SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૦૭ આચાર્યો અને સંતોની શકિતઉપાસના: બૌદ્ધકાલીન ભારત શકિતઉપાસનાથી મુકત નથી, ઊલટું પૌરાણિક પ્રચારથી વ્યાપ્ત છે, એ સ્પષ્ટ થયું. પછીના આચાર્યયુગમાં પણ શકિત ઉપાસના તેના દાર્શનિક આધાર સાથે ચાલુ રહે છે. શંકરાચાર્ય સૌન્દર્ય લહેરી” અને અન્ય સ્તોત્ર ગ્રંથોમાં ઈકારાન્ત શકિતના અભાવમાં શિવ | માત્ર શવ જ રહે છે, એમ કબૂલ રાખે છે. રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય, નિમ્બાર્ક અને ચૈતન્ય મહાપ્રભુને તો નારાયણની સહચરી લક્ષ્મીની ઉપાસના સાહજિક રૂપે સુલભ બને છે. સંતોમાં સ્વામી રામદાસ ભવાનીને, તો પરમહંસશ્રી રામકૃષ્ણદેવ કાલીના સ્વરૂપને આરાધ્ય માને છે. વૈષ્ણવ સંતો રાધાશકિતને અલૌકિક પ્રેમલક્ષણા-ભકિતના ગુરુપદે સ્થાપે છે. આધુનિક યોગી- મહર્ષિઓ આ શકિત ઉપાસનાનું આગવું સ્વરૂપ આપે છે. મહર્ષિ અરવિંદ બ્રહ્મના સ્વરૂપલક્ષણ તરીકે વર્ણવાતા સત-ચિત -આનંદમાંથી ચિતુ' લક્ષણને માત્ર નિષ્ક્રિય જ્ઞાનપ્રકાશ તરીકે ન લેતાConscious forceચિતૃશકિત તરીકે આત્મસાત કરે છે, અને તેનેThe Mother -માતા તરીકે ઉપાય ગણે છે. જ્યારે કેવલાત્મવાદી મહર્ષિ રમણ મીનાક્ષી મંદીરમાં બિરાજમાન મીનાક્ષીને જ આત્માની સ્વરૂપશકિત સાથે અભિન્ન સિદ્ધ કરી. શિવશકિતના મૂળ અદ્વૈતને પુનઃસ્થાપિત કરે છે. મહર્ષિ રમણને શકિતના હોવા કરતાં હોવાની શકિતમાં વધુ રસ છે. આથી તેઓ કહે છે. To Be is prior than to have, even to Be come. જો શકિતમાં હોવાપણું છે તો હોવામાં શકિતપણું સ્વયં સ્પષ્ટ છે. અલબત્ત, આ હોવું એ દેખાવ પૂરતું નથી, પરમ સત્તારૂપ છે. સતુ અને. સત્તાની એકરૂપતા એટલે જ શિવશકિતની અભિન્નતા. મહર્ષિ વિનોબાજીએ અધ્યાત્મશકિતની ઓળખ માટેની કસોટી આપી છે કે, ભૌતિક અને આધિભૌતિક શકિતનો દુરુપયોગ શકય છે, પણ જે ખરેખર આધ્યાત્મિક શકિત છે તેનો દુરુપયોગ શક્ય જ નથી. આ જ વાત એક સૂકિત દ્વારા કહેવાય છે : છોરૂં કછોરૂં થાય છે, માતા કુમાતા થતી નથી. પ્રથમ પની તાતી જાત શિશુપાલ : : : : : :::::: ડાકીય જો કે *. : છે. S: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy