SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની પ્રાચીન નગરી (ખેટકપુર) ખેડામાં શિલ્પનું એક હુબહુ દર્શન ભીડભંજન પાર્શ્વનાથ જિનાલયના ગર્ભગૃહ ઉપર યક્ષપક્ષીણીથી પરિવારિત માતા પદ્માવતીજી શિલ્પ સૌંદર્યકલાનું ચત્ર તત્ર સર્વત્ર દર્શના સૌંદર્યકલાની સાથે સંસ્કાર-સરસ્વતીનું સંમિલન માત્ર આ ભારતવર્ષની ધર્મભૂમિમાં જ સભર પડ્યું છે. આંખ ભરીભરીને નિહાળવા ગમે તેવા મનમોહક સૌંદર્યધામોની હારમાળા અહીં છે. તો શિલ્પસ્થાપત્ય કલાને જિવંત રાખનારા આરસપહાણના સેંકડો જિનમંદિરો અને મૂર્તિઓ ખરેખર તો આપણને આ યુગનું દર્શન કરાવે છે. જૈનોએ કળાના નિર્માણને ધર્મ માની પ્રોત્સાહન આપ્યું અને પોતાની સંપત્તિ ઉત્તમ સર્જનકળામાં સમર્પિત કરી. ચિત્ર શિલ્પસ્થાપત્ય કળાનું આવું વિપુલ સર્જન અને સંવર્ધન વર્ષોથી થતું આવ્યું છે. તેનું દર્શન આપણને તાડપત્રોમાં, પ્રાચીન હસ્તપ્રતોમાં, લાકડા કે આરસમાં, પિત્તળ કે પંચધાતુમાં, હીરા પન્ના કે સ્ફટિકમાં, ગ્રંથ 'ભંડારો કે મ્યુઝીયમોમાં, જિનમંદિરોની દિવાલો કે છત ઉપર, થાંભલા કે ગોખલામાં, પ્રવેશ દ્વારે કે પરિકરમાં, આ શિલ્પ સૌંદર્યકલા યત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે. આ ઉપરની તસ્વીરમાં જૈન શિલ્પકળાની વિશિષ્ઠતા તો જૂઓ ! ગર્ભગૃહના દરવાજે લક્ષ્મીદેવી તો ઘણી જગ્યાએ જોવા મળશે. પણ માતા પદ્માવતીજી તો કવચિત જ જોવા મળે અને તે પણ ચામરધારી શિલ્પકૃતિઓ સાથે. આવા દર્શનથી આપણે ધન્યતા અનુભવીએ. આ ગ્રંથના દર્શન વિભાગમાં વિવિધ માધ્યમો દ્વારા પદ્માવતી માતાનું સ્વરૂપ દર્શન જરૂર નિહાળશો.
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy