SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૧૫ આ અદિતિ દેવમાતા’ કે પૃથ્વી' છે, એમ યાસ્ક અને સાયણની પરંપરા સ્વીકારે છે. નિઘંટુકોશમાં 'નાના', 'અદિતિ', ઈલા', 'મહી' વગેરેને 'વાક'ના અર્થવાળા શબ્દો ગણાવ્યા છે. ડૉ. વાસદેવશરણ અ અને અદિતિ' પરસ્પર સંકળાયેલા હોવા તરફ ધ્યાન દોર્યું છે. આ નના' એ વાસ્તવમાં સુમેર પ્રજાની માતૃદેવી તથા નિનેહની અધિષ્ઠાત્રી હતી, અને એને નના', ઈન્ન્ના ', 'અનુનિ', 'નઈ વગેરે નામે ઓળ ખવામાં આવતી. ઉર્દકે વર્ક પ્રજાની માતૃદેવી નીન', 'નનઈ, કે નન' એ દેવોના રાજા અનુની પુત્રી હતી. આ દેવી માતા હોવા છતાં કન્યાકુમારીની જેમ બ્રહ્મચારિણી છે. આ રીતે યાસ્કાચાર્ય અને સાયણાચાર્યે દર્શાવેલા નના' શબ્દના પરંપરાગત અર્થઘટનની પાછળ પ્રાગૈતિહાસિક કાળની ઋગ્વદના જમાનાની પરંપરાનું પીઠબળ રહેલું જણાય છે; એને આધારે ઋગ્વદમાંના ‘તેલોની રક્ષા-૩મતિઃ પર એ નિર્દેશોમાંનો કોયડો ઉકલી જાય છે. પુરાણોમાંની પરંપરામાં આદક્ષને સાઠ પુત્રીઓ હતી. સંસ્કૃત ભાષામાં દાક્ષાયણી' શબ્દ સત્તાવીશ નક્ષત્રોનો વાચક છે, અને દાક્ષાયણીઓ એ દક્ષ પ્રજાપતિની પુત્રીઓ ગણાય છે. ઉમા-પાર્વતી પણ દાક્ષાયણી હતી. તેથી ઋગ્વદમાં ઉમાને અદિતિ સાથે એકરૂપ ગણી છે. ઋગ્વદમાં દક્ષની આખ્યાયિકા ઘ-પિતા અને પૃથ્વીમાતાના સંદર્ભમાં આવે છે. બ્રાહ્મણગ્રંથોમાં આનું સમર્થન મળે છે. ઉત્તરકાળમાં આ આખ્યાયિકા પરિવર્તન પામીને બ્રહ્મા” અને તેની પુત્રી 'વાકુ' કે 'સરસ્વતી' કે 'સાવિત્રી' રૂપે પુરાણ ગ્રંથોમાં મળી આવે છે. 'વાકુ’ એ અદિતિનાં અનેક નામોમાંનું મહત્ત્વનું એક નામ છે, અને તેને વાણી કે વિદ્યાની દેવી ગણવામાં આવી છે. મહાભારત,પુરાણો અને તાંત્રિક સાહિત્યમાં સરસ્વતી' અને 'સાવિત્રી'ને મહાન દેવી ગણાવી છે. મહાભારતમાં ગાયત્રી કે સાવિત્રીને બ્રહ્માની પત્ની તરીકે નિર્દેશી છે. પુરાણોમાં સરસ્વતી, સાવિત્રી, ગાયત્રી અને બ્રહ્માણીને બ્રહ્માની ચાર પુત્રીઓ તરીકે પણ ઉલ્લેખી છે. એમાંથી બ્રહ્માણી એ ઈન્દ્રાણી, વરણાણી, રદ્રાણી, ભવાની વગેરેની જેમ, બ્રહ્માનું નારીરૂપ પણ છે. દક્ષ એ મૂળે ઘૌસ-પિતા-આકાશપિતા-રૂ૫ રદ્રનું જ એક નામ છે. ઈરા', 'ઈડા' કે 'ઈલા” એ અન્નદાત્રીદેવી છે, અને એ જ અન્નપૂર્ણા છે. આ ઈરા-ઈડા-ઈલા ફિજીયન પ્રજામાં સિંહવાહિની દેવી હતી અને રોમમાં એને ઈડ પર્વત પર વસતા દેવોની મહામાતૃદેવી – 'Mather deammagnaIdaea' તરીકે ઓળખવામાં આવતી. સાયપ્રસમાંના ઈડાલિયનમાં ગણિકાઓની કળદેવતા એફોડાઈટ (=અભ્રયન્તીદેવી)ને અસંખ્ય બાલિકાઓસમર્પિત કરવામાં આવતી. ગ્રીક પુરાકથામાંની વિનસદેવી સિસિલીના એરિકસ પર્વત પરની 'ઈતરદેવી' અને 'એકોડાઈટ' એક જ હતી. ગ્રીક શબ્દ "ઈરા' છે અને. જ્યારે સંસ્કૃતમાં 'ઈરા’ શબ્દનો અર્થ 'અને’ ઉપરાંત 'પાણી', 'સુરા’ અને ‘પૃથ્વી” પણ થાય છે. આ દેવીના નરરૂપ તરીકે ચંદ્રની પૂજા થતી હતી. મેસોપોટેમિયાના સિરિયા અને એશિયા માયનોરની સરહદ નજીકના હારન શહેરમાં આ જ દેવતાની પૂજા ધાતુજડિત બીજકલાના ચંદ્રથી ઘેરાયેલા શંકુ આકારના પથ્થરના પ્રતીક રૂપે થતી હતી. ભારતમાં આ જ દેવની પૂજા ચંદ્રશેખર શિવ રૂપે થતી. પથ્થરનો શંકુ એ જ્યોતિર્લિંગ – જયોતિ રૂપ પ્રતીકાત્મક સ્તંભ - ગણાતું, નહીં કે પુરુષની જનનેન્દ્રિય. કૌપીતકિ બ્રાહ્મણમાં તો રદ્રને ચંદ્રમા સાથે એકરૂપ દર્શાવ્યા છે. પરંતુ પાશ્ચાત્ય દેશોમાં મહદંશે ચંદ્રની એકાત્મકતાદેવી સાથે માનવામાં આવતી. ઉર દેશમાં નનર અને તેની પત્ની નિત્-ગલ ચંદ્ર તરીકે પૂજાતાં. ગ્રીક અર્નેમિસ અને રોમન ડાયના પણ ચંદ્ર તરીકે પૂજાતાં. આ દેવી Zeus (5ધી) દેવતાની બ્રહ્મચારિણી પુત્રી હતી, અને તે સૂર્યદેવ એપોલોની જોડીયા બહેન હતી. બીજી ગ્રીક દેવી હેકાતે હતી, જેને Zeus દેવતાએ સ્વર્ગ, પૃથ્વી અને સમુદ્રમાં ભાગ અર્પણ કર્યો હતો અને બધા જયશોમાં તેનું આવાહન કરવામાં આવતું. વળી તે ભૂતપ્રેતોની અધિષ્ઠાત્રી અને જાદુમંત્રની દેવી હતી. ઋગ્વદમાં સોમને અદિતિ તરીકે સંબોધવામાં આવ્યો છે. અદિતિને ઘૌસ (આકાશ), પૃથિવી (=જમીન), માતા અને પિતા કહેવામાં આવી છે. રુદ્ર-શિવના અર્ધનારી નરેશ્વર સ્વરૂપનું બીજ આ મંત્રોમાં રહેલું જણાય છે. વૈદિક ઈલા અને યવ દેવતાઓના પગરણ ઈરાનના ઈલોહિમ (કે ઈલાહ કે એલ) દેવતામાં અને વાવ (હલ્ડ, યહવેહ)માં પારખી શકાય તેમ છે. એ જ રીતે સિન કે સિનિ દેવનું મૂળ વૈદિક સિનીવાલીમાં રહેલું છે. સિનીવાલી (=અમાવાસ્યા)નો નિર્દેશ ચંદ્રની કુહ, અનુમતિ અને રાજા નામની વિવિધ કળાઓ સાથે થયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy