SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૨૩ ] સુખ કે બીજી સ્વાર્થ સાધવાની વસ્તુઓ માગવી એ નથી; "પ્રાર્થનાએ કલેશ પામેલા આત્માનો ગંભીર નાદ છે... પીડાનું શુદ્ધ જ્ઞાન એ જ પ્રાર્થના છે..." બીજી એક વ્યાખ્યા પ્રમાણે - "પ્રભુ પ્રાર્થના એટલે માંગણી કે યાચના નહીં; પણ સદ્ગુણો પ્રાપ્ત કરવા માટે એ આત્માની પરમાત્મા પ્રત્યેની શુદ્ધ ભાવભરી અને શ્રદ્ધાપૂર્વકની ઝંખના હોય છે...” - ગાંધીજીએ આપેલી એક બીજી વ્યાખ્યા પ્રમાણે - "પ્રાર્થનાનો મૂળ અર્થ તો માંગવું થાય છે. ઈશ્વર પાસે કે વડીલ પાસે વિનયપૂર્વક કરેલી માગણી એ પ્રાર્થના, (અહીં આ અર્થમાં પ્રાર્થના” શબ્દ નથી વપરાયો.) પ્રાર્થના એટલે ઈશ્વર સ્તુતિ, ભજન-કીર્તન, સત્સમાગમ, અંતર્દાન, અંતરશુદ્ધિ..." અન્ય અપાયેલા એક અર્થ પ્રમાણે "પ્રાર્થનાનો અર્થ છે – જીવાત્માનો પરમાત્મા સાથે સક્રિય, અનન્ય ભકિત-પ્રેમમય સંબંધ. આદર્શ પ્રાર્થના સાધકની ઈશ્વર પ્રાપ્તિ માટે પરમ આકુળતા કે આર્તતાની ભાવનાની અભિવ્યકિત છે...” સ્વામી શ્રી પરમાનંદજી મહારાજ ભગવસ્ત્રાર્થનાને ભગવાન સાથેના "શુદ્ધ હૃદયના સંવાદ”- "પ્રભુ સાથે ભાવનાત્મક મુલાકાત” તરીકે ઓળખાવે છે. તો કોઈ એક વિચારકે તેને "વિભુ સાથે વાર્તાલાપ”નું સ્થાન આપ્યું છે. "ધર્મમંથન"માં મહાત્મા ગાંધીજીએ નોંધ્યું છે કે- "પ્રાર્થના એ માગણી નથી, એ તો આત્માનો ઉત્કંઠ અભિલાય છે. એમાં નિત્ય પોતાની નબળાઈનો સ્વીકાર આવી જાય છે...” અમેરિકાના સુપ્રસિદ્ધ વિચારક એમર્સનની દષ્ટિએ "જીવન સંબંધી સર્વોચ્ચ ચિંતનનું નામ પ્રાર્થના છે. ઈશ્વરના મંગલમય જ્ઞાપન અને વિવેચનનું માધ્યમ પ્રાર્થના છે.” પરંતુ સાચું કહીએ તો "પ્રાર્થનાના શબ્દાર્થમાં ઊંડા ઉતરવા કરતાં ખુદ "પ્રાર્થના”માં ઊંડા ઉતરવું જોઈએ. શાથી? તેનો પ્રત્યુતર છે - પ્રાર્થના પ્રાર્થનાની શ્રેષ્ઠતા - સરળતા "પોતાના દોષનું નિવારણ કરવાને સારુ મનુષ્યની પાસે મોટામાં મોટું શસ્ત્રએ અંતરમાં ઊઠેલો આર્તનાદ અથવા તો પ્રાર્થના છે." મહાત્મા ગાંધીજીએ પ્રાર્થનાની શ્રેષ્ઠતા અહીં સાદા શબ્દોમાં દર્શાવી દીધી છે. જ્યારે અંગ્રેજ કવિ ટેનિસન પ્રાર્થના સંબંધમાં લખે છેઃ "Many a things are wrought by prayer, than this world may dream of." એટલે કે આ દુનિયાની કલ્પનાતીતની વસ્તુઓ પ્રાર્થનાથી ફલિત થાય છે. લૌકિક સાધનો- પુરષાર્થ અજમાવી છેવટે હારી ગયેલો, થાકી ગયેલો જીવ દીનભાવે- અનન્ય ભાવથી પ્રાર્થનાને માધ્યમ બનાવી શરણાગતિ સ્વીકારે તો પ્રાર્થના અમોઘ ચિંતામણિ સમાન પુરવાર થાય છે. મીઠાશ ભરેલી પ્રાર્થનામાં જરાયે ખર્ચ કરવો પડતો નથી. આ સાત્વિક સાધન અપનાવવાથી અન્યને કશી જ મુશ્કેલી પડતી નથી. છતાં લોકો પ્રાર્થનાથી થનારા ફાયદાથી અજાણ હોય તેમ નથી લાગતું! તેમાં જપ-તપની જટિલતા નથી કે આસન-પ્રાણાયમની ઊઠબેસ નથી. તલસ્પર્શી શાસ્ત્રાભ્યાસના તળિયે ડૂબવું પડતું નથી. નાનો હોય કે મોટો, ભણેલો હોય કે અભણ, સૂતાં-બેસતાં તમામ અવસ્થામાં વગર મુશ્કેલીએ પ્રાર્થના કરી શકાય છે. શરત એટલી કે તે પ્રેમ અને શુદ્ધ ભાવથી થવી જોઈએ. સ્વામી માધવતીર્થ (વલાદ) લખી ગયા છે કે- "પ્રાર્થના એ હૃદયથી ભગવાનને મળવાની ચાવી છે, એ લાગણીનો વિષય છે, ...લાગણીઓ શુદ્ધ કરવાની જરૂર છે અને તેમાં પ્રાર્થના એક મુખ્ય અંગ છે... પરમાત્મા નિત્ય સર્વત્ર રહેલા છે. તેનામાં હૃદય જોડવું જોઈએ અને તે માટે પ્રાર્થના એ ઉત્તમ ઉપાય છે..." મહાત્મા ગાંધીજીએ ઉપવાસ અને પ્રાર્થનાનો સંબંધ જોડતાં કહ્યું છે- "જો સાચા દિલથી અને ધાર્મિક વૃત્તિથી કરવામાં આવે, તો તેમાંથી મહાન પરિણામો નિપજાવી શકાય છે એમ મારી ખાતરી છે અને મારો અનુભવ છે... પ્રાર્થના વિનાનો ઉપવાસ શુષ્ક છે..” પ્રસિદ્ધ લેખક અને વિચારકડેલ કાર્નેગીના મતે પ્રાર્થનાથી આપઘાતોની સંખ્યા ઘટાડી શકાશે એવો ઉજળો આશાવાદ આ શબ્દોમાં કર્યો છે : ” જે લોકો આત્મહત્યા કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy