SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી રૂપે નહીં, શકિત ઇચ્છા રૂપે અભિવ્યકિત પામે છે. કેટલી મોટી વાત! કેવું મહાસત્ય!નૂતનનૈયાયિકો તો આથી પણ આગળ વધીને એમ માને છે કે, ઇશ્વરની ઇચ્છા એ જ માત્ર શકિત નથી પણ ઇચ્છા માત્ર તે તે શકિતનું જ ફુરણ છે. પછી તે ઇચ્છા જીવની હોય કે ઈશ્વરની. ઇચ્છા માત્રના મૂળમાં, કેન્દ્રમાં, મધ્યમાં, ઇચ્છાના સ્વરૂપમાં બીજભૂત રૂપે સ્વયં આદ્યશકિત જ રહેલી છે. કેટલી સૂક્ષ્મતમ વિચારણા. આવી અનુપમેય શકિત કુલ ચાર પ્રકારની છે: ૧. યોગશકિત, ૨. રૂઢિશકિત, ૩. યોગરૂઢિશકિત અને ૪. યોગિક રૂઢિ શકિત. મીમાંસકો શકિતને ઇચ્છારૂપ માનતા નથી; પણ દ્રવ્યાદિક પદાર્થોથી ભિન્ન, એક પદાર્થ રૂપે માને છે. વ્યાકરણશાસ્ત્રના મત મુજબ તથા પાતંજલ મતમાં પણ વાચ્ય-વાચકપણાના મૂળભૂત જે પદ અને અર્થનો તાદાભ્ય સંબંધ છે તે જ શકિત છે. જ્યારે વેદાંત મત મુજબ તો સર્વ પદાર્થોમાં પોત પોતાનું કાર્ય કરવાનું કારણમાં રહેલું જે સામર્થ્ય છે, તે જ શકિત છે. જેમ તંતુમાં પટ રૂપ કાર્ય કરવાની શકિત છે, મૃત્તિકામાં ઘટ રૂપ કાર્ય કરવાની શકિત છે, તેમ પદમાં પોતાના અર્થનો બોધ કરવાની શકિત સ્વયંભૂપણે રહેલી જ છે. પદમાં શકિતનું આરોપણ કરવામાં આવતું નથી કે પદમાં રહેલી અર્થની શકિત આરોપિતા-શકિત નથી; પરંતુ સ્વયંસિદ્ધ શકિત છે. આ જ આદ્યશકિત છે.સમગ્ર વિશ્વને ધારણ કરનાર પરમપદા શકિતને મહાપદની આ મહાકથા છે. (૧૦) શકિત' નામનું એક ધાતુનું હથિયાર-સાંગ. એ ચાર હાથ લાંબુ હોય છે. કરવીરના પાન જેવો એનો આકાર હોય છે. ગાયના આંચળના આકાર જેવો તેને હાથો હોય છે. આ સાંગ (સ+અંગ) મહાસામર્થ્યપૂર્ણ હથિયાર-શસ્ત્ર છે. તેમાં શકિતનું સામર્થ્ય હોવાથી તે શસ્ત્ર સ્વયં સમર્થ બની રહે છે. (૧૧) કુંડલિની (શકિત). (૧૨) ખબરદારી, મજબૂતી, અનેક દષ્ટિકોણથી સાવધાની, અનેક પ્રકારે તાકાતવરપણું. (૧૩) ગુણ- જગતમાં સર્વ કાંઈ ગુણ'થી ઓળખાય છે. આ ગુણનો પણ જે ગુણ છે, જે સામર્થ્ય છે તે શકિત” છે. (૧૪) તલવાર. (૧૫) ત્રિશૂલ. (૧૬) દેવી-માતા. (૧૭) પ્રકૃતિ. (૧૮) પ્રભાવ, સત્તા. (૧૯) શકુ (સમર્થ થવું). પ્રાણી, પદાર્થ વગેરેમાં રહેલ-તેમના કાર્યને ચલાવનાર-બળ, સામર્થ્ય, જોર,તાકાત, સત્વ, કસ, દૈવત કે કૌવત એ શકિત ત્રણ પ્રકારની મનાઈ છે : ૧ ક્રિયાશકિત (પ્રાણાયમ), ૨ ઇચ્છાશકિત (મનોમય) અને ૩ જ્ઞાનશકિત (વિજ્ઞાનમય). આ ઉપરાંત શકિત' વિશે અન્ય અનેક મત પ્રવર્તે છે અર્થાત્ 'શકિત' ઘણા પ્રકારની માનવામાં આવે છે. અનુભવવામાં આવે છે. તેમાંના થોડાનો અત્રે ઉલ્લેખ માત્ર કરીશું : ૧ સ્મરણશકિત. ૨ ઇચ્છાશકિત, ૩ યાંત્રિકશકિત, ૪ વિદ્યુતશકિત, ૫ જલશકિત, ૬ વાયુશકિત, ૭ બાષ્પશકિત, ૮ અશ્વશકિત અને (૨૦) 'શકિત' શબ્દનો વીસમો અર્થ થાય છે ભાલું, તીર, એક જાતનું શસ. (૨૧) મહાદેવના પુત્ર કાર્તિકેય સ્વામીનું શસ. (૨૨) સાર (સારાંશ), (૨૩) અલંકારશાસ્ત્રમાં કવિત્વના બીજરૂપ કવિને જન્મજન્માન્તરના પુણ્યબળે મળતી નવા નવા ઉન્મેષો પ્રગટ કરનારી પ્રતિભા” નામથી ઓળખાતી સંસ્કારવિશેષની પ્રાપ્તિ. 'શકિત' વિના કાવ્યનું સર્જન જ ન થાય; પરાણે ગોઠવી દેવાયેલું કાવ્ય ઉપહાસપાત્ર બને છે. (મમ્મટાચાર્યકાવ્યપ્રકાશ- ઉલ્લાસ :૧). આ ઉપરાંત પણ 'શકિતના અનેક અર્થો શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે. અહીં લેખસ્વરૂપને લક્ષમાં રાખી આટલી વિગત વિવેકપૂર્વક જાણીને લખી છે. (શક્િતચક્ર) "શક્િત” (ઈષ્ટ કાર્ય કરવાનું સામર્થ્ય) અધિભૂત (જડા) અધિદૈવ (જડાજડ) અધ્યાત્મ (અજડા) પ્રથિવ્યાદિ પંચભૂત અને ઈન્દ્રિય, પ્રાણ,મન, બુદ્ધિ, અહંકાર,અગ્નિ તેના કાર્યોમાં રહેલી (શક્િત). આદિ ઉપકારક દેવવર્ગમાં રહેલી (શક્િત). જીવાશ્રિતા ઈશ્વરાશ્રિતા આમ, અત્ર-તત્ર-સર્વત્ર, ત્રણે લોક, ચૌદે બ્રહ્માંડ, લોકાલોકમાં, ત્રણે કાળમાં શકિત'નું વ્યાપકપણું અનુભવાય છે. આથી જ તે સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ અને પરમપૂર્ણ છે. શકિત સ્વયં વિષ્ણુની પત્ની છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy