SearchBrowseAboutContactDonate
Page Preview
Page 971
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ-૨ ૧. ઉપાશ્રય અને ૧ ધર્મશાળા છે. અહીં બજારમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું ઘૂમટબંધી મંદિર છે. - ગ્વાલિયર પ્રાચીન સાહિત્ય અને શિલાલેખમાં વાલિયરનું સ્થાન ઉલ્લેખનીય છે. જેન ગ્રંથે અને શિલાલેખોમાં તેને ગામગિરિ, ગેપીચલ, ગમાણુરણ, ઉદયપુર આદિ નામોથી ઉલેખવામાં આવ્યું છે. વાલિયરના કિલ્લામાં આવેલું સૂર્ય મંદિર શિલ્પકળાની દષ્ટિએ મહત્વનું ણ જાતિના મિહિર કુળે આ મંદિર બંધાવેલું છે, એમ મંદિરને લખેલા શિલાલેખથી જણાય છે. આજે વાલિયર અને બરકર બે વિભાગમાં વહેંચાયેલું છે. લશ્કરમાં ૩૦૦ અને વાલિયરમાં ૧૫૦ જૈન શ્રાવકાની વસ્તી છે. બરકરમાં ત્રણ ઉપાશ્રય અને ત્રણ જૈન મંદિર છે. જ્યારે વાલિયરમાં ૨ મંદિરે છે. બ૨કરના શરાબ બજાર માં એસવાલ મહોલ્લામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર છે. આ મંદિરમાં ચિત્રકામ અને મિનારીકામ સારું કરેલું છે. એજ મહેલામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર શ્રી સંઘે બંધાવેલું છે. આમાં બધી મૂર્તિઓ ધાતુની છે. દિહી નાયકના મસ્તક ઉપરની ફણુઓ તે સાક્ષાત ધરણેન્દ્ર વિમુવી રાખી હોય એવી પહેલી નજરે જોનારને ભાસ થાય છે. તેનાલી બેજવાડાથી મદ્રાસ જતી રેલ્વે લાઈનમાં તેનાલી જંકશન છે. અહીં ૪૦ જૈનોની વસતી છે. અને એક ઉપાશ્રય છે. શાંતિબજારમાં શ્રી વાસુપૂજય ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૯૮૦માં બંધાવેલું છે. મૂળનાયકની પ્રાચીન મૂર્તિ જમીનમાંથી નીકળી આવેલી છે. એ દૃષ્ટિએ આ સ્થળનું મહત્વે નોંધપાત્ર છે. હૈદ્રાબાદ દક્ષિણ હિંદમાં નિઝામ રાજયની રાજધાનીનું શહેર હંકાબાદ છે. અહીં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનની ૩૦૦ માણસોની વસતી છે. પ જન મંદિરે અને એક દાદાવાડી છે. - હૈદ્રાબાદની નજીકમાં આવેલા પ્રાચીન તીર્થ કુલ્પાકનો વહીવટ અહીંના શ્રીમંત શ્રાવકે કરે છે. હૈદ્રાબાદ રેલ્વે સ્ટેશનથી ૧ માઈલ દૂર ‘ચારકમાન’ ની પાસે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર અહીંના શ્રી સંઘે સં. ૧૯૫૫માં બંધાવેલું છે. આ મંદિર મુખ્ય મંદિર છે. પાસેના “કઠી’ વિભાગથી ઓળખાતા સ્થળમાં મૂળનાયક શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. રેલ્વે સ્ટેશનથી રાા માઈલ દૂર “કારવાન” માં મૂળનાયક શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર છે. અહીંના મ્યુઝીયમમાં દસમાં સિકા પહેલાની પ્રાચીન પ્રતિમાઓ દર્શનીય છે. ઔરંગાબાદ નિઝામ રાજયમાં ઔરંગાબાદ શહેર આવેલું છે. અસલ અહીં ખડકી નામે ગામ હતું. મલેક અંબરે ઈ. સ. ૧૬ ૧૬માં નારકંડા નામને મહેલ અને મસ્જિદ બંધાવ્યા હતા. તે પછી તેના પુત્રે આ ગામને ફતહનગર નામ આપી કિલ્લે બંધાવ્યું. જે હજુ પણ મોજૂદ છે. ને પછી ફતહનગરને ઔરંગાબાદ નામ આપવામાં આવ્યું. હાલમાં આ શહેરમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જેનોની માત્ર ૫૦ માણસોની વસતી છે. રેલ્વે સ્ટેશનથી ૨ માઈલ દૂર આવેલા ઝવેરી વાડમાં ત્રણ જિનાલ વિદ્યમાન છે ૧. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર શિખરબંધી છે. ૨. શ્રી પાર્શ્વનાથના મંદિરની નજીકમાં જ આવેલ શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર પણ ધાબાવાળી રચનાવાળું છે. આકેલા આકેલા રેલ્વે સ્ટેશન છે. સ્ટેશનથી ૧ માઈલ દૂર શહેર આવેલું છે. અહીં વેતાંબર જનની ૫૦૦ માણસોની વસતી છે. ભારતનું સુપ્રસિદ્ધ પાટનગર દિલ્હી પ્રાચીન કાળથી રાજધાનીનું શહેર છે. પાંડવોના સમયમાં દિલ્હીનું નામ ઈન્દ્રપ્રસ્થ હતું. પૃથ્વીરાજ ચૌહાણના વખતમાં દિલ્હી બહુ પ્રસિદ્ધ હતું. નવધરામાં શ્રી સુમતિનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિરમાં ચિત્રકામ ઘણું સુંદર છે. એક સ્ફટિકના પ્રતિમાજી છે. મૂળનાયકની મૂ તિ ભવ્ય અને દર્શનીય છે. આ સિવાય શ્રી સંભવનાથ, શ્રી શાંતિનાથ, શ્રી ચિંતામણી પાર્શ્વનાથના મંદિરે છે. લાલા હજારીલાલ જોહરીને ત્યાં બે સુંદર ગૃહમંદિરે છે. અહીં બે દાદા વાડીઓ છે. ત્રણ જૈન ધર્મશાળા છે. તેમાં આત્મવલ્લભ જૈન ભુવન પણ છે. શ્રાવકોના ઘર છે. શ્રી જિનચંદ્રસૂરિના સમયમાં અહી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું. અને એ મંદિરના દક્ષિણ થંભમાં અતિબલ અધિષ્ઠાપકની સ્થાપના કરેલ હતી. દાદા ગુરના નામથી ઓળખાતા સ્થળમાં મણિધારી શ્રી જિનચંદ્રસૂરિનું સમાધિસ્થળ આવેલું છે. સં. ૧૯૯૦માં શ્રી ઋષભદેવ ભગવાનનું ઘૂમટબંધી મંદિર બનાવેલું છે. આ એક ઐતિહાસિક સ્થળ છે. જે મોટી દાદાવાડીના નામે ઓળખાય છે. કાનપુર મીનાકારી કલામય મંદિર મહેશરી મહાલામાં બાળક Jain Education Intemational www.jainelibrary.org Commentation For Private & Personal Use Only
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy