SearchBrowseAboutContactDonate
Page Preview
Page 973
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ-૨ શોભી રહ્યો છે. કિલ્લાની ડાબી-જમણી બન્ને બાજુએ બે સુંદર નદીઓ વહી રહી છે. કિલ્લાના મુખ્ય દરવાજામાં પ્રવેશતાજ પર્વતના શિખર પર બનેલી વિશાળ પગથી પર ચડતાં ચડતાં સાત સુંદર દરવાજા પસાર કર્યા બાદ આપ પ્રાચીન અતિહાસિક જિનાલયમાં વિરાજમાન પ્રભુ આદિનાથની વિશાળ મૂર્તિના દશન કરશે, જેના ચમકારોની અનેક વાતો આપણે ઘણાં લાંબા સચથી સાંભાળતા આવ્યા છીએ. આ તીર્થ વિષયક મહત્વપૂર્ણ અતિહાસિક પુસ્તક “વિજ્ઞપ્તિત્રિવેણુ'ના પ્રકાશક મહાન સાહિત્યકાર, પુરાતતા પદ્મશ્રી મુનિવિજયજીના શબ્દોમાં આ તીર્થધામ પ્રાચીન એતિહાસિક તીર્થોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઐતિહાસિક પ્રાણાથી સાબિત થયેલું છે કે જિનાલયની સ્થાપના, ભગવાન શ્રી નેમિનાથના સમયમાં, પાંડવા-કાળમાં, કટચવંશના શુરવીર રાજા શ્રી સુશમચંદ્રના હાથે થઈ હતી અને મહારાજાએ શ્રી નેમિનાથની અધિષ્ઠાયક દેવી અંબિકામાતા પિતાની કુલદેવી તરીકે માન્યતા દઈને મંદિરની પાસે જ પ્રતિષ્ઠા કરી હતી. સદીઓ સુધી કટોચ રાજવંશ જિનદેવને પરમ ઉપાસક રહ્યો જેની અનેક સાબિતીએ ઈતિહાસના પાનાં પર મળે છે. મુનિશ્રી જિનવિજયજીએ “વિજ્ઞપ્તિત્રિવેણી માંથી અને શ્રી અગરચંદ નાહટાએ બિકાનેરના જ્ઞાન ભંડારમાંથી અનેક અતિહાસિક પૃષ્ઠો શોધીને આ તીર્થ પર મહત્ત્વને પ્રકાશ પાડ્યો છે. ગુરુના મુખે શત્રુજ્ય મહાતીર્થને મહિમા સાંભળીને કાંગડાનરેશ રાજા રૂપચંદ એટલા પ્રભાવિત થયા કે તેમણે શત્રુંજય તીર્થના દર્શન કર્યા વિના અનાજ નહિ લેવાની પ્રતિજ્ઞા કરી. આથી ગુરુ ચક્તિ થયા અને માતા અંબિકાને આ અશક્ય ઈચ્છા પૂરી કરવા પ્રાર્થના કરી. તેથી શાસનદેવી અંબિકાએ ચમત્કારી રીતે સ્વપ્નમાં તીર્થ દર્શન કરાવીને તેની પ્રતિજ્ઞા પૂરી કરાવી. પણ રાજા આથી સંતુષ્ટ ન થાય અને તીર્થના સાક્ષાત દર્શન કરવાની ધુનમાં કાંગડાથી વિહાર કરી ગયા. પરંતુ અનના અભાવથી શરીરે સાથ ને આપ્યો અને રસ્તામાં જ રાજા દેવ થયા અને આ રીતે તીર્થના ઇતિહાસમાં પોતાનું નામ અમર કરતા ગયા. પ્રાચીન કાળમાં કાંગડા નગરીમાં પણ જૈનના ચાર પાંચ મંદિર શોભી રહ્યા હતા. જૈન ધર્મશાળા, જૈન ગુફાઓ વગેરે સ્મારકે આપણું ગૌરવ વધારતા હતા. મોટા મોટા જૈન ધનાઢચ કુટુંબોના પ્રભાવથી આ નગરી જૈન નગરીના નામે પ્રસિદ્ધ હતી. પરંતુ આજે કાંગડામાં જેનોનું એક પણ ધર નથી. નગરના બધા જ મંદિર ખંડિત છે. સુંદર પ્રતિમાઓ ખંડિત અવસ્થામાં અહીંતહીં વેરાયેલી પડી છે. કિલ્લામાં પણ પ્રભુ આદીનાથની આ મનોહર પ્રતિમા જ આજે આપણા પ્રાચીન વૈભવની એક માત્ર યાદ છે. જે શ્રધેય મુનિશ્રી જિનવિજયજી તથા પંજાબ કેસરી જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના અથાગ પ્રયત્નથી પ્રકાશમાં આવી. આ મંદિર પુરાતત્વ વિભાગના સરકારી અધિકાર હેઠળ છે. અહીં વાર્ષિક યાત્રા ફાગણ સુદી ત્રીજ, ચોથ, પુનમ વગેરે હોળીના તહેવારના દિવસોમાં દર વર્ષે યોજાય છે. પંજાબ કેસરી શ્રી વિજયવલ્લભસૂરિ શ્રી મહારાજ, મહાન રાષ્ટ્રીય સંત શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજની કૃપાથી તીર્થની દિન પ્રતિદિન ઉન્નતિ થઈ રહી છે. પુરાતત્વ વિભાગની કૃપાથી તીર્થને પુનરોદ્ધાર થઈ ચૂક્યો છે. શ્રી શાંતિસ્વરૂપજીને અથાગ પ્રયત્નોથી કિલાની નજીક જ વિશાળ ધર્મશાળાનું નિર્માણ થઈ ચૂકયું છે. ગચ્છાવિપતિ, તીર્થોદ્ધારક શ્રી ઈંદ્રદિનસૂરિજી મહારાજ તથા કાંગડા તીર્થોદ્વારિકા “મહત્તરા” શ્રી મૃગાવતિજી મહારાજની છત્રછાયામાં આ ધર્મશાળામાં જ નવીન જીનમંદિરની સ્થાપના માટે શિલાન્યાસ થઈ ચૂક્યો છે. સર્વધર્મ સમન્વયી આચાર્ય શ્રીજનકચંદ્રસૂરિજીના મનમાં અનેક યોજનાઓ સમાયેલી છે. કાંગડા લાહોરથી ૧૭૦ માઈલ દૂર છે. કાંગડામાં સૌથી પ્રાચીન મંદિર ઈશ્વરનું છે. ભેરાતીર્થ સિધુ સૌવીરના રાજ ઉદાયીનું વિતભયપત્તન એ જ ભેરાજમહેલ નદીના કિનારે આવેલું છે. પંજાબથી પેશાવર જતાં લાલામૂસા નામનું જંકશન આવેલ છે. અહીંથી ભેરા તરફ રેલ્વે જાય છે. ભેરા સ્ટેશન છે. અહીં પ્રાચીન મંદિર છે-આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર શ્રી વિજયવલભ સૂરિશ્વરજીના શિષ્યરત્ન ઉ. શ્રી સેહનવિજયજી મહારાજના ઉપદેશથી શ્રી આત્માનંદ જૈન મહાસભાએ કરાવ્યા છે. રાજા ઉદાયીએ ચેડા મહારાજની પુત્રી પ્રભાવતી સાથે લગ્ન કર્યા અને રાણીના સંસર્ગથી જૈન ધર્મને દઢ રાગી બને. રાણીએ દીક્ષા લીધી. પણ પ્રતિમાના પૂજનનો લાભ દાસી દેવદત્તાને મળ્યો. તે મુજ હતી પણ પૂજનથી સ્વરૂપવાન બની. અવન્તીના ચંડપ્રદ્યોતે દાસીનું તથા મૂર્તિનું હરણ કર્યું. ઉદાયીએ સંવત ૧૪ ૪માં ઉપાધ્યાય શ્રી જયસાગરજીના નેતૃત્વ હેઠળ જે વિશાળ યાત્રા સંઘ સિંધ દેશને ફરીદપુર નગરમાંથી કાંગડા આવ્યો તેને રાજા નરેન્દચન્દ્રએ પિતાના દરબારમાં બોલાવ્યો અને તેનું બહુમાન કર્યું. ઉપાધ્યાયના સદુપદેશને પણ આદરપૂર્વક સાંભળે અને આખા સંધને પોતાનું અંગતદેવમંદિર બતાવ્યું જેમાં જૈન તીર્થકરોની સ્ફટિક રત્નોની બનેલી પ્રતિમાઓ હતી. આ જ પ્રમાણે રાજા પૃથવીચન્દ્ર, રાજા સંસારચન્દ્ર વગેરેની ભક્તિના બીજા અનેક સુંદર પ્રમાણે મળી રહ્યા છે. Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy