SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પુરાણોમાં શકિતઉપાસનાઃ વેદ અને ઉપનિષદમાં ગર્ભિતસ્વરૂપમાં પડેલાં શકિતઉપાસનાનાં તત્ત્વોનો આશ્રય લઇને શકિતપુરાણોમાં દેવીનાં સ્વરૂપ,મહિમા અને ઉપાસના પ્રણાલીનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. પૌરાણિકયુગને શકિતઉપાસનાના યૌવનકાળ જેવો માનવામાં આવ્યો છે. કારણ કે પુરાણોના વ્યાપક પ્રચારથી શકિતઉપાસનાને એટલો વેગ મળ્યો કે તે ઘરઘરની ઉપાસના બની ગઈ. દેવી અર્થે પ્રયોજાયેલાં જગન્માતા, જગદમ્બા વગેરે વિશેષણો તેનાં માતૃસ્વરૂપને પ્રગટ કરે છે. દેવી ભાગવત, માકડિય પુરાણ, કાલિકાપુરાણ, દેવપુરાણ વગેરે મુખ્ય અને અન્ય ઉ૫પુરાણોમાં દેવીમાહાભ્યનું ગાન છે. સપ્તશતીચંડીદેવીમાહાભ્યના રૂપમાં નિત્યપાઠનો વિષય બની ગયો છે. દશ મહાવિધા : આગમ-નિગમ એ સંપૂર્ણ શબ્દરાશિ આધારિત જ્ઞાન-વિજ્ઞાનનું બીજું નામ છે. નિત્ય-શબ્દબ્રહ્મ આબે ભાગોમાં વિભકત છે. સૂર્યવિદ્યાનિગમવિદ્યાછે, પૃથ્વી વિદ્યા આગમવિદ્યાછે. પુરુષશાસ નિગમ છે, પ્રકૃતિશાસ્ત્ર આગમ છે. “તા સમવયાત '- આ સૂત્રાનુસાર પુરુષ-પ્રકૃતિના સમન્વય દ્વારા વિશ્વરચનાનું તંત્ર સુગમ્ય બને છે. મહાકાલ પુરુષની વિવિધ દસ પ્રકારે આવિર્ભત દસ શકિતને દસ ઘાના નામે વર્ણવવામાં આવી છે. જેમ કે (૧) મહાકાલી, (૨) તારા, (૩) ષોડશી, (૪) ભુવનેશ્વરી, (૫) છિન્નમસ્તા, (૬) ભૈરવી, (૭) ધૂમાવતી, () બગલામુખી, (૯) માતંગી અને (૧૦) કમલા. આ પ્રત્યેકના બાહ્ય પૂજા-ઉપાસના, વિધિ-વર્ણનો અર્થે અસંખ્ય ગ્રંથ લખાયા છે. તેના તાત્ત્વિક રહસ્યને માત્ર શાસ્ત્ર અર્થધટન દ્વારા પામી શકાય તેમ નથી; કારણ કે તેનું અગમ્ય પાસું અનુભૂતિગમ્ય માનવામાં આવ્યું છે. શકિતઉપાસનાની વિશેષતાઃ શાકતમતમાં સાધના મુખ્ય છે, દાર્શનિક ચિંતન ગૌણ છે. યોગ અને પ્રયોગ દ્વારા તેના લક્ષની સિદ્ધિ અહીં નિર્દેશવામાં આવી છે. શકિત-સાધનાની ત્રણ કક્ષા છે: પશુ, વીર અને દિવ્ય. પશુભાવથી સાધનાનો આરંભ થાય છે, અને દિવ્ય ભાવમાં પરિસમાપ્તિ. ઘણા, લજ્જા, ભય, શંકા, જુગુપ્સા, ફળ, શીલ, જાતિ - આ આઠ પાશથી બંધાયેલ જીવ અહીં પશુસમાન માનવામાં આવ્યો છે. જ્યારે અપાશમુકત જીવ સદાશીવ છે. શકિત-ઉપાસના મહઅંશે ગૃહસ્થ ઉપાસના છે. તે ભુકિત અને મુકિત ઉભય પ્રદાન કરવાવાળી છે. સાત્ત્વિક-રાજસિક-તામસિક પ્રકૃતિ ભેદાનુસાર સાધક આરાધક બની પ્રભાવ અને પ્રતાપને પામી શકે છે. - જૈન અને બૌદ્ધ ધર્મમાં શકિતઉપાસના ત્યાગ-વૈરાગ્યપ્રધાન આત્મનિષ્ઠ જૈન ધર્મમાં તીર્થકરની સેવાપૂજા એટલા માટે કરવામાં આવે છે કે તેથી ત્યાગભાવના સુદઢ થાય. આપણે જાણીએ છીએ તે પ્રમાણે આ તીર્થકરની કુલ સંખ્યા ૨૪ની છે. પરંતુ જૈનેતર સામાન્યજનમાંથી બહુ ઓછાને ખબર હશે કે જૈન મંદિરમાં પ્રાયઃ રંગમંડપમાં જમણી બાજુ યક્ષ અને ડાબી બાજુ યક્ષિણીની મૂર્તિ હોય છે. યક્ષિણીને શાસનદેવી માનવામાં આવે છે. આ શાસનદેવીની સંખ્યા પણ ૨૪ની છે. જો કે, આ ઉપરાંત જૈન શાસ્ત્રોમાં બીજી ૧૬ વિદ્યાદેવીઓનાં વર્ણન વાંચવા મળે છે. એક શ્લોકમાં વર્ણવ્યા પ્રમાણે, સર્વને સુખ આપવાવાળી જેની અનેક મૂર્તિઓ છે તેમાં આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી તથા ચક્રેશ્વરી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા વગેરે મુખ્ય છે. શ્વેતામ્બર તેમજ દિગમ્બર - બંને સંપ્રદાયની ઉપાસના પ્રણાલીમાં ઉપાસ્ય તત્ત્વ તરીકે આ શકિતઉપાસનાને માન્યતા મળેલી છે. બૌદ્ધધર્મતના દાર્શનિક સ્વરૂપમાં ઈશ્વર કે તેની સુજનશકિતની બાબતમાં અયવાદી વલણ અપનાવતો હોવા છતાં તેની મહાયાન શાખા શકિત ઉપાસનાની અવગણના કરતી નથી. પ્રાચીન બૌદ્ધતંત્રમાં પ્રજ્ઞા અથવા શૂન્યતાની સવિશેષ દશાની પ્રાપ્તિ મહામુદ્રા તરીકે ઓળખાય છે. આ મહામુદ્રાને જ ભગવતી જનની પ્રજ્ઞા -પારમિતાના રૂપમાં વર્ણવામાં આવે છે. પ્રજ્ઞાની પ્રકાશરૂપિણી જગન્માતાનાં વિભિન્ન રૂપો વચ્ચે તારાનું સ્વરૂપ વિશેષ ઉલ્લેખવા યોગ્ય છે. તિબેટના ધર્મજીવન ઉપર તારા (ડલમા)નો પ્રભાવ અસાધારણ છે. તે પ્રેમ અને ભકિતના સર્વોચ્ચ આસન પર અધિષ્ઠિત છે, માતૃશકિતની પૂર્ણતમ અભિવ્યકિતના રૂપમાં સર્વત્ર પૂજાય છે. તેની દષ્ટિમાં સત્-અસત્, પાપ-પુણ્ય, જ્ઞાન-અજ્ઞાન કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy