SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી 'વિશ્વમાં શકિતઉપાસનાનો ઐતિહાસિક પરિચય * ડૉ. નારાયણ મ. કંસારા શકિતની ઉપાસના/આરાધના માત્ર ભારતમાં જ નહિ, વિશ્વના અનેક ધર્મો અને સંપ્રદાયોમાં પણ જોવા મળે છે. આ લેખની સંદર્ભ સૂચિથી તેની પ્રતીતિ થાય છે. આ લેખના પાઠ સહિતના ઉલ્લેખો લેખકના ઊંડા વાચન-મનનની સાક્ષી પૂરે છે. ડૉ. કંસારા સાહેબ સંસ્કૃત સાહિત્યમાં પ્રથમ પંકિતના વિદ્યાપુર૫ છે. વેદો ભાષા સાહિત્ય, દર્શનો ઇત્યાદિ અનેક વિદ્યાશાખાઓના તેઓ સમર્થ મર્મજ્ઞ છે. પ્રસ્તુત લેખમાં વિશ્વમાં શકિતપૂજાના પરિપ્રેક્ષમાં તેમણે ભારતના વિવિધ ધર્મ સંપ્રદાયોમાં શકિતપૂજાનું સ્થાન દર્શાવી આપ્યું છે. દેવીભકત વિમળશાહે નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા અંબીકાદેવીની ઉપાસના કરી છે તેનો ઈતિહાસ પણ રોમાંચક છે. આ લેખ નિરાંતની પળોમાં વાંચવાની ખાસ ભલામણ છે. -સંપાદક દુનિયાની બધી જ ચીજો અને પ્રાણીઓની જનેતા ધરતી છે. મૃત શરીરનો છેલ્લો મુકામ ધરતી છે. વનસ્પતિ, ઘાસ, છોડવાં, જીવાત, જીવડાં, અળસિયાં, દેડકાં, સાપ વગેરે પ્રાણીઓનું ઉદ્ગમસ્થાન અને નિવાસસ્થાન ધરતી છે. એમાંથી આ બધું જન્મે છે અને અંતે એમાં જ સમાઈ જાય છે. આ હકીક્ત અતિ પ્રાચીન-પ્રાગૈતિહાસિક કાળમાં અસંસ્કૃત કે અર્ધસંસ્કૃત લગભગ પશુસમાન જંગલી જીવન જીવી રહેલા માનવના લક્ષમાં તેના રોજબરોજના જાત અનુભવને લીધે આવી હતી. તેથી જ જગતના સૌથી પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથ-ત્રસ્વેદમાં પૃથ્વીને માતા અને આકાશને પિતા તરીકે ઓળખાવ્યાં છે. માનવીય અનુભવની દષ્ટિએ અતિ સ્વાભાવિક અને ઐતિહાસિક દષ્ટિએ સહજ લાગે છે. તેથી જ ટેલરે કહ્યું છે કે કુદરતને લગતી કોઈ જ કલ્પના આકાશ-પિતા અને પૃથ્વી-માતાએ બંને વિશ્વનાં માતા-પિતા હોવાની કલ્પના કરતા વધુ સરળ અને સાદી હોઈ શકે. તેથી સ્વાભાવિક રીતે જ પ્રાચીન પવિત્ર ધારણાઓ અને ઉપાયયોજનાઓ આ દૈવી માતાપિતાને લગતાં પ્રતીકો હોવાની શકયતાને સમર્થન આપે છે. આ બંનેમાં પૃથ્વીમાતા અનેક કારણોસર વધુ પ્રાધાન્ય ધરાવતી જોવામાં આવે છે. પ્રાગૈતિહાસિક ખેતીપ્રધાન જાતિઓમાં પૃથ્વીમાતાને યજ્ઞો-હવનો દ્વારા પૂજવામાં આવતી અને ધામધૂમથી આડંબરભરી રીતે ગુપ્ત તાંત્રિક કર્મકાંડ વડે ઉપાસવામાં આવતી, કારણ કે પૃથ્વીમાતા કે માતૃદેવીનો મૂળભૂત સંબંધ શુભાગ્ય અને સમૃદ્ધિ સાથે સંકળાયેલો હતો. આ કારણે જ દેવીના પવિત્ર પ્રતીકોને સિક્કા, માદળીયાં વગેરેમાં કોતરીને, ઉપસાવીને હાથે કે ગળામાં પહેરવાથી રક્ષણ અને સદ્ભાગ્યની પ્રાપ્તિ થતી હોવાની શ્રદ્ધા માનવના મનમાં અતિ પ્રાચીનકાળથી ઘર કરી ગઈ હોવાનું જોવા મળે છે. જગતમાંના સર્વ પ્રાણીઓ અને મનુષ્યોને જમ્યા પછી સમજણ કે સ્વાયત્ત બનતા સુધીમાં પોષક અને મારક, એ ઉભય સ્વરૂપે સીધો પરિચય પોતાનાં માતાપિતાનો જ થતો હોય છે. કેમ કે, સીધો અને સતત સંબંધ એ બંને સાથેનો જ હોય છે, ખાસ તો માતા સાથે. પ્રસ્તુત લેખમાં શકિત ઉપાસનાનું મુખ્ય સ્વરૂપ માતા રૂપે અભિપ્રેત છે. એ દષ્ટિએ શકિત-માતૃદેવી ઉપાસનાના ઐતિહાસિક પાસા પૂરતી આપણી ચર્ચાને સીમિત રાખી છે. મેસોપોટેમિયા (ઈરાક), સીરિયા, પેલેસ્ટાઈન, ફેટ, એશિયા માઈનોર વગેરે પ્રદેશોમાં માતૃદેવીની પૂજા ખૂબ પ્રચલિત હતી. આપણે ત્યાં વેદોમાં અદિતિ એ એક મહાન દેવી છે, અને તેનો નિર્દેશ ટ્વેદમાં અનેકવાર થયો છે. અદિતિ સર્વ દેવોની અને સૃષ્ટિની જન્મદાત્રી છે. દુનિયાના વિવિધ દેશોની વિવિધ ભાષાઓમાં આ દેવીનો 'અ-સૂ-તિ-ર-તુ', 'અશ-તરુ-તુ', 'ઈશ્વર', 'અસ્તરતે', 'અક્ષર', અતીરેથ', 'અસ્તર', અસ્તર', 'અત્તર”, “અતર', 'અતરગતિસ' અને 'હ-હોર' નામે નિર્દેશ થયેલો મળી આવે છે. ઋગ્વદમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy