SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસ-હારિણી જૈનધર્મમાં શકિતનો મહિમા : એક રૂપરેખા * પ્રા બિપિનચંદ્ર ૨. ત્રિવેદી જૈનદર્શનમાં દેવ-દેવીઓનું મહત્ત્વ અને વિધાન અનેક ગ્રંથો, મંત્રો, યંત્રો) અને સ્તોત્રોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. ધ્યાનપૂર્વક જોઈએ તો દરેક જિનમંદિરે મૂળનાયક ભગવાનનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓ હોય છે. તે પ્રભુજીના ચૈત્યરક્ષક છે. પરમ ભકત છે, સદા જાગૃત છે, અને પૂર્ણ વફાદાર હોય છે. જેના હૈયે અરિહંતની નિરંતર ભાવભરી ભકિત છે, જેનાં ચરણની ચાકરી કરવાની જ જેમને તમન્ના છે, એવા સમ્યગદષ્ટિ આરાધકતત્ત્વોનો સ્વલ્પ પરિચય આ લેખ દ્વારા પ્રાપ્ત થાય છે. પ્રા. શ્રી ત્રિવેદીએ ખૂબ પરિશ્રમપૂર્વક આ લેખ તૈયાર કર્યો છે તે જોઈ શકાશે. - સંપાદક 'શકિતઉપાસના ભારતીય સંસ્કૃતિની ગૌરવમયી આધારશીલા છે. વ્યાપકતા, લોકખ્યાતિ તથા ઉપયોગિતાની દષ્ટિએ શકિતઉપાસના વિશેષ ચર્ચિત, રહસ્યમયી તથા આલોચ્ય બની ગઇ છે; પરંતુ પોતાના આધ્યાત્મિક આધાર તથા વિપુલ આગમશાસ્ત્રને કારણે અતિ રમણિય છે.'-આચાર્ય ડૉ. રામપ્યારેજી મિશ્ર. હિન્દુ તથા અન્ય ધર્મોમાં તેના આરંભકાળથી જ શકિતપૂજાની પરંપરા જોવા મળે છે. પરંતુ શકિત' એટલે શું? સ્વ. નર્મદાશંકર દેવશંકર મહેતા જણાવે છે કે, શકિત તે કંઈ જડ પદાર્થનું ભીતરનું બળ (force) નહિ, પરંતુ પરમેશ્વરનો પોતાના સ્વરૂપને બહાર પ્રગટ કરવાનો સ્વતંત્ર વેગ છે. આ આદ્યશકિત ચિન્મયી છે; એટલે કે સ્વરૂપને ઓળખનારું બળ છે.' વૈદિક સાહિત્યમાં અદિતિ, શચી અને પૃથ્વીને દેવતાઓની શ્રેણીમાં સ્થાન આપીને આદિશક્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જૈન ધર્મમાં પણ શકિતઉપાસનાધર્મના પ્રારંભ સાથે સંલગ્ન છે. પ્રા. એચ. આર. ઠક્કર લખે છે કે, ધર્મની કાર્યપદ્ધતિ અને વલણ (શ્રી ફ્રેઝર મહોદયે બતાવ્યું છે તેમ) દૈવીશકિતઓ તરફ નમ્રતા અને શરણાગતિનું છે. માનવ આ દૈવી અને ગૂઢ શકિતઓને (પૂજા, પ્રાર્થના, વિનવણી વગેરે પ્રકારની ધાર્મિક ક્રિયાઓથી) પ્રસન્ન કરીને પોતાને ઇસિત વસ્તુઓ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. જે શકિતઓને તે ધાર્મિક ક્રિયાઓથી પ્રસન્ન કરે છે તે શકિતઓ સામાજિક છે, શુભેચ્છક કે શુભ સંકલ્પોવાળી છે, તેની સાથે અંગત વ્યકિતગત ભકિતભાવનો સંબંધ કેળવી શકાય છે.” શકિતતત્ત્વ પ્રતિ આકર્ષણનો આ અભિપ્રાય જૈનધર્મને પણ લાગુ પાડી શકાય. જૈનધર્મમાં શકિતની ઉપાસના કેટલાયે સ્વરૂપે જોવા મળે છે, જેને સગવડતાની દષ્ટિએ વર્ગીકરણ કરીને આ રીતે વહેંચી શકાય: જૈન આરાધ્ય દેવીઓ અલ્પ પ્રચલિત અલ્પ પ્રચલિત વ્યાપક રીતે પ્રચલિત તીર્થકરની માતાઓ વિદ્યાદેવીઓ દિકુમારિકાઓ લક્ષ્મી શાસનદેવીઓ અથવા શાસનસુંદરીઓ સરસ્વતી પ્રબોધિત/દીક્ષિત દેવીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy