SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૬ જેનરત્નચિંતામણિ (૧૦) મુખ, ચક્ષુ તથા મનને દુરૂપયોગ પરાપવાદેન મુખં સર્ષ, નેત્ર પરસ્ત્રીજનવીક્ષણેન ! ચિત્તઃ પરાપાય વિચિંતનન, કૃત ભાવિધ્યામિ કથં વિભેડહ | ૧૦ | મેં સુખને મેલું કે દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિંદીત કર્યા પરનારીમાં લપટાઈને, વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતાણું, હે નાથ ! મારું શું થશે ચાલાક થઈ ચુકયો ઘણું. અર્થ – અન્યનું વાંકું બોલીને મેં મારા મુખને, પારકી સ્ત્રીઓને જોઈ ને મારી આંખોને, પારકાનું અશુભ ચિંતવીને મારા ચિત્તને, મેં દોષિત કર્યા છે. હે પ્રભુ! હવે મારું શું થશે? (૧૧) કામાંધ થઈ આત્માને ઉપજાવેલી પીડા વિડબિત યમર ધર્મરાતિ દશાવશાત્રવં વિષયાંધલેન પ્રકાશિત તદ્દભવ હિંવ, સર્વજ્ઞ સર્વ સ્વયમેવ વેરિસ છે ૧૧ છે. કરે કાળજાને કતલ પીડા કામની બીહામણી, એ વિષયમાં બની અંધ હું વિડંબના પામ્ય ઘણું; તે પણ પ્રકાશ્ય આજ લાવી લાજ આપતણું કને, જાણે સહુ તેથી કહું કર માફ મારા વાંકાને. અર્થ :- કામથી આંધળા બનેલા મેં કામદેવરૂપી રાક્ષસથી મારી જાતને બહુ કદર્થના ઉપજાવી; હે સર્વજ્ઞ! શરમ આવે છે તે પણ તે બધું હું આપની સન્મુખ પ્રગટ કરું છું, જો કે આપ તે તે સર્વ હકીકત જાણે છે. (૧૨) મતિભ્રમથી કરેલાં કાર્યો વિસ્તડ મંત્ર પરમેષ્ઠિમંત્રઃ કુશાસ્ત્રવાāનિહતાગ મેક્તિઃ કતું વૃથા કમ કુદેવસંગા દવાંછિ હિ નાથ મરતભ્રમે મે ૧૨ નવકાર મંત્ર વિનાશ કીધે અન્ય મંત્ર જાણીને, કુશાસ્ત્રનાં વાક્યો વડે હણી આગમોની વાણીને કદેવની સંગતથકી કર્મો નકામાં આચર્યા. મતિભ્રમ થકી રસ્તો ગુમાવી કાચ કટકા મેં ગ્રહ્યા. અર્થ -(ઐહિક સુખ દેનાર) અન્ય મંત્રો વડે પરમેષ્ટિ મંત્ર (નવકાર મંત્ર) નો મેં નાશ કર્યો (તજી દીધે.) ખોટાં શાસ્ત્રોનાં પ્રમાણથી જૈન આગમનાં વાક્યો ઉપર પ્રહાર કર્યો; ખરાબ દેવના સમાગમથી નકામાં (આત્માને હાનિકારક) કર્મો કરવાની મને ઇચ્છા થઈ; હે નાથ! આ તે મારી કઈ જાતની માનસિક ભ્રમણા !!! (૧૩) આપને મૂકીને એ કરેલી સ્ત્રીઓના વિલાસની ભજન ભુખ્ય દંગલદ્યગત ભવંત, યાતા મયા મૂઢધિયા હૃદંતઃ! કટાક્ષ વક્ષેજગભીરનાભિ કટીતટીયા: સુશાં દિલાસા : ૧૩ !! આવેલ દૃષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર આપને, મેં મૂઢધિએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને; નેત્રબાણ ને પાઘર નાભી ને સુંદર કટી, શણગાર સુંદરીઓતણ છટકેલ થઈ જોયા અતિ અર્થ - દષ્ટિગોચર થયેલા આપને છેડીને મૂઢ બુદ્ધિવાળા મેં અંતરમાં સુંદર આંખેવાળી સ્ત્રીઓના કટાક્ષ, સ્તન, નાભી તથા કટીતટનું જ ધ્યાન ધર્યું. (૧૪) સ્ત્રીમુખ દર્શનથી ઉત્પન્ન થયેલ રાગની તીવ્રતા. લોવેક્ષણાવકત્રનિરિક્ષણેન, ચ માનસે રાગલો વિલગ્નઃ | ન શુદ્ધસિદ્ધાંતપોધિમણે, ધોડણગારારક કારણું કિમ . ૧૪ . મૃગનયણ સમ નારીતણું મુખચંદ્ર નીરખવાવતી, મુજમન વિષે જે રંગ લાગ્યો અ૯૫૫ણ ગૂઢ અતિ તે કૃતરૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતે નથી તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી? અર્થ - (સ્ત્રીઓના) ચપળ ચક્ષયુક્ત ચહેરાને જેવાથી મનની અંદર જે રાગનો અંશ જરા જરા લાગ્યો છે તે પવિત્ર શાસ્ત્રરૂપી સમુદ્રમાં ધોયા છતાં પણ જતો નથી, છે તારક! તેનું શું કારણ? (૧૫) દરિદ્રી છતાં મારું અભિમાન. અંગ ન ચંગ ન ગણે ગુણાનાં, ન નિર્મલ કાપિ કલાવિલાસ ફુરપ્રભા ન પ્રભુતા ચ કાપિ, તથાપ્યહંકારકદWતેહ છે ૧૫ સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતણે નથી, ઉત્તમ વિલાસ કળાતણે દૈદિપ્યમાન પ્રભા નથી; Jain Education Intemational www.jainelibrary.org on International For Private & Persanal Use Only
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy