SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] સરળ રીતે સમજાય તેવી ગ્રંથરચનાને પોતાનું સાક્ષાત્ પ્રયોજનમાનીને ગ્રંથની રચના કરે છે. આ ગ્રંથની સંકલના અને સંપાદના માટે આરાધકે ઉપાસના માર્ગની નિશ્ચંતતમ પ્રાપ્તિઓનું સાક્ષાત પ્રયોજન સમજવાનું છે અને નિશ્ચંતતમ પ્રાપ્તિને પરંપરાએ પણ મોક્ષપ્રાપ્તિ થાય તેવી રીતે વર્તવાનું છે. “સમ્યફદૃષ્ટિ દેવો ઉપાસ્ય જ છે... મોક્ષમાર્ગની સાક્ષાત્ + પરંપર ઉપાસના માટે દેવ-ગુરુ અને ધર્મ ઉપાસ્ય અને આરાધ્ય મનાયા છે. વીતરાગી અને સર્વજ્ઞ દેવ, મહાવ્રતધારી ગુરુ અને શ્રુત ચારિત્ર્ય રૂપ ધર્મ તેમ જ ધર્મના આધાર ચતુર્વિધ સંઘ એ ધર્મરૂપે આરાધ્ય મનાયો છે. આથી દેવતત્ત્વમાં પરિગણિત દેવાધિદેવની જેવી રીતે ઉપાસના કરવામાં આવે છે તેવી રીતે ધર્મતત્ત્વમાં ધર્માધારભૂત બનેલ સમ્યકુદૃષ્ટિ દેવોની વિવિધ આરાધના અને ઉપાસનાને પણ મોક્ષમાર્ગની પારંપરિક આરાધના તરીકે માન્ય રાખવામાં આવી છે. આ બધા લેખોમાં આચાર્ય શ્રી રત્નભૂષણસૂરિજીએ આવશ્યક ક્રિયામાં સમ્યફષ્ટિ દેવોની આરાધનાનો ઉલ્લેખ કર્યો છે, તે વિગતપૂર્વક અને ઝીણવટપૂર્વક વિચારવા જેવો છે. જે દેવના ક્ષેત્રમાં રહીને સાધુભગવંતો મોક્ષમાર્ગની આરાધના કરે છે એ ક્ષેત્રદેવતા સહુ સાધુઓને સુખદાયી થાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે. આમ, સમ્યક્ દૃષ્ટિદેવોની વિશિષ્ટ સ્મરણામોક્ષમાર્ગની સાધનાનું અવિભાજ્ય અંગ બનેલું છે. સમ્યક દૃષ્ટિ દેવોની આવી સ્મૃતિની સાથે જ્યારે કાઉસગ્ગ ધ્યાન રૂપે આરાધના કરવામાં આવે છે ત્યારે ત્રણ હેતુઓ સ્પષ્ટ રીતે ઉલ્લેખિત થાય છે : “વૈયાવચ્ચગરાણું - સંતિગરાણું - સમ્મદ્રિષ્ટિ સમાહિગરાë.” આમ શાસનદેવો – અધિષ્ઠાયકો અને શાસનપ્રેમી અન્ય દેવોનું શું શું કર્તવ્ય મોક્ષમાર્ગ પ્રત્યે હોય છે? તે સ્પષ્ટ થાય છે. (૧) શાસનનું વૈયાવૃત્ય, (૨) શાંતિપ્રદાન, (૩) સમ્યક દૃષ્ટિ આત્માને સમાધિપ્રદાન... આ ત્રણ કાર્યોથી ધર્મતત્ત્વમાં સમાવિષ્ટ થતાં દેવો-સ્વર્ગવાસી આત્માઓ મોક્ષમાર્ગના સહાયક હોવાથી સ્મરણીય, વંદનીય, પૂજનીય, ઉપાસનીય બન્યા છે. વળી, આ સમ્યફદૃષ્ટિ દેવો માત્ર તેમની સ્તવના-ઉપાસના ફળ રૂપે જ આ કર્તવ્ય કરે છે તેમ નથી. એમને પણ મોક્ષની આરાધના કરવી છે, એટલે મોક્ષમાર્ગના આરાધકોને સ્વભાવથી સહાયક થવાનું પોતાનું કર્તવ્ય સમજે છે. શ્રી ભગવતીજી સૂત્રમાં ઇન્દ્ર કેમ એકાવતારી છે? એનો પ્રશ્ન થતાં જવાબમાં કહેવાયું છે કે, सणंकुमारे णं भंते ! देविंदे देवराया किं भवसिद्धिए अभवसिद्धिए सम्मठ्ठिी मिच्छदिठ्ठी परित्तसंसारए अणंतसंसारए सुलभबोहिए, दुलभबोहिए आरहए विराहए वरिमे अचरिमे ? गोयमा ! सणंकुमाणं देविंदे देवराया भवसिद्धीए नो अभव सिद्धिए, एवं सम्मदिछी परित्तसंसारए सुलभबोहिए आराहए चरिमे पसत्थं नेयव्वं ? से केणणं भंते ? गोयमा ! गोयमा ! सणंकुमारे देविंदे देवराया बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं हियकामए सुहकामए पत्थकामए आणुकंपिए निस्सेयसिए હિમુનિસેસમા, તેજશ્કેળ જોયા ! મi મ નાવ નો મ િર (શ્રી ભગવતી સૂત્રશતક - રૂ ઉદ્દેશો-૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy