SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ] [ શ્રી પાર્શ્વનાથપસર્ગ-હારિણી નાગ-નાગણીના યુગલને બળતાં નિહાળીને કુમારનું મન મીણબત્તીની પેઠે ગળી ગયું, દ્રવિત થયું; વિચારોથી ઊભરાવા લાગ્યું. પ્રશ્નોથી છલકવા લાગ્યું. તેમને વિચાર આવ્યો કે, ઓહ! આ તે કેટલું બધું અજ્ઞાન છે કે તપમાં પણ દયાનથી!દયા તો બધા ધર્મની આધારશિલા છે, જ્યારે એને બદલે અહીં તો તપમાં જ નિર્દયતા છે. તેમનાથી ન રહેવાયું. તેમનો આત્મા કકળી ઉઠ્યો. પરિણામે તેમણે તપસ્વી કમઠને કહ્યું : ' तत्थ पुलइओ इसीसि उज्झमाणो एको महाणागो । तओ भयवयाणियय पुरिसवयणेण दवाविओ से पच्चणमोक्कारो पच्चक्खाणं च ॥' -- ચઉપન્ન મ. પુ. ચરિયું, પૃ. ૨૬૨. હે સાધક! આપ જાણો છો જ કે દયા ધર્મનું મૂળ છે, તો અગ્નિ પેટાવવાથી દયા શી રીતે જન્મી શકે એ મને સમજાવશો? મારી દષ્ટિએ અગ્નિ પ્રજ્વલિત કરવાથી તો સામાન્ય રીતે દરેક પ્રકારના જીવાત્માઓની હિંસા થતી હોય છે. તો પછી આ એવો કયો ધર્મ છે ને એવી કેવી સાધના-ઉપાસના છે કે તેની આધારશિલા દયા નથી? મને લાગે છે કે પાણી વગરની નદી જેટલી નિરર્થક છે તેટલી જ દયા વગરની ઉપાસના કે સાધના નિરર્થક છે. તે તપસ્વી ! હું જોઉં છું કે આપના આ હવનમાં સર્પયગલ સળગી રહ્યું છે.' (કેટલાક ગ્રંથમાં એક નાગ સળગવાની વાત છે.). કુમારની આ સ્પોકિત સાંભળીને તપસ્વી ક્રોધાયમાન થઈ ઉઠયો. તેનાં અંગો ફડફડવા લાગ્યાં અને પ્રબળ આવેગમાં તે બરાડી ઉઠયો, 'ચૂપ કરો કુમાર, ચૂપ કરો ! ધર્મની બાબતમાં તમારે બોલવાનો અધિકાર કેટલો? હા, રાજકારભારની વાત હોય તો તમારા અભિપ્રાયનું વજન પડે. આપનું કામ તો રાજકાજ કરવાનું, હાથી-ઘોડા ખેલવાનું, આનંદ અને ઉપભોગ કરવાનું છે. તમે ધર્મનો અર્થ અને મર્મ શું સમજો ? ધર્મનો મર્મ અમ જેવા સાધુ તપસ્વીથી વધુ કોણ જાણી શકે? માટે હે કુમાર ! આવી રીતે ઝાઝી ડંફાસ ન મારો. તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. તેમ છતાં જો તમને બહુ દયા આવતી હોય તો લ્યો, આ હવનમાં કોઈજીવ સળગતો હોય તો તે બતાવી દો.” તપસ્વીએ આ રીતે કુમાર સામે પડકાર ફેંક્યો. - અભિમાનથી છકેલા કમઠનાં વચન સાંભળી શાંત, ગંભીર પાર્શ્વકુમારે અનુચરોને હવનમાંથી લાકડું બહાર કાઢવા આજ્ઞા કરી. ત્યારબાદ ખૂબ જ કાળજીપૂર્વક લાકડું ફાડવામાં આવ્યું અને તેમાંથી નાગ અને નાગણીને બહાર કાઢયાં. અગ્નિથી દાઝવાના કારણે આ નાગ-નાગણી તરફડિયા મારતાં હતાં. આ પીડામાંથી ઉગારવા પ્રભુએ તેમની પાસે નવકાર મંત્ર ભણ્યો. તે સાંભળતાં સાંભળતાં તેઓનું નિર્વાણ થયું. આ રીતે પચ્ચકખાણ આપી તેમને આર્ત-રૌદ્ર ધ્યાનરૂપ દુર્ગતિથી ઉગાય. શુભ અને સમભાવ મેળવીને શેષ આયુષ્ય પૂર્ણ કરી નાગયુગલ નાગજાતિના ભવનવાસી (સ્વર્ગવાસી) દેવોમાં નાગ ધરણેન્દ્ર નામના ઈન્દ્ર તથા નાગણી એ ઈન્દ્રની પદ્માવતી દેવી થયાં. નવકારમંત્રના પ્રભાવ થકી જ એ બન્નેને દેવગતિ અને સદમતિ મળી હતી પાર્શ્વકુમારની પરમ કૃપા વડે આ નાગપુગલનો ઉદ્ધાર થઈ ગયો. तत्रेषद्ब्रह्ममानस्य महोर्भगवान्नृभिः । अदापयन् नमस्कारात् प्रत्याख्यानं च तत्क्षणम् ।। नागः समाहितः सोऽपि, तत्प्रतीयेष शुद्ध धीः । वीक्षमाणो भगवता, कृपामधुरया द्रशा ॥ नमस्कार प्रभावेण, स्वामिनो दर्शनेन च । विपद्म धरणो नाम, नागराजो बभूव सः ॥ -- ત્રિશતાના પુરુષ ત્રિ પર્વ-૧, સ-રે. काष्ट चीर यत्न से नागिन, नाग निकाला बाहार, उसी समय सुनाया उनको, मंत्र बडा नवकार ।। इस प्रकार सर्पने प्रभु के कर वचनामृत पान, समभावो से हुआ नागाधिप धरणेन्द्र महान ।। नागिन हुई पद्मावती देवी इस इन्द्र के आन, नवकार मंत्र प्रभाव से पामे, दोनों सुख प्रधान ।। આ રીતે નવકારમંત્રના પ્રભાવથી અને પાર્શ્વકુમારની કૃપાથી આ નાગયુગલ સમભાવમાં કાળધર્મને વર્યા. તેને પરિણામે તેઓને સ્વર્ગમાં સ્થાન મળ્યું, આ પદ્માવતી દેવી તીર્થકર ભગવાન પાર્શ્વનાથની અધિષ્ઠાત્રી દેવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy