SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ધર્મભૂમિ ભારતમાં શકિતપૂજાનો પરિચય - નીલમ જી. માંગુકિયા ઘરની શોભા ફર્નીચર, બાગની શોભા ફલ, શરીરની શોભા ત્વચા તેમ જીવનની શોભા પુણ્ય છે; અને પુણ્યની શોભા ધર્મ છે. તે માટે ડગલે ને પગલે શકિત અને સામર્થ્યની જરૂર પડે છે. એ સામર્થ્ય અને ક્ષમતાનું પ્રગટીકરણ અને પ્રત્યક્ષીકરણ શકિતની આરાધનાથી થાય છે. જુદા જુદા ધર્મો-સંપ્રદાયોમાં શકિતની ઉપાસના ઉપર માર્મિક પ્રકાશ પાડતા પ્રસ્તુત લેખમાં વિદુષી લેખિકાએ શકિત' શબ્દની વ્યુત્પત્તિ 'શકિત” શબ્દના વિવિધ ૨૩ જેટલા અર્થો સાથે કેટલાક ટૂંકા વર્ણનાત્મક સ્તુતિમંત્રો દ્વારા શકિતપૂજાનો પરિચય આપ્યો છે. - સંપાદક આર્યાવર્ત તો તેત્રીસ કોટિ દેવ-દેવીઓને પ્રાચીનતમ કાળથી મન-વચન-કર્મથી પૂજનારો સંસ્કૃતિ-અધ્યાત્મપ્રવર રાષ્ટ્ર છે! આ પવિત્રતમ ભૂમિમાં દેવીઓનો મહિમા ખરે જ અલૌકિક , અનન્ય અને અપૂર્વ છે! જીવનમાં ડગલે ને પગલે, વ્યવહારમાં અને અધ્યાત્મમાં, ધરમાં અને બહાર, વ્યકિતમાં અને સમષ્ટિમાં. બહિર્જગતમાં અને અંતર્જગતમાં સર્વત્ર-સર્વકાળે દેવ-દેવીઓની સહાયની આવશ્યકતા રહ્યા કરે છે. આ પવિત્ર દેવ-દેવીઓનાં ચિંતન, મનન, ધ્યાન, નિદિધ્યાસન દ્વારા મનુષ્યનું ચિત્ત પરમ શાંતિ, પરમ દીવ્યતા અને પરમ સંતોષ પામી મોક્ષાભિમુખ બને છે; અને દૈવીકૃપાથી જ સંસારસાગરની અનંતતાને તરીને મોક્ષપદમાં, નિર્વાણ પદમાં, અક્ષરપદમાં સ્થિર થાય છે. આથી જ મનુષ્યજન્મને જ્ઞાનીઓ, યોગીઓ, સંતો અને મહાત્માઓએ રત્નચિંતામણીતુલ્ય કહ્યો છે તે યર્થાથ છે. શકિતપૂજાનો મહિમા ભાષામાં વર્ણવવો કઠિન છે. જે અનુભવગમ્ય - છે તે ભાષાગમ્ય શી રીતે બને ? અવર્ણનીયનું વર્ણન શી રીતે થઈ શકે? કોણ કરી શકે? શાના આધારે કરે? "શકિત’ તો અનુભવવાનો વિષય! આમ છતાં, કેવળ દિશાસૂચન માટે અહીં થોડુંક પ્રારંભિક પરિચયાત્મક લેખકાર્ય ભકિતરૂપે, શકિત-સ્તવનરૂપે આરંભ્ય છે. શકિત’ – શબ્દ, અર્થ, ભાવવિસ્તાર અને દર્શન : વિભિન્ન શાસ્ત્રોમાં, ગ્રંથોમાં, શબ્દકોષોમાં શકિત શબ્દના અનેક અર્થો આપવામાં આવ્યા છે. એ સૌનો અહીં ઉલ્લેખ કરવા જતા જ લેખ પુસ્તિકાનું રૂપ ધારણ કરી લે! આથી, આવશ્યક એવા થોડા અર્થ વિષે અહીં વિચારણા કરવા ધારી છે અને તે દ્વારા શકિતના મહિમાનું મહિમાવત્ત ગદ્યગાન ગાવા ધાર્યું છે. 'શકિત' શબ્દ "શફ પરથી બન્યો છે. તે સંસ્કૃત ભાષાનો તત્સમ શબ્દ છે. તેના ધાતુનો અર્થ 'સમર્થ થવું', 'સમર્થ કરવું? એવો થાય છે. જેનો ધાતુ આવો અર્થ ધરાવે તે શબ્દ કેવો પ્રાણપ્રકૃર હોય એ સહેજે કલ્પી, સમજી, અનુભવી શકાય છે. અહીં સર્વ દર્શનો, સર્વ ધર્મો, સર્વ સંપ્રદાયો, સર્વ શાસ્ત્રોને સમાદર ભાવે નજર સમક્ષ રાખી વિચારણા કરી છે, એટલે એકાંતિકતા નહીં; સ્વાવાદ શૈલી, અનેકાંત શૈલી સ્વીકારી છે. પ્રથમ શિકિત' શબ્દના વિભિન્ન અર્થ જોઈએ. જાણીએ : (૧) ઋગ્વદના નવમ મંડલના ૧૦૮ (એકસો આઠ)માં સકતની ૩-૧-૧૪મી ઋચાઓના રચયિતા એક પિ. (૨) 'શકિત' નામના એક વ્યાસ. ચાલુ મન્વન્તરમાં તે (શકિત) છવ્વીસમાં વ્યાસ છે. પરાશર ઋષિના પિતાનું નામ, એ (શકિત) અંગિરા નામક કુળમાં જન્મ્યા હતા. (૩) શકિત' નામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy