SearchBrowseAboutContactDonate
Page Preview
Page 972
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરત્નચિંતામણી રઘુનાથ પ્રસાદજીએ બંધાવેલું શ્રી ધર્મનાથ ભગવાનનું મંદિર સુંદર છે. આ મંદિરની કમાને, છત, થાંભલાઓ મીનાકારી કળાનો અજોડ નમૂને છે. દીવાલોમાં તીર્થસ્થળ, યોગના આસને અને નઠના દુ:ખેના તાદશ ચિન્ને હૃદયને હલાવી મૂકે છે. મંદિરની બાજુમાં કાચથી મઢેલા પ્રાચીન કળાનાં દશ્યોનું સંગ્રહસ્થાન, શિલાલેખો પ્રાચીન ગૌરવને ખ્યાલ આપે છે. આ મંદિરની સામે એક જન ધર્મશાળા છે. 'મીરડી ગીરકીમાં એક સુંદર કવેતાંબર જૈન મંદિર તથા રાયબહાદુર ધ તે પતિસિંહજીએ બંધાવેલ સુંદર વિશાળ ધર્મશાળા છે. ગીરડીની આસપાસ કોલસાની ખાણે પુષ્કળ છે. મોટર વગેરે વાહને અહીં મહયા જ કરે છે. બિહારશરીફ રાજગિરથી બિહાર સ્ટેશન આવે છે. સ્ટેશનથી ૧ માઈલ દૂર મેથિયાન મહોલ્લામાં એક વિશાળ ધર્મશાળા છે. ધર્મશાળામાં શ્રી મહાવીર ભગવાનનું મનોહર મંદિર છે. માળ ઉપર શ્રી શાંતિનાથ ભગવાન છે. શહેરમાં બજાર નજીક એક ગલીમાં બે જૈન મંદિરો છે. એકમાં શ્રી ચંદ્રપ્રભ પ્રભુ છે. બીજામાં શ્રી અજીતનાથ ભગવાન છે. ચોખંડી મહેલામાં શ્રી ઋષભદેવ ભગવાનનું વિશાળ, ઊંચી બાંધણીનું મંદિર છે. ભગવાને અહીં અગિયારમું ચાતુર્માસ કર્યું હતું. ઉદંતપુરીને બૌદ્ધ વિહાર અહીં હતા. બિહારને મુસલમાને બિહારશરીફ કહે છે. મુસલમાનનું તે યાત્રાધામ છે. બિહારનું અસલ નામ તુંગીયાનગરી હતું. પ્રાચીન રાજધાની પટણ પટણાનું પ્રાચીન નામ પાટલીપુત્ર. અહીં અલગન સંપત્તિ ધરાવતા કરેડપતિઓ વસતા હતા. અહી જૈન આગમોની પહેલીવહેલી વાચના થઈ હતી. શ્રી ઉમાસ્વાતિ મહારાજે અહીં પાટલીપુત્રીમાં રહીને “તત્વાર્થ સૂત્ર નામને ગ્રંથ રચ્યા હતા. સાંપ્રતિ રાજા અહીં થયા. શ્રી ભદ્રબાહુ સ્વામી, આર્યસહસ્તસ્રર અને વજાસ્વામી વગેરે યુગપ્રધાન વિચર્યા છે. પાટણ નગરી સેંકડો વર્ષ સુધી ભારતની રાજધાની અને જેનપુરી રહી હતી. શહેરના મધ્યભાગના ચોકમાં બડેની ગલીમાં એક સાથે જોડાયેલાં બે જૈન મંદિર છે. બનેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. એક મશાળા પણ છે. અહીં એક મંદિરમાં પથ્થરમાંથી કેરેલ વસ્ત્ર અને અલંકારથી વિભૂષિત જિનભૂતિ દર્શનીય છે. નાથનગર સ્ટેશનની નજીક અહીંના કોટિધ્વજ જાગીરદાર બાબુ સુખરાયજીએ બંધાવેલું શ્રી વાસુપૂજ્ય ભગવાનનું ભવ્ય જિનાલય છે. તેમાં કાસનું મીનાકારી કામ રમણીય લાગે છે. મહિમાપુર કટગોલાથી અડધો માઈલ દૂર “મહિમાપુર'નું પરૂં છે. હમીદેવીના લાડીલા કુરપતિ શ્રી જગતશેઠ બંગાળના બેતાજ બાદશાહ હતા. પરદેશીઓ, રાજા મહારાજાઓ, શાહ સોદાગરની જેને ત્યાં ભીડ રહેતી. ગંગાકિનારે અહીં શ્રી જગતશેઠનું મંદિર શોભી રહ્યું હતું. પણ ગંગાને પ્રચંડ પૂરે તે અસ્તવ્યસ્ત કરી નાખ્યું. છતાં તેના અવશેષો પણ જગતશેઠની સમૃદિધની ઝાંખી કરાવે છે. કુમારડી મહુદા સ્ટેશનથી ૧ાા માઈલ દૂર કુમારડી નામે ગામ છે. આ પ્રાચીન ગામની ભૂમિમાંથી કેટલીયે જિન મૂતિઓ પ્રાપ્ત થાય છે. અહીં ૯૪ શ્રાવકની વસતી છે. બજારમાં શ્રી આદીનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૨૦૦૦માં શ્રી જનધર્મ પ્રચારક સભાએ બંધાવેલું છે. આ મંદિરમાં ધાતુની ૩ પ્રતિભાએ છે. આ પ્રદેશમાં સરાકની વસતી છે. આ સરાક જાતિમાં આદિદેવ, ધર્મદેવ, શાંતિદેવ, અનંતદેવ, ગૌતમ વગેરે ગૌત્ર નામે જોવામાં આવે છે. તેઓ કુલદેવતા તરીકે શ્રી પાર્શ્વનાથજીને માને છે. તેઓ આજે પણ કોઈ જીવની હિંસા કરતા નથી. ઓરિસ્સા કલકત્તાથી મદ્રાસ જતાં બી. એન. રેલવેમાં ભુવનેશ્વરને વિસ્તાર ચાર પાંચ કોશ છે. ભુવનેશ્વરના અગ્નિ ખૂણામાં ચાર પાંચ માઈલ દૂર ધવલી પહાડ છે. ત્યારે બીજી દિશા એટલે વાયવ્ય તરફ એટલાજ અંતરે ચંડગિરિ અને ઉદયગિરિના પહાડ છે. જેમાં સમ્રાટ ખારવેલનો હાથી ગુફાવાળે પ્રસિધ્ધ શિલાલેખ છે. ભુવનેશ્વરમાંથી કોઈ પુરાતન વસ્તુ મળી આવી નથી. ધવલી પહાડ અને ખંડગિરિમાંથી મળી આવેલી પુરાતન અતિહાસિક સામગ્રીના સમયની વસ્તુઓ હજી પણ શોધવામાં આવી નથી. પરંતુ એ હકીકત છે કે એ સમયે પણ આ સ્થળ પ્રસિધ્ધ હોવું જોઈએ. કાંગડા - હિમાચલ પ્રદેશની હરિયાળી ઘાટીઓમાં, નગરકેટ કાંગડાની પ્રાચીન વસતીના પશ્ચિમ કિનારે ઈતિહાસ પ્રસિધ્ધ વિશાળ કિલો . શ્રી ન્યા હતા. સાંપનીમાં રહીને જ dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy