SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૧૩ મૂર્તિઓનાં દર્શન થાય છે. વાઝેવી શારદાનું જૈનોએ માનેલું સ્વરૂપ નિરાલું છે. - અતિ વિખ્યાત દેવીઓ : ત્રીજા પ્રકારમાં પ્રબોધિત, દીક્ષિત દેવીના રૂપમાં સચ્ચિયામાતાને ગણાવી. શકાય. આ હિંદુ દેવી મહિષાસુરમર્દિની અથવા ચામુંડાનું રૂપ છે. એક કથા છે કે ૧૩મી સદીમાં શ્રી રત્નપ્રભસૂરિજીએ આ દેવીને જૈનધર્મમાં દીક્ષિત કરી, જે માંસભક્ષી મટીને અહિંસક બની ગઇ. | કુરકુલ્લાદેવી તે સર્પોની દેવી છે. શ્રી દેવસૂરિજીએ તેને ભૃગુકચ્છ (ભરૂચ)માં જૈનધર્મથી વાસિત બનાવી હતી. પંડિત રાહુલ સાંકૃત્યાયને આ દેવીને બૌદ્ધોના તાંત્રિક સંપ્રદાયની વયાની દેવી તરીકે ઓળખાવી છે, જેની આરાધના જૈનધર્મમાં ૧૩મી સદીનો થઇ. આ દેવીને ધન, પુત્ર, સ્વાથ્ય અને સૌભાગ્ય પ્રદાન કરનારી કહી છે. તેમના યંત્રો પરથી લાગે છે કે કોઇ સમયે આ દેવીનો પ્રભાવ ભારતમાં વિસ્તરેલો હતો. સૂરિમંત્ર તથા ભદ્રગુપ્તાચાર્યજીના અનુભવસિદ્ધ મંત્ર દ્વાત્રિશિકામાં તેમનો મંત્ર આપેલ છે. એકંદરે જૈન દેવીઓનો અભ્યાસ કરતા કહી શકાય કે, દેવીઓ મુખ્યત્વે વિપ્નો-ઉપસર્ગો શાંત કરવાનું અને જનકલ્યાણનું કાર્ય કરે છે. તે ભકતોને વરદાન આપનારી, ધર્મસંબંધી વાદવિવાદમાં વિપક્ષોને હરાવનારી. ઘેર ઘેર જૈનશાસનનો પ્રભાવ વિસ્તારનારી, તામસિકતાનો નાશ કરનારી અને કીર્તિની-સિદ્ધિની સ્થાપના કરનારી ગણાય છે. જૈનધર્મની દેવીઓ તુલનામાં વધુ સાત્વિક, સૌમ્ય અને અહિંસક છે. આ દેવીઓની પાપાણની અને ધાતુની મૂર્તિઓ મળે છે, જે ભારતની સંસ્કૃતિ, કલા અને મૂર્તિવિધાનમાં અનેરું સ્થાન ધરાવે છે. શરુ કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy