SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્માવતીદેવી અને નવકારમંત્ર છે. શ્રીમતી કુસુમલતા જૈન પાર્શ્વકુમારની નવકારથી શરૂ થયેલી આ યાત્રા છે. પૂર્ણવિરામ કયાં? અહીં ) વાંચો. | ત્રિપષ્ઠિના સર્ગના પાઠ દ્વારા નમસ્કારના પરિપ્રેક્ષ્યમાં ભગવતીની આરાધનાનું ચિત્રણ અહીં પ્રસ્તુત છે. નવકાર પાઠ સિદ્ધ છે. નવકાર મંત્ર સિદ્ધ છે. નવકાર રહસ્ય સિદ્ધ છે. આ મહામંત્રના એક એક અક્ષરમાં અનેક લબ્ધિઓ અને શકિતઓ છૂપાયેલી છે. આ નવકારથી ધરણેન્દ્ર - પદ્માવતીને ઉપકાર થયો તેમ સહુને નવકાર ઉપકારી બનો, એવી ભાવના છે. નવકારની સાચી સાધનાથી આત્મા સિદ્ધશીલા સુધી પહોંચી શકે છે, એમ આ લેખનો સાર છે.શ્વેતામ્બર શાસ્ત્રોમાં કમઠ તાપસના પ્રસંગમાં માત્ર નાગની જ વાત આવે છે તે અત્રે નોંધવું જરૂરી છે. - સંપાદક હજારો નરનારીનો માનવપ્રવાહ ધસમસતો ધસમસતો અવિરત ગતિએ ચાલ્યો જતો હતો. પોતાના મહેલની અટારીમાં બેઠા બેઠા રાજકુમાર પાર્શ્વકુમાર ખૂબ જ પ્રફુલ્લ વદને વહી રહેલા આ માનવમહેરામણને નિરખી રહ્યા હતા. આ માનવમહેરામણ વારાણસી નગરની બહાર ધપી રહ્યો હતો, તે જોઈને તેમના ચિત્તમાં કુતુહલ ઉત્પન્ન થયું. પાછળથી આ કnહલે વાણીરૂપ ધારણ કર્યું. તેમણે પોતાના અનુચરને પૂછયું. 'આ બધા લોકો કયાં જઈ રહ્યા છે? અને શા માટે જઈ રહ્યા છે?' અનુચરે તેમની જિજ્ઞાસા સંતોષતા જણાવ્યું કે, વારાણસી નગરના પ્રજાજનોનો આ અવિરત પ્રવાહ નગર બહાર ધસી રહ્યો છે. જેમ કોઈ સરિતા લાંબી મઝલ કાપીને અંતે સાગરની નજીક પહોંચતાં ધસમસવા લાગે છે તેમ નગરજનોનો આ પ્રવાહ નગર બહાર ઉપવનમાં પધારેલ તપસ્વી કમઠના દર્શનાર્થે ધસી રહ્યો છે. ઋપિ કમઠ બહુ મોટા તપસ્વી છે અને હંમેશાં પંચાગ્નિ તપ કરે છે.” અનુચરની રોમાંચક વાત સાંભળતાં રાજકુમારના દિલમાં પણ કમઠ મુનિની પાસે જવાની અભિલાષા જાગી. પોતાની અભિલાષા પૂર્ણ કરવા તેઓએ અનુચર સાથે પ્રસ્થાન કર્યું. ઉપવનમાં પહોંચીને જોયું કે તપસ્વી પંચાગ્નિ તપ કરી રહ્યા છે: તપસ્વીની ચારેબાજુ અગ્નિ ભડભડ બળી રહ્યો છે અને માથા ઉપર સૂર્ય તપી રહ્યો છે. લોકોના ટોળેટોળાં તપસ્વીનાં દર્શન અર્થે ઊમટી રહ્યાં છે. ભકતજન અત્રે આવી, તપસ્વીની પૂજા-અર્ચના કરી, યજ્ઞમાંથી પ્રસાદ લઈ સ્વયંને ધન્ય ધન્ય સમજી રહ્યા છે. સમગ્ર વાતાવરણ ભકિતમય અને ઉલ્લાસમય છે. ત્યારે કુમાર પાર્શ્વનાથે અવધિજ્ઞાન પ્રયુકિતથી જાણ્યું કે, આ હવનમાં કાષ્ટ મળે એક નાગ-નાગણીની જોડ ભડ ભડ સળગી રહી છે. नागी नागच तच्छेदात्, द्विधा खण्डमुपागतौ । -- ઉત્તરપુરાણ, પર્વ ૭૩, શ્લોક ૧૦૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy