SearchBrowseAboutContactDonate
Page Preview
Page 976
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ જેનરત્નચિંતામણ નિર્વાણ પામેલા. હાલનું ગુણાચા તીર્થ સરેવર વચ્ચે શ્રી મહાવીર પ્રભુના મંદિર રૂપે ઊભું છે, જેને સંશોધનકારો અસલ માનતા નથી. સત્ય “કેવલીગમ્યભગવાન ગુણશીલ વનમાં ધ્યાન ધરતા અને ત્યાં અનેક જીને પ્રતિબોધ દિક્ષા અને ગૃહસ્થ ધર્મમાં સ્થિર કરતા હતા. ૪. સમેતશિખર :- મધુવન પાસે શ્રી સમેતશિખરને પવિત્ર પહાડ આવેલ છે. જ્યાં વીસ તીર્થકરે નિવાણું પામ્યા છે. અનેક મુનિવરો અને ભવિ આત્માઓએ આ સ્થળે અનેક રીતે આ ધાર કર્યો છે. સમેતશિખર પ્રાચીન સમયમાં, સામિદગિરિ સમાધિગિરિ, મલપર્વત, સમેતાચલ, શિખરજી આદિ નામોથી ઓળખાય છે. છેલ્લે નિર્વાણપ્રભુ પ્રાર્થનાથનુ હોઈ તેમનું ચિત્ય હાલમાં ઊંચી ટેકરી ઉપર છે અને તેથી આ પહાડને ઘણું સમયથી પાર્શ્વનાથ હિલ તરીકે પિછાણે છે, સ્ટેશનનું નામ પણ તદ્દ અનુસાર પારસનાથ હિલ નામથી બોલાય છે. બીજા સૈકામાં વિદ્યાસિદ્ધ શ્રી પાદલિપી સૂરિ આ તીર્થની વારંવાર યાત્રા કરતા. તેરમાં સૈકામાં શ્રી દેવેન્દ્ર સૂરિએ રચેલ “વન્ડારૂવૃત્તિ' ગ્રંથમાં શિખરજી ઉપર જિનાલય અને જીનમૂર્તિા હોવાનું જણાવે છે. કુંભારિયા-રાજસ્થાનના શિલાલેખમાં સંવત ૧૩ ૪૫માં શરણુદેવના પુત્ર વીરચંદે પુત્ર, પૌત્ર સ્વજન સંબંધી સાથે શ્રી પરમાણુંદ સુરિ સહયાત્રા કરી પ્રતિષ્ઠા કરાવેલી તેની નોંધ છે. સં ૧૯૭૦માં ગ્રીન શેઠ કુરપાલ અને સેનપાલે સંધ સહિત યાત્રા કરેલી. કેસરીયા દાદાની પેઠે અત્રે પણ જૈનેતર કે “પારસદાદા' ને ભાવથી નમે છે અને પોષ દશમીએ મેળામાં યાત્રાએ આવે છે. ભીલામાના કારણે પાણી બગડી જાય છે. તેથી યાત્રીઓ આસોથી ફાગણ પૂનમ સુધી યાત્રા કરવા આવે છે. ધર્મશાળાની ભોમિયાજીના મંદિરથી સાંકડા અને સર્પાકારે ૯ કિલોમીટર પાકો રસ્તો છે. ત્યાર પછી બીજા ૯ કિલોમીટરે પાર્શ્વનાથ પ્રભુનું જળ મંદિર છે. બીજી ટેકરીઓ ટ્રકે છે, જ્યાં તીર્થકર ભગવંતે નિર્વાણ પામ્યા, ત્યાં ચરણપાદુકા મંદિરો છે. મૂળ ટ્રક અઢારમી શ્રી પાર્શ્વનાથ પ્રભુની છે. જે ડુંગરની વચ્ચે હાઈ પાણી ભરાઈ શકે છે, તેથી તે જળ મંદિર નામે જાણીતું છે. મંદિરમાં મૂળનાયકની શ્યામ પ્રતિમા છે. અને બાજુમાં પણ શ્યામ અને સફેદ મૂતિઓ છે. ટ્રકની યાત્રા ૯ કિલોમીટર જેટલી છે. ફુલ ડુંગરને યાત્રા પ્રવાસ ૨૭ કિલોમીટર જેટલો થાય છે. ટૂંકા અનુક્રમે શ્રી ગૌત્તમ સ્વામી, શ્રી કુંથુનાથ, શ્રી ચંદ્રાનન, શ્રી નેમિનાથ, શ્રી અમરનાથ. શ્રી મલિનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી સુવિધિ નાથ, શ્રી પદ્મપ્રભુ, શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી ચંદ્રપ્રભુ, શ્રી આદીનાથ શ્રી શીતળનાથ, શ્રી શ્રી અનંતનાથ, શ્રી સંભવનાથ શ્રી, વાસુપૂજયસ્વામી, શ્રી અભિનંદન સ્વામી, ૧ થી ૧૭ ની છે. ૧૮ મી શ્રી પાર્શ્વનાથનું જળમંદિર છે. ૧૯મી ટ્રક શ્રી શુભ ગણધરની જે જીર્ણ થવાથી જળ મંદિરમાં પધરાવી છે. ત્યાર બાદ શ્રી ધમનાથ, શ્રી સુમતિનાથ, શ્રી શાંતિનાથ, શ્રી મહાવીર સ્વામી, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી વિમળનાથ શ્રી અજીતનાથ શ્રી નેમિનાથ અને છેલ્લે ૨૮મી શ્રી પાર્શ્વનાથ પ્રભુની છે. ૨૪ તીર્થકરોની ૨૪, ગૌત્તમ સ્વામી, શ્રી ચંદ્રાનન ( આવતી ચોવીસી શ્રી શુભ ગણુ ધર તથા શ્રી પાર્શ્વનાથની બે હેવાથી કુલ ૨૮ ટૂંકા છે.) પાર્શ્વનાથની છેલ્લી ૨૮ મી ટૂંક ઊંચામાં ઊંચી છે જેને મેઘાડંબર ટૂંક કહે છે. ગિરિરાજ ઉપરથી સામે છેડે, શ્રી ચંદ્રપ્રભુની ટૂંક શ્રી પાર્શ્વનાથ કરતા થેડી નાની પણ ઊંચી છે. ડુંગર ઉપર ભોમિયા વગર રખડવું જોખમકારક મનાય. ડુંગર ચડતાં શરૂઆતથી ૩ કિલોમીટરે ગધનાળુ છે, જયાં ધર્મશાળામાં ભાતું અપાય છે. (૫) કુંડલપુર-નાલંદા – નાલંદા રેલ્વે સ્ટેશન છે. જ્યાંથી ના કિલોમીટર કુંડલપુર ગામ છે. પ્રાચીન બીજું નામ વડગામ પણ હતું. નાલંદાના ખંડીયેરો પૂર્વ તરફ ભૂતકાળની ગૌરવગાથા ગાઈ રહ્યા છે. શાસ્ત્ર અનુસાર કુંડલપુર-નાલંદા તેજ રાજગૃહીનું ઉપનગર અને તેનું નામ ગુબ્બરગામ, ભગવાન મહાવીરનાં ૩ ગણધરો, ઇંદ્રભૂતિ ગૌત્તમ, અગ્નિ ભુતિ અને વાયુભુતિનું જનમ સ્થાન. નાનપણથી તેઓ વેદના કુશળ વિદ્વાન અને ક્રિયાકાંડી હતા. અને તેઓને દરેકને ૫૦૦ જેટલા શિષ્યો હતા. પ્રભુ મહાવીરને ગૌશાળાને મેળાપ અહી થયેલ ભગવાને નાલંદામાં ૧૮ જેટલાં ચોમાસા કરેલાં ભગવાન બુદ્ધનાં શિષ્ય સારિપૂત્તનો જન્મ અને પરિનિર્વાણ સ્થળ પણ અહીં જ. ચોથી પાંચમી સદીમાં બૌદ્ધ વિદ્યામ હતાં. જે લગભગ તેરમી સદી સુધી જેયાની નોંધ મળેલ છે. પ્રાચીન મંદિર અઢારમા સૈકામાં અસ્ત પામી ગયાં, ત્યાર પછી હાલમાં ૧ મંદિર બે માળી છે. બાજુમાં ધર્મશાળા છે. મંદિરમાં ૯ આરસ પ્રતિમા, ૨ ધાતુ પ્રતિમા અને નંદિશ્વર દ્વીપની રચના છે. એક પ્રતિમા ઉપર સંવત ૧૪૭૭ ને લેખ છે. બીજી ચાર પ્રતિમાઓ પ્રાચીન કાળના પુરાવા રૂપે સુંદર છે. અને કુપાક” તીર્થની પ્રતિમાઓના જેવી લાગે છે. (૬) પાવાપુરી – બિહાર પ્રાંતમાં બિહારથી ૧૦ કિલોમીટર “પાવાપુરી ' જેનેનુ પરમ પવિત્ર સ્થળ છે. બી. બી. એલ. રેલવેમાં પાવાપુરી રેલવે સ્ટેશન છે. પ્રાચીન સમયમાં ત્રણ પાવાપુરી લેવાથી આને “મધ્યમા પાવા” ગણતા. જૈન ગ્રંથમાં આ મધ્યમા પાવાનું નામ “અપાયાપુરી' હતું. જે પ્રભુ મહાવીરના નિર્વાણ પછી પાપાપુરી- પાવાપુરી પડયું. પાવાપુરી હાલમાં પાવા અને પુરી એમ બે ભાગે વહેચાઈ ગયેલું છે. પ્રભુ મહાવીરના કેવળ જ્ઞાન સમયે ૧૧ વિદ્વાન બ્રાહ્મણ અનેક શિષ્ય સાથે સોમિલ નામે ધનાઢય બ્રાહ્મણે યજ્ઞ આરંભેલો ત્યારે ઉપસ્થિત હતા. દુદાભીના નાદથી સભાજને યજ્ઞ કાર્યથી આસ્તે આસ્તે સમવસરણ તરફ વહેવા લાગ્યા. પંડિત દિગમૂઢ થયા. ભગવાન તરફ પ્રશ્નો પૂછવા પહોંચ્યા અને અંતે તેઓ પ્રભુનાં પરિવારમાં દીક્ષા લઈ સમ્યગ્રજ્ઞાનના માર્ગે વળ્યા. આમ ૧૧ પંડિતે પ્રભુનાં Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy