SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી બુદ્ધ ધર્મે પણ મોક્ષના આદર્શોને સ્વીકાર કરેલો જ છે. આમ છતાંય સહુ તત્ત્વવિદો એમ માને છે કે જૈન દર્શને મોક્ષ પર જ વિશેષ ભાર મૂક્યો છે. જૈન તત્ત્વવિદો એ માટે નમ્રતાપૂર્વકનો દાવો કરે છે -- મોક્ષ ૫૨ અમારો સૌથી વધારે ઝોક છે. આજે પણ જ્યાં પારંપરિક રીતે જૈન ધર્મની આચરણા થઈ રહી છે ત્યાં મોક્ષની વાત પ્રતિક્ષણ પ્રતિપલ ચાલી જ રહે છે. દરેક ક્રિયામાં મોક્ષનો ઉદ્દેશ અને દરેક ક્રિયામાં મોક્ષનો ખ્યાલ – એ જૈન ધર્મની આગવી પરંપરા છે. તેના સિવાય બીજો કોઈ ઉદ્દેશ ન રાખવો. ‘‘મુક્ત સાહણ - - હેઉસ્સ – સાહુ દેહસ્સ ધારણા' ' . મોક્ષની સાધનાના હેતુથી સાધુ દેહંની ધારણા કરે છે. ‘‘નન્નત્યં તવ મહિદ્ધિજ્જા.’' દરેકમાં મોક્ષનું લક્ષ્ય છવાયેલું છે. જૈન ગૃહસ્થો કે સાધુઓની રોજની ક્રિયામાં મોક્ષની રટણા રહેલી જ છે માટે જૈનની દરેક પ્રવૃત્તિ મોક્ષ સાથે જ સંકળાયેલી હોય તેમાં શંકા નથી. આ ગ્રંથ પણ એક ધર્મ પ્રવૃત્તિ છે અને એનું પણ પરમ અને ચરમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ જ છે. આ ગ્રંથના પ્રેરકનું અને માર્ગદર્શકનું એક જ લક્ષ્ય છે. સંપાદકનું પણ એ જ લક્ષ્ય હોવું ઘટે... અને વાચક અભ્યાસીએ પણ આ જપરમ અને ચરમ લક્ષ્યથી આ ગ્રંથનું વાંચન-મનન-ચિંતન જપ-જાપ- આરાધના અને સાધના કરવાની છે. મોક્ષની પ્રાપ્તિ માટે સમ્યક્ દર્શન-જ્ઞાન અને ચારિત્ર્યનો સુભગ સંયોગ એ નિર્વિવાદ હેતુ છે. યોગશાસ્ત્રમાં આ ત્રણેયને યોગ ગણવામાં આવેલ છે. ચતુર્વર્ગેડગ્રણીોક્ષો યોગો તસ્ય ચ કારણમ્ જ્ઞાન - શ્રધ્ધાન ચારિત્ર-રુષં રત્નત્રયં ચ સઃ ॥ મોક્ષનો ઉપાય યોગ છે અને એ જ્ઞાન-દર્શન અને ચારિત્ર્ય સ્વરૂપ છે. આ એક જ માર્ગ - આ એક જયોગ અસંખ્યાત રીતે વૈવિધ્ય પામેલો છે. માટેજ મોક્ષપ્રાપ્તિના અસંખ્યાત યોગો છે એમ કહેવાયુંછે. ... પોતાના પૂર્વસંસ્કારો અને ભવિતવ્યતાના વિવિધ યોગો આ બધાની વિવિધતાથી આરાધનાનું વૈવિધ્ય સર્જાય છે. કોઈને ધ્યાનયોગ ફાવે છે, કોઈને તપયોગ માફક આવે છે, કોઈ સેવાયોગમાં સમાઈ જાય છે, તો કોઈ ઉપાસના અને જપ-જાપના માર્ગને પસંદ કરે છે. પણ જેનું અંતિમ લક્ષ્ય મોક્ષ મેળવવાનું છે તે દરેક આ પ્રત્યેક યોગ દ્વારા જરૂર મોક્ષ મેળવે જ છે. આ બધી મોક્ષમાર્ગની આરાધનામાં તીવ્રતામંદતાથી ફેર પડતો હોય છે. તેથી જ શાસ્ત્રમાં કહેવાયું છે ‘સિદ્ધે વા ભવઈ સાસએ, દેવે વા અપ્પરએ મહપ્તિએ’... કોઈ તીવ્ર આરાધનાવાળા આત્મા ભવિતવ્યતાના વિશિષ્ટ યોગે તે જ ભવમાં મોક્ષ પામે છે. કોઈ આત્માઓ ભાવિમાં મોક્ષ પામવાના હોવા છતાંય તાત્કાલિક બીજા ભવમાં સુખભોગમાં અનાસક્ત વૃત્તિવાળા મહાન ઋદ્ધિવાળા દેવ થાય છે. જો સાધકને પોતાના સાધનાફળ માટે આટલી સ્પષ્ટતા શાસ્ત્રો ન આપે તો જેને તુરંત જ મોક્ષ મળતો નથી એની ધર્મ-પ્રવૃત્તિ નિરર્થક બને. શાસ્ત્રોએ સ્વર્ગને ચરમ ઉપાદેય નથી માનેલ છતાંય તે પણ મોક્ષપ્રવૃત્તિનું જ અમોધ ફળ છે તે વાતનું યુક્તિપૂર્વકનું પ્રતિપાદન કરેલ છે. શાસ્ત્રોએ કોઈ પ્રવૃત્તિઓ સાક્ષાત્ મોક્ષ આપનારી હોય અને કોઈ પ્રવૃત્તિઓ પરંપરાએ મોક્ષ આપનારી હોય તે પ્રવૃત્તિઓને પણ ધર્મપ્રવૃત્તિ જ કહી છે. . . તેથી જ ગ્રંથોમાં પરંપરાનું પ્રયોજન મોક્ષ રાખીને સાક્ષાત્ પ્રયોજન શું છે ? તેની વિચારણા કરેલ છે. ઘણા ગ્રંથકારો દુર્ગમ રહસ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy