SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન હસ્તપ્રતોનું સ્વરૂપ ભારતવષઁમાં ઘણી પ્રાચીન કાલથી બ્રાહ્મીલિપિ પ્રચલિત હતી. વાઘેલાકાલ દરમિયાન લેખા અને સાહિત્યમાં પ્રત્યેાજાયેલ લિપિને પ્રાચીન લિપિવિદ્યામાં ઉત્તરશૈલીની પ્રાચીન નાગરી લિપિ કહેવામાં આવે છે. આ સમયે પ્રાચીન નાગરી લિપિ અર્વાચીન નાગરી લિપિનું સ્વરૂપ પકડતી જણાય છે. જૈન લેખકા આ લિપિમાં જરાક ફેરફાર કરી લખતા, એને જૈન લિપિ તરીકે ઓળખાવતા. અકા : અંકાત્મક અને અક્ષરાત્મક આપણી નાગરી લિપિના પ્રાચીન લહિયાઓ, તેમણે લખેલાં પુસ્તકાના પત્રાંક માટે અકાત્મક અને અક્ષરાત્મક એમ બે જાતના પ્રયાગા કરતા. જૈન હતપ્રતામાં પાનાની સંખ્યા જણાવવા માટે તેની જમણી બાજુએ અક્ષરાત્મક અંકા અને ડાબી બાજુએ અકાત્મક અંક લખેલા હાય છે. સેાલકી કાલની જેમ વાઘેલા કાલમાં સ્થાન, મૂલ્ય અને શૂન્યના ઉપયાગવાળી નવી અંકપતિ પ્રચલિત હતી. શબ્દાત્મક અ`કા જ્યાતિષ, ગણિત, વૈદક, કાષ આદિ શાસ્ત્રોને લગતા ગ્રંથા, કાવ્યા તેમ જ અભિલેખા અને ગદ્ય ગ્રંથાના આર′ભિક અને અંતિમ ભાગ પ્રથમ લખાતા. અને તેમાં વર્ષ, તીથિ વગેરે સંખ્યાએ જણાવવવામાં આવતી ત્યારે એક, દ્વિ, ત્રિ વગેરે ચાલુ શબ્દો દ્વારા પદ્યમાં વ્યક્ત કરવાનું ઘણુ· મુશ્કેલ પડતુ.. આવી પદ્યરચનાની સરળતા ખાતર અંકદર્શન રૂઢ શબ્દોને બદલે સખ્યાસૂચક સાંકેતિક શબ્દો પ્રયેાજાતા. વાઘેલા કાલના ગ્રંથા અને અભિલેખામાંથી કેટલાક સખ્યાસૂચક સાંકેતિક શબ્દો મળે છે. જેમકે - . = વિયત, ૧ = ઈન્દુ, વિષ્ણુ, અત્રિનયન. ૨ = દૃષ્ટિ, ચક્ષુ, લેાચન. ૩ = વૈદ્ય, હુતાશ, કુશાવિષ્ટપ. ૫ = બાણુ. ૬ = રસ. ૭ = ઋષિ. ૮ = વસુ,સિદ્ધિ. ૯=નવનં. ૧૨ = સૂર, ભાનુ, વિ. જૈન મરેાડ :- મગધના ભાગ છેડીને જૈનાએ ગુજરાતમાં આવી વસવાટ કર્યો. પણ એ પ્રજા ત્યાંના સ’સ્કારો વિસરી ગઈ નહિ. તેમણે લેખન કાર્યોંમાં ઘણા સુધારા-વધારા કર્યા. પરિણામે તેમની લિપિના મરોડ સામાન્ય લિપિ કરતાં જુદા પડવા લાગ્યા. ગુજરાતી લેખકેાની લિપિમાં કોઈના અક્ષરા લાંબા તે કાઈના પહેાળા દેખાતા, આમ તેમના Jain Education International —ăૉ. નવીનચ'દ્ર આચાય અક્ષરામાં વિવિધતા વર્તાતી. જૈન લેખકાએ લેખનકળાના પ્રાચીન વારસાને સાચવી રાખ્યા હતા. આથી અક્ષરના મરાડ ઉપરથી કયા વિભાગે આ ગ્રંથ લખ્યા છે તેના તરત જ ખ્યાલ આવતા. સામાન્ય રીતે યતિએ અને લહિયાગ્યાના અક્ષરા જુદા પડતા. ઘણા લહિયાઓ અક્ષરાને વધારે પડતા ખેંચતા. અક્ષરા સીધી લીટીમાં ગેાળ અને સઘન હારમંધ છતાં એક – બીજાને અડકે નહિ એવા છૂટા તેમજ તેનાં માથાં માત્રા, વગેરે અખંડ હાવા સાથે લિપિ આઢિથી અંત સુધી એકધારી લખાતી. પડિમાત્રા : લિપિના માપ સાથે સબંધ ધરાવતી પડિમાત્રા વાઘેલા કાલ દરમિયાન પ્રચલિત હતી. પ્રાચીન લહિયાએ બે લીટી વચ્ચેનું અ ંતર ઓછું રાખતા હાઇ તે ઠેકાણે હ્રસ્વ-દીર્ઘ ઈ. ઊ.નાં પાંખડાં તથા માત્રા માપમાં તથા અગ્ર માત્રા પૃષ્ઠિ માત્રારૂપે લખતા. એટલે કે હરવ – દ્વી ઉકારનાં પાંખડાંને અત્યારે ચાલુ લિપિમાં જે રીતે લખીએ છીએ તેમ અક્ષર નીચે ન લખતાં જે રીતે દી ઊ અને હ્રસ્વ-દીર્ઘ રૂ માં કાર જોડવામાં આવે છે, તેમ દરેક અક્ષરની આગળ જોડાતા. આને અગ્ર માત્રા તરીકે ઓળખવામાં આવે છે. આ અગ્રમાત્રાએ આજે અધામાત્રાના રૂપમાં ફેરવાઈ ગઈ છે. જેમ હ્રસ્વ, દીઘ ઉકાર અગમાત્રા તરીકે લખતા હતા તેમ આપણી માત્રાએ ચાલુ લિપિમાં લખાય છે, તેમ ઊ માત્રા તરીકે અક્ષરની ઉપર ન લખાતાં અક્ષરની પાછળ લખાતી. અને એ જ કારણથી આપણે ત્યાં એ જ માત્રાએને પડિમાત્રાત રીકે એળખવામાં આવે છે છે. આ માત્રાએ સમય જતાં ઊ માત્રા તરીકે અક્ષરની ઉપર લખાવા લાગી. દા.ત કે “ શક ચે = ાય, ના = ાના, = મૌ = ામા. આરભ : પ્રાચીનકાલથી ચાલી આવતી પ્રથા પ્રમાણે ગ્રંથલેખનને પ્રારંભ 'ગશબ્દથી થતા. આથી ઘણી હસ્તપ્રતામાંથી લેખનના આરંભે ૐ નમઃ, નમા જિનાય, નમા વીતરાગાય, નમઃ સરસ્વત્યે, નમઃ સર્વજ્ઞાય. વગેરે શબ્દો પ્રયેાજાયેલ જોવા મળે છે. આમ અનેક પ્રકારે દેવ, ગુરુ, ધ, ઇષ્ટદેવતા વગેરેને લગતા મંગલસૂચક શબ્દો દ્વાશ નમસ્કાર કરીને ગ્રંથને। આરંભ થતા. આ ઉપરાંત માઁગલસૂચક શબ્દોની આગળ ળા, શા, ૫ ૯૫, ૭૦ ૬૦, ।। ળ૦ ના વગેરે વસ્તિસૂચક ચિહ્નો લખવાની પદ્ધતિ હતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy