SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] એક વિષમ જાતિનો માત્રામેળ છંદ છે. આ છંદ આદિ અનંત વસ્તુછંદનો એક ભેદ-પ્રકા૨ છે. તે શકિત છંદમાં ૨ ગુરુ અને ૮૬ લધુ મળીને ૮૮ વર્ણની ૯૦ માત્રા પ્રયોજાતિ હોય છે. આ છંદ તેના પ્રયોજન સામર્થ્યથી જ 'શકિત’ નામ પામ્યો છે. (૪) ત્રીજા વશિષ્ઠ ઋષિનો જ્યેષ્ઠ પુત્ર, જેનું નામ 'શકિત' હતું. તે વશિષ્ઠકુળમાં એક માત્ર મંત્રદૃષ્ટા હતો. આથી આ 'શકિત' નામક પુત્રરત્નનો મહિમા અનન્ય ગણાયો છે. (૫) અનેક વેદ પૈકી અથર્વવેદમાં એક 'શકિત' નામની પત્નિનું ઉત્તમ નિરૂપણ ‘શકિત' રૂપે ક૨વામાં આવ્યું છે, જે પઠનીય, “મનનીય અને સર્વદા સ્મરણીય છે. (૬) 'શકિત' શબ્દનો છઠ્ઠો અર્થ થાય છે અર્થ જણાવવામાં શબ્દનું સામર્થ્ય. (૭) આદિશકિત, જગન્માતા, જગદંબાઃ સર્વદેવીઓમાં આ સ્વરૂપ સર્વોત્કૃષ્ટ મનાયું છે. સાધકો, મહાત્માઓ, યોગીઓએ તેની અનુભૂતિ કરી છે અને તેથી તે સ્વરૂપ સર્વસ્વીકૃત ગણાય છે. અધ્યાત્મવાદીઓ આ શકિતને 'હૈમવતી' તરીકે ઓળખાવે છે, જ્યારે વેદાંતીઓ આજ શકિતને કેવળ 'લીલા' રૂપે અનુભવેછે. આ જ શકિતને સર્મથ યોગીઓ 'ચિકિત’ રૂપે જાણે છે અને જણાવે છે. જ્યારે પૂર્વમીમાંસકો આ શકિતસ્વરૂપને 'ધર્મમંત્ર’ તરીકે ઓળખાવે છે. નૈયાયિકો અહીં સ્વતંત્ર બળ દર્શાવે છે. તેઓ શકિતસ્વરૂપને નિત્ય-નિરંતર નાનો પરમાણું માને છે. નાનામાં નાનો પરમાણું એ વાસ્તવમાં 'શકિત' દેવીનું જ અલ્પતમ સ્વરૂપ છે, તેમ નૈયાયિકોનું માનવું છે. આથી શકિતની ઉપાસના તેઓ આ દૃષ્ટિથી કરે છે. સાંખ્ય 'શકિત'ને સમસ્ત સૃષ્ટિના ‘કર્તૃત્વ' તરીકે ઓળખાવે છે અને એ રીતે શકિતના સામર્થ્યને વિશ્વવ્યાપી, વિરાટતમ રૂપે ઓળખાવે છે. જ્યારે એ જ 'શક્તિ'ને વૈષ્ણવો 'અધિકાર' રૂપે નિરંતર પૂજે છે, વંદે છે, આરાધે છે. તેઓ માને છે કે 'શકિત' સમસ્ત વિશ્વની સ્વામિની છે. તે સર્વશ્રેષ્ઠ ધન છે. આથી તે જ્ઞાન છે, વિશ્વેશ્વરી છે, લક્ષ્મી છે, સરસ્વતી છે, આદ્યશક્તિ છે, આ આદ્યશકિત વિભિન્ન રૂપે છે. કુમારી-બાલા રૂપે, સતી-યુવતી રૂપે, શિવપત્ની રૂપે, સ્વેચ્છાએ વિદ્યાત થતાં નાશ કરનારી કાલી રૂપે, પુનઃ વિશ્વનો ઉધાર ક૨ના૨ કુમાર અથવા સ્કંદને જન્મ આપનાર જનની રૂપે--ઈત્યાદિ નવાં નવાં રૂપોમાં શકિતનાં વિભિન્ન- અનેકવિધ રૂપ જોવાં મળે છે. [૯૭ બાલા (કુમારિકા) સ્વરૂપમાં શકિતનું પ્રાધાન્ય ઇચ્છાશકિત તરીકે વર્ણવાયેલું છે. એ જ શકિત યુવતી બને છે, સુંદરી બને છે ત્યારે તેનું ક્રિયાશકિત તરીકે પ્રાધાન્ય સ્વીકારાયું છે. એ જ શકિત કાલીનું રૂપ ધારણ કરે ત્યારે જ્ઞાનશકિતના પ્રાધાન્ય રૂપે વર્ણવાય છે. આ જ રીતે એક જ 'શકિત' તત્ત્વ વામા, જ્યેષ્ઠા,રૌદ્રી,અંબિકા,મહાસરસ્વતી,મહાલક્ષ્મી,મહાકાલી,પરાદેવતા, વૈખરી,મધ્યમા,પશ્યતી-એમવિવિધ રૂપે વર્ણવાય છે. આ સર્વરૂપ 'શકિત'નાં જછે; તેના કેન્દ્રમાં આદ્યશકિત જવિદ્યમાન છે. આથી જ આર્યાવર્તની પ્રાચીન સંસ્કૃતિમાં, ભાષાસાહિત્યમાં, વિભિન્ન ધર્મગ્રંથોમાં, શાસ્ત્રોમાં એક જ 'શકિત'- દેવીનાં અનેક નામ જોવાં મળે છે. અનેક રૂપે એક જ સ્વરૂપ ! એક જ સ્વરૂપ અનંત રૂપે ! એવાં પરમ સ્મરણીય, વંદનીય,૨મણીય,મનનીય, કમનીય નામ આ પ્રમાણે છે : બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, નારસિંહી, ઐદ્રી. આ સાત શકિતઓને (એક જ શકિતનાં સાત રૂપોને) 'માતૃકા' કહે છે. કેટલીક ભયંકર અને રુદ્ર શકિતઓની કલ્પના પણ કરવામાં આવી છે : કાલી, કરાલી, કાપાલી, ચામુંડા, ચંડી. જ્યારે કેટલીક વિષયવિલાસ તરફ આકર્ષનારી શકિતઓ પણ શબ્દસ્થ થયેલી જોવામાં આવે છે. આવી શકિતઓ એટલે : આનંદભૈરવી, ત્રિપુરસુંદરી. શકિતના મહાઉપાસકો એકમતે માને છે કે, શિવ તથા ત્રિપુરસુંદરીના યોગ માત્રથી આ સકળ સંસારનું ઉદ્ભવન થયું છે. શકિત અને શિવનો યોગ આ સંસારનું મહાકારણ છે, મૂળ કારણ છે. (૮) ‘શકિત’ શબ્દનો આઠમો અર્થ થાય છે આધાર, આશ્રય, પુષ્ટિ. સમગ્ર વિશ્વને આ 'આદ્યશકિત’ આધાર આપે છે આશ્રય આપે છે અને પુષ્ટિ આપે છે. આખું વિશ્વ શકિતના સામર્થ્યને પામીને જ રહેલું છે, ટકેલું છે. એ સિવાય વિશ્વનું અસ્તિત્વ પણ સંભવતું નથી. શકિતનું આવું સામર્થ્ય તેના સર્વોત્તમ ઉપાસકોએ ધ્યાનમાં જોયું છે. આથી તેના સ્વરૂપને વંદનયોગ્ય માન્યું છે. 'શકિત'નું કોઇ પણ રૂપ તેના અસીમ, અમાપ,અખૂટ, અક્ષય, અનંત, નિત્ય, નૂતન, સનાતન સામર્થ્યનો પરિચય આપે છે. 'શકિત' શબ્દનો અર્થ, એનું વાસ્તવ સ્વરૂપ ખરે જ શકિતપૂર્ણ છે. (૯) ઇશ્વરની ઇચ્છા. ઇશ્વર જે જે ઇચ્છે છે તે ઇચ્છા એ જ શકિતનું એક રૂપ છે. ઇશ્વરની ઇચ્છા શકિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy