SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૯૧ પરમ પવિત્રા, પ્રાતઃસ્મરણીયા અધિષ્ઠાત્રી દેવી પદ્માવતી વિશે ઘણી કૃતિઓ, શ્લોકો અને છંદો, સ્તવન વગેરે સરળતાથી મળી રહે છે. પદ્માવતી દેવી તેના શ્રદ્ધાળુ ભકતોની મનોકામના પૂર્ણ કરનારી તથા ભકતજનોનું આધિ, વ્યાધિ અને ઉપાધિથી રક્ષણ કરનારી છે. પદ્માવતી દેવી પરમ કૃપાળુ, દયાળુ, ભકતવત્સલ, અત્યંત સરલ અને મનોકામના પૂર્ણ કરવાવાળી સમર્થ દેવી છે. તે શકિતપ્રતીક છે. ઉપરોક્ત પ્રસંગને પરિણામે કમઠ તપસ્વી ઈર્ષાગ્નિથી ભભૂકી રહ્યો હતો. ઉપસ્થિત જનસમુદાય પાર્શ્વકુમારનું સત્યાચરણ જોઈ ખુશખુશાલ થઈ ગયો, તેની પ્રશંસા કરવા લાગ્યો. આથી કમઠ વધુ છંછેડાયો. ક્રોધમાં ને ક્રોધમાં તે વારાણસી નગરીનો ત્યાગ કરી અન્યત્ર પ્રસ્થાન કરી ગયો. પરંતુ તે ન તો તપ ત્યાગી શકયો કે ન તજી શકયો પાર્શ્વકુમાર પ્રત્યેનો દ્વેષભાવ.ઠેષભાવ સાથે આયુષ્ય પૂર્ણ કર્યા પછી તે મેઘમાલી નામના દાનવ રૂપે અવતર્યો. (પાર્શ્વકુમાર દીક્ષાવ્રત અંગીકાર કરી) પ્રભુ પાર્શ્વનાથ વિહાર કરતાં કરતાં વારાણસી નગરીની બહાર ઉપવનમાં પધાર્યા. વર્ષો પહેલાં આ ઉપવનમાં જ પાર્શ્વકુમાર અને સાધક કમઠ વચ્ચે પંચાગ્નિ તપની અજ્ઞાનતા અને દયા ધર્મ વિષયક વિવાદ થયો હતો. તે સમયે મેઘમાલીને પોતાના ગતજન્મનો દ્વેષભાવ અવધિજ્ઞાનને લીધે જાગૃત થયો. તેના મનમાં પાણ્વનાથનું તપોભંગ કરવાની ધખારી ઉપડી. તેણે ક્રોધાવેશમાં પાર્શ્વનાથને ડરાવવા હાથી, વાઘ, વીંછી જેવાં અનેક હિંસક-વિકરાળ રૂપ લઈ આક્રમણ કરી જોયું; પરંતુ પાર્શ્વનાથ પોતાની સાધનામાં જરાયે ડગ્યા નહીં. પછી મેઘમાલીએ બીજો દાવ ફેકયો. તેમના યૌવન-પૌરુસને લલચાવવા પોતે કિન્નરીઓ, યૌવનાઓ અને સુંદરીઓનાં રૂપો સજીને તેમની ઉપર આક્રમણ કર્યું. જો કે તેની આચેષ્ટા પણ સફળ ન થઈ. આથી તે વધારે ક્રોધે ભરાયો. હવે તેણે આંધી બની, રાક્ષસી રૂપ સજી તેમને ડરાવવા પેંતરો રચ્યો. તો પણ તે સફળ ન થયો. પ્રભુ મુદ્દલ ડર્યા નહીં. આથી તેણે મુશળધાર વરસાદ વરસાવવો શરૂ કર્યો. ખૂબ જ ભયંકર વાતાવરણ બનાવ્યું. આંધી, તોફાન, ઝંઝાવાત, વીજળીના ચમકારા ને વાદળના ગડગડાટ સાથે અતિવૃષ્ટિ કરી. ભગવાનના નાક સુધી પાણી ચઢી આવ્યા, તો પણ ભગવાન પાશ્ર્વનાથનું તપભંગ - થયું તે ન જ થયું; ક્ષણાર્ધ માટે પણ તેઓ ચલિત ન થયા. આમ, મેઘમાલીનો ઉત્પાત ક્ષણ-પ્રતિક્ષણ વધતો ચાલ્યો, ત્યારે નાગરાજ ધરણેન્દ્રનું આસન ડોલવા લાગ્યું. તરત જ ધરણેન્દ્ર અને પદ્માવતી ત્યાં આવી પહોંચ્યાં; ને પાર્શ્વનાથને વંદન કર્યા. પછી પ્રભુજીના પગ પાસે કમળાકૃતિ દોરીને તેમાં બેસાડ્યા. ત્યારબાદ સાત ફેણવાળા નાગનું રૂપ ધારણ કરીને તે એમના મસ્તક પર છત્રરૂપ બની રક્ષણ કરવા લાગ્યા. મેઘમાલીના ઉત્પાતોથી ભગવાનની રક્ષા કરી ભકત ધરણેન્દ્રએ મેઘમાલીને કહ્યું : नमस्कार कर कमल वेक्रिय चरण तले बनाया, सात फण का नागरूप कर, शीर्ष पर छाया ।। उस समय भक्तिमान धरणेन्द्र, कमठ उपसर्गकारी, दोनों पर प्रभु की समान थी, मनोवृत्ति उसवारी ।। जब धरणेन्द्र से रहा गया नहीं, क्रोध कमठ पर लाई, तब कहा क्यों दुरमति तेने इतनी धूम मचाई ।। - - - - - - - - - - - - * - - - - - - - - धरणेन्द्र के वाक्य सुनीने, मेघमाली घबराया, तुरत जल समेट प्रभु के, चरणे शीर्ष नमाया । -પાર્શ્વનાથ ચરિત્ર, પૃ. ૪૭ નવકારમંત્રના શ્રવણ માત્રથી એક સર્પયુગલ સમિતિ અને દેવગતિ પામીને તીર્થંકર પાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવ અને અધિષ્ઠાયિકા દેવી બની ગયાં. પદ્માવતી દેવી હંમેશાં પોતાના ભકતજનો પર કપા વર્ષાવનારી અને પ્રસન્ન રહેનારી દેવી છે. આવી મહાન દેવીને કોટિ કોટિ પ્રણામ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy