીરને માટે ખોરાક આવશ્યક છે, તેમ આત્માને માટે પ્રાર્થના આવશ્યક છે. તમે કહેશો કે પ્રાર્થના કર્યા વિના તો લાખો માણસો જીવે છે. હા, જીવે છે ખરા, પણ એ જીવન પશુજીવન છે, અને માણસને માટે એ મૃત્યુ કરતાં ભૂંડું છે...” વિદ્યાર્થીઓ માટે પ્રાર્થનાની આવશ્યકતા દર્શાવતા કહ્યું છે કે- જો તમારે વિદ્યાર્થીઓએ શુદ્ધ ચારિત્ર અને ચિત્તશુદ્ધિ ઉપર તમારી કેળવણીનો પાયો નાખવો હોય તો નિત્ય, નિયમિત પ્રાતઃકાળે અને સંધ્યાકાળે પ્રાર્થના જેવો સરસ ઉપાય બીજો એકે નથી...” પ્રાર્થનાનો પ્રકાશ આપણા જીવનમાં ઉજાસ લાવી કેવો માર્ગદર્શક બની શકે તે અંગે પ્રાર્થનાવ્રતના હિમાયતી કાકાસાહેબ કાલેલકરે નોંધ્યું છે કે- "જીવનની કોઈપણ સમસ્યાનો ઉકેલ કરતાં કે નાનો મોટો નિર્ણય લેતાં મેં પ્રાર્થનાનો ઉપયોગ અવશ્ય કર્યો છે. દરેક વખતે મેં જોયું છે કે મને સમુચિત માર્ગદર્શન અવશ્ય મળે છે." આવું શાથી બનતું હશે? પ્રાર્થનાથી બળ કેમ મળતું હશે? પરમાત્મારૂપી વિરાટ સત્તા સાથેનો અભિન્ન સંબંધ સમજવા પ્રાર્થનાની જરૂર પડે. અને આ સંબંધ જે પચાવી ગયો હોય તે પ્રાર્થના ન છોડે. મહાન વૈજ્ઞાનિક એલેકસીસ કેરેલ પ્રાર્થનાશકિતનું રહસ્ય સમજાવતાં લખે છે: "રેડિયમની જેમ પ્રાર્થના પણ પ્રકાશ અને શકિતનું મહાકેન્દ્ર છે. એના દ્વારા આપણે સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરનારી ઈશ્વરીય શકિત સાથે પોતાનો સંબંધ જોડી શકીએ છીએ. તેમની દષ્ટિએ "પ્રાર્થનાથી વિશ્વની મહાનતમ શકિત પ્રાપ્ત કરી શકાય છે. આ શકિત પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળ જેટલી જ નક્કર અને સર્વકાલીન છે.” પ્રાર્થના દ્વારા આપણને જીવનમાં સાચું-ખોટું મૂલવવાની દષ્ટિ લાધે છે; તેનાથી ખરાબ વિચારો, સ્વાર્થભાવના, કામુકતા, ક્રોધ-મોહ અને અહંકારના મનોવિકારોને દેશવટો મળે છે; આંતરિક વિશાળતા વધે છે. શ્રી શ્રીરામ શર્મા આચાર્યજીના મતે પ્રાર્થના "એક અત્યંત મહત્ત્વપૂર્ણ શકિત છે.” પ્રાર્થનાની આવશ્યકતા જો તેની ફળપ્રાપ્તિના સંદર્ભમાં વિચારીએ તો પણ તેનાથી થતી ઉપલબ્ધિ કાંઈ કમ નથી. ડે.મોહનભાઈ પંચાલ કહે છે કે"બુદ્ધિ, કરામતો અને વૈજ્ઞાનિક કે યાંત્રિક પ્રક્રિયા દ્વારા આપણને જે મળતું નથી તે પ્રાર્થના અને ભાવના દ્વારા જરૂર મળે છે.” માનવજીવનને સાર્થક અને રસમય બનાવવા, જીવતરનો ભાર ઈશ્વરને સોંપી તેના ખોળામાં સૂવાના અધિકારી "લાડકા" બનવા પણ પ્રાર્થના જ કરવી પડે ને! જીવનનું છેવટનું લક્ષ્ય આત્મોન્નતિ સિવાય બીજું શું હોય? અને તેની પૂર્તિ માટે ઈશ્વરસ્મરણ, ચિંતન અને પ્રાર્થનાનાં પગથિયાંઓનો જ સહારો લેવો પડશે ને? પરંતુ આજની દોડાદોડીમાં જો "પ્રાર્થના કરવાની પણ ફુરસદ તમને ન મળતી હોય, તો પછી બીજી કોઈ વાતની ફુરસદ નહીં મળે...” (ધૂમકેતુ) પ્રાર્થનાની આવશ્યકતા - વૈશ્વિક/વિશાળ સંદર્ભમાં... આજે ચોતરફ નિરાશા, અશાંતિ, અંધકાર, વેરવિગ્રહ અને હિંસાનો દાવાનળ વધ્યો છે ત્યારે તેમાંથી બચવા પ્રાર્થના એક ઉજળી આશા છે. એક સમય એવો હતો કે પ્રભાતે પથારીમાંથી ઉઠતા જ "પાદસ્પર્શ સમસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy