SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આવશ્યક સૂત્રોમાં અધિષ્ઠાયક દેવ-દેવીઓ - આચાર્ય શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજ સ્થાન/ક્ષેત્ર અને બહુમાનભાવના અલ્પ પણ મહત્ત્વના આધારભૂત દસ્તાવેજો આ લેખમાંથી આપણને વાંચવા મળશે. "સાર્થ પંચ પ્રતિક્રમણમાંથી દેવીઓની સાધના- ઉપાસનાના વિવિધ સંદર્ભો અત્રે સાદર પ્રસ્તુત કરાયા છે. સાધક અને આ લેખના લેખકશ્રી પૂ. આચાર્ય શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજશ્રીએ અમૂલ્ય સંદર્ભો દર્શાવ્યા છે અને આ ઉપરાંત આવા અનેક સંદર્ભો છે તે તરફ ઈગિત કરેલો છે. આવશ્યક જેવી મહાન ક્રિયા દરમિયાન, પ્રતિક્રમણ જેવી પવિત્ર ક્રિયા દરમિયાન શાસનદેવ-દેવીઓને પોતાના નિવાસી ક્ષેત્રોના ઉપદ્રવો દૂર કરવાથી માંડીને જ્ઞાનાવરણીય કર્મને દૂર કરવા માટેની પ્રાર્થના પણ થઈ છે, દેવીને નિવૃત્તિ અને નિર્વાણજનની કહીને મોક્ષની પણ પ્રદાત્રી કહી છે. આ બધા સંદર્ભો કોઈ પણ જાતના આગ્રહથી મુકત થઈને વિચારવા જેવા છે. -- સંપાદક અનન્ત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રી મહાવીરસ્વામીજીએ ચતુર્વિધ સંઘરૂપે જૈનશાસનની સ્થાપના કરી છે. એ જૈનશાસન ત્યારથી અવિચ્છિન્નપણે ચાલ્યું આવે છે. આ શાસનમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ મુજબ ચાર વિભાગ છે. તેમાં સાધુ-સાધ્વીઓને તો સવારે અને સાંજે દરરોજ અવશ્ય-ફરજિયાતપણે પ્રતિક્રમણાદિ છ આવશ્યક કરવાનાં હોય છે, કરવાં જ જોઈએ. ન કરે તો ન જ ચાલે; દંડ આવે અને પ્રાયશ્ચિત કરવું પડે. એ જ રીતે શ્રાવક-શ્રાવિકાઓ માટે પણ પ્રતિક્રમણ કરવાનું વિધાન છે; પરંતુ સંયોગાનુસાર કરે, ન કરે, એ મુજબ વ્યવસ્થા છે. આ પ્રતિક્રમણની વિધિ કરવા માટે જે સૂત્રોની રચના કરવામાં આવી છે તે મુખ્યતયા સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં છે. આ ક્રિયામાં ચૈત્યવંદન દેવવંદન આવે છે. તેમાં ભગવાનની-આગમની અને અધિષ્ઠાયક દેવદેવીઓની સ્તુતિ બોલવામાં આવે છે. આ સૂત્રો અતિ પ્રાચીન છે. સ્તુતિ ઉપરાંત સ્તોત્ર પણ સ્તવનરૂપે બોલવામાં આવે છે. તેમાંથી આપણે શાસન રક્ષક-સેવક એવાં અધિષ્ઠાયક દેવદેવીઓની સ્તુતિઓનું મૂળ તથા અર્થ સાથે આચમન કરીએ. અત્યંત ભાવસભર અને ભકિતરસથી ભરપુર એવી આ સ્તુતિઓ સાહિત્યની દષ્ટિએ પણ ચિત્તાકર્ષક છે. (૧) સૂત્ર : કલ્લાકંદ - થાય ૪થી - ભાષા પ્રાકૃત. कुंदिंदु-गोक्खीरतुसार-वन्ना, सरोजहत्था कमले निसन्ना; वाओसिरी पुत्थय-वग्ग हत्था, सुहाय सा अम्ह सया पसत्था ।।४।। અર્થ - ડોલરનું ફૂલ, ચંદ્રમા, ગાયનું દૂધ અને હિમના જેવા રંગવાળાં, એક હાથમાં કમળ અને બીજા હાથમાં કમળમાં બેઠેલાં તે ઉત્તમ વાગીશ્વરી દેવી આપણને સુખને માટે થાઓ. (૨) સૂત્ર: સંસારદાવા - ગાથા ૪થી – ભાષા સંસ્કૃત આદિ છે. आमूला-लोल-धूली- बहुल परिमला-लीढलोलालिमाला, झंकारारावसारा मलदलकमला-गार-भूमि निवासे !; છાયા-પર-સાર-વા-મત-રે ! તારાપરાને!, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy